T20 world Cup : શું ટીમ ઈન્ડિયા બાયો બબલના કારણે થાકમાં છે? કોરોનાથી બચાવતી આ માયાજાળ શું છે?

બાયો બબલમાં ખેલાડીઓનું લોકો સાથેનું જોડાણ કટ થઈ જાય છે જેના કારણે તેઓ માનસિક રીતે એકલતા અનુભવવા લાગે છે.

T20 world cup : બાયો બલલમાં કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. અન્ય લોકો કરતાં અલગ અને એક જ રૂટિનમાં બંધાઈ રહેવાના કારણે ખેલાડીઓ આ માળખાથી થાકી ગયા છે.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus) ફાટી નીકળ્યો ત્યાર બાદ બાયો બબલ શબ્દ અવારનવાર કાને પડે છે. બાયો બબલ શું છે? (What is a Bio-bubble?) તે શેના માટે ઉપયોગમાં લેવાય છે? તે અંગે લોકો જાણવા ઉત્સુક છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો બાયો-બબલ (Bio-bubble)એ કોવિડ-19 ચેપના જોખમને ઘટાડવા માટે બહારની દુનિયાથી અલગ સલામત અને સુરક્ષિત રીતે ઉભું કરેલું વાતાવરણ છે. તેમાં માત્ર ખેલાડી (Players), સપોર્ટ સ્ટાફ અને મેચ અધિકારીઓને જ દાખલ થવાની પરવાનગી આપવામાં આવે છે. બાયો બબલમાં ક્ષતિ ન રહે તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ક્રિકેટ, ટેનિસ સહિતની રમતોમાં બાયો બબલનો ઉપયોગ થઈ ચૂક્યો છે. જોકે, આ બાયો બબલના કારણે ભારતીય ટીમના ખેલાડીઓ થાકી ગયા છે. જસપ્રિત બુમરાહે પાકિસ્તાન સામેની હાર બાદ જણાવ્યું હતું કે આ બાયો બબલના કારણે માનસિક તાણ લાગે છે.

  બાયો-બબલ કઈ રીતે સુરક્ષા આપે છે?

  સરળ શબ્દોમાં કહીએ તો બાયો બબલ એ ટીમના ખેલાડીઓ અને સ્ટાફ માટે કોર્ડન ઓફ એરિયા છે. જેથી તેમને કોવિડ 19નો ચેપ ન લાગે. આ વિસ્તાર સામાન્ય રીતે હોટેલ, સ્ટેડિયમ, રહેઠાણ અથવા એથ્લીટ્સની હાજરી જરૂરી હોય તેવું માળખું હોય છે. દા.ત. આઇપીએલ અને યુએસ ઓપનમાં એથ્લીટ્સ માત્ર હોટેલ અને સ્ટેડિયમમાં જ જતા હતા. તેમને અન્ય લોકોને મળવાની, જાહેરાતો શૂટ કરવાની, હોટલ છોડવાની વગેરે પરવાનગી નહોતી. બાયો બબલ અમલી હોય ત્યારે બધાએ તેમના ફાળવેલા ઝોનમાં રહેવું આવશ્યક છે. બાયો-બબલના ભંગના કિસ્સામાં તે વ્યક્તિ અલગ રાખી દેવાય છે અને ફરીથી બબલમાં પ્રવેશતા પહેલા બે વાર નેગેટિવ ટેસ્ટ જરૂરી છે.

  પરિવારથી પણ દૂર રખાય છે!

  બાયો-સિક્યોર બબલનો ઉદ્દેશ કોરોનાના જોખમને ઘટાડવાનો છે. જેથી ટીમોને બહારની દુનિયાથી અલગ રાખવામાં આવે છે. આ બહુ કડક પ્રોટોકોલ હોય છે. ખેલાડીઓને ટુર્નામેન્ટ દરમિયાન તેમના પરિવાર કે મિત્રોને મળવાની પણ છૂટ અપાતી નથી.

  આ પણ વાંચો :  Cricket: અનુષ્કા શર્માથી લઈ નતાશા સ્ટેન્કોવિક, આ છે ભારતીય ક્રિકેટરોની સ્ટાઈલીશ પત્નીઓ

  ખેલાડીઓ પર ટ્રેકિંગ ડિવાઇસથી રાખવામાં આવે છે નજર

  કોરોના કાળ વચ્ચે સુરક્ષા માટે ઘડવામાં આવેલા બાયો બબલનો ભંગ ન થાય તે માટે કડક નિયંત્રણો સાથે ટ્રેકિંગ ડિવાઇસથી નજર પણ રાખવામાં આવે છે. ખેલાડીઓની મૂવમેન્ટ પર નજર રાખવા તેમની સાથે GPS ટ્રેકિંગ ડિવાઇસ જોડી દેવામાં આવે છે. આ ડિવાઈસ પ્લેયર્સના કાંડા પર બાંધવામાં આવે છે. તેના પરથી ખેલાડી બાયો બબલની અંદર અને કયો બહાર છે, તેનો ખ્યાલ આવી જાય છે.

  બાયો બબલના કારણે ખેલાડીઓમાં થાક

  બાયો બલલમાં કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. અન્ય લોકો કરતાં અલગ અને એક જ રૂટિનમાં બંધાઈ રહેવાના કારણે ખેલાડીઓ આ માળખાથી થાકી ગયા છે. આ બાબતે અલગ-અલગ ખેલાડીઓએ પોતાનો બળાપો પણ કાઢ્યો છે.

  સામાન્ય રીતે કોઇ ટુર્નામેન્ટ ચાલુ થવાની હોય તેના થોડા દિવસો પહેલા જ બાયો બબલનું નિર્માણ કરી દેવાય છે. જેથી ખેલાડીઓને તેમાં પહેલાથી રહેવું પડે છે. આ રૂટિન એકસરખું જ હોય છે. ખેલાડીઓને કોઈ ચોક્કસ એરિયામાં જ રહેવાનું હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ ખેલાડીનું પ્રદર્શન નબળું હોય તો તેના પર વધુ માનસિક ભારણ આવી જાય છે. જેથી ખેલાડીઓ ટુર્નામેન્ટ છોડીને ચાલ્યા ગયા હોવાના કિસ્સા થોડા સમયમાં વધ્યા છે.

  બાયો બબલમાં ખેલાડીઓ કઇ રીતે કરે છે એન્ટ્રી?

  બાયો-બબલમાં પ્રવેશવા માટે ખેલાડીએ તેનું ઘર છોડતા પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડે છે. હવે નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા પછી તેઓનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને જ્યાં સુધી પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી એક રૂમમાં રહેવાનું હોય છે.

  બાયો બબલમાં.સૌપ્રથમ કઈ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી?

  બાયો-બબલમાં સૌપ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ 2020ના જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ સિરીઝ દરમિયાન કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નહોતો. જોકે, ટુર્નામેન્ટ દરમિયાન બાયો-બબલ છોડી દેનારને 5 દિવસ માટે અલગ રહેવું પડ્યું હતું અને બાયો-સિક્યોરમાં પાછા ફરતા પહેલા કોરોનાના બે ટેસ્ટ પાસ કરવા ફરજિયાત હતા.

  આ પણ વાંચો :  PHOTOS: આ છે એવા ક્રિકેટરો જે પોતાની પિતરાઈને જ પરણ્યા, સુખી સંપન્ન છે લગ્ન જીવન

  બાયો-બબલ ભંગનો પહેલો કિસ્સો જોફ્રા આર્ચરના કારણે બન્યો હતો. તે બબલ છોડી પોતાના મિત્રને મળવા ચાલ્યો ગયો હતો. જેથી બાયો સિક્યોરિટી પ્રોટોકોલના ભંગને કારણે બીજી ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, માત્ર રમત જગત જ નહીં, ફિલ્મ કે ટીવી જગતમાં પણ બાયો બબલનો ઉપયોગ થયો છે. લોકડાઉનની અસર બોલિવૂડ અને ટીવી ઉદ્યોગમાં પણ થઈ હતી. ફિલ્મો અને શોના શૂટિંગ અટકી પડ્યા હતા. કોરોના કેસ વધવાના કારણે નિર્માતાઓની ખોટ થવાની સંભાવના વધી ગઈ હતી. આવી સ્થિતિમાં ફિલ્મ ઉદ્યોગના સંગઠનો શૂટિંગ માટે નવા અને સલામત વિકલ્પોની શોધમાં હતા. ફિલ્મ ઉદ્યોગના લોકો આઇપીએલની તર્જ પર બાયો-બબલ પદ્ધતિનો ઉપયોગ કરીને શૂટિંગ કરવા ઇચ્છતા હતા.
  Published by:Jay Mishra
  First published: