ICC T20 World Cup 2021 માટે કંઇક આવી છે વેસ્ટ ઇન્ડિઝની સ્ક્વોડ, અંતિમ સમયે થયો મોટો ફેરફાર

વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમમાં અંતિમ ઘડીએ ફેરફાર જાણો કોણ કોણ છે શામેલ

T20 World Cup West indies Team : ટી20 વિશ્વ કપમાં પોતાના વિજય અભિયાનની શરૂઆત પહેલા વેસ્ટ ઇન્ડિઝે ટીમમાં મોટું પરીવર્તન કર્યુ છે. જાણો અંતિમ સમયે કોની વિકેટ ખડી

  • Share this:
    વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ બે વખત ICC T20 World Cup પોતાના નામે કરી ચૂકી છે. એવામાં ભારતની આ સ્થિતિમાં ટીમનો ઉદ્દેશ્ય ભારતના યજમાનપદમાં યુએઇ અને ઓમાનમાં રમાનારા ટી20 વર્લ્ડ કપ 2021માં ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો રહેશે. જેના માટે આઇસીસી ટી20 વિશ્વ કપમાં કિરન પોલાર્ડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝે (West indies team in ICCWT20) એક મજબૂત ટીમનું એલાન કર્યુ છે. વેસ્ટ ઇન્ડિઝ ગ્રુપ 1માં રમી રહ્યું છે, જેને ડેથ ગ્રુપ કહેવાય છે. કારણ કે તેમાં મોટી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રુપ 1માં વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેલ છે.

    T20 World Cup માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ

    ક્રિસ ગેલ, શિમરોન હેટમાયર, ઇવાન લુઇસ, લિંડન સિમંસ, કિરન પોલાર્ડ(કેપ્ટન), ડ્વેન બ્રાવો, રોસ્ટન ચેઝ, આંદ્રે રસેલ, નિકોલસ પૂરન, આંદ્રે ફ્લેચર, ઓબેદ મેક્કોય, રવિ રામપોલ, ઓશાન થોમસ, હેડન વોલ્શ, અકીલ હુસેન.

    અંતિમ ક્ષણોમાં કર્યો મોટો બદલાવ

    ટી20 વિશ્વ કપમાં પોતાના વિજય અભિયાનની શરૂઆત પહેલા વેસ્ટ ઇન્ડિઝે ટીમમાં મોટું પરીવર્તન કર્યુ છે. કેરેબિટન ટીમે ઈજાગ્રસ્ત થયેલા ફેબિયન એલન(Fabian Allen)ની જગ્યાએ સ્પિનર અકીલ હુસેન (Akeal Hosein)ને ટીમમાં સામેલ કર્યો છે. એલનને ઇજા થવાથી ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.

    આઇસીસીએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ક્વોરન્ટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ટીમોને વધુ ખેલાડીઓ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. હુસેન રિઝર્વ ખેલાડી તરીકે સામેલ હતો. આઇસીસી ટી20 વિશ્વ કપ 2021ની ઇવેન્ટ ટેક્નિક કમીટીએ આ અંગે મંજૂરી આપી છે.

    આ પણ વાંચો : T20 World cup : વર્લ્ડ કપ માટે New Zealandની ટીમમાં આ ખેલાડીઓ હશે, એકથી એક પાવરધા છે આ પ્લેયર

    આપને જણાવી દઇએ કે અકીલ હુસેને અત્યાર સુધીમાં 9 વન ડે અને 6 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. હુસેન રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ હતો. હવે તેની જગ્યાએ ગુદાકેસ મોતીને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરાયો છે.

    આવું રહેશે ટી20 વિશ્વ કપ 2021માં વેસ્ટ ઇન્ડિઝનું શેડ્યુલ

    23 ઓક્ટોબર, 2021 - West Indies vs. England, દુબઇ(07:30 PM IST)

    26 ઓક્ટોબર, 2021 - West Indies vs. South Africa, દુબઇ (03:30 PM IST)

    29 ઓક્ટોબર, 2021 - West Indies vs. Qualifier (B2), શારજાહ (03:30 PM IST)

    4 નવેમ્બર, 2021 - West Indies vs. Qualifier (A1), અબુ ધાબી (07:30 PM IST)

    6 નવેમ્બર, 2021 - West Indies vs. Australia, અબુ ધાબી (03:30 PM IST)

    આ પણ વાંચો : T20 World Cup: વર્લ્ડ કપમાં આવી હશે ઇંગ્લેન્ડની તાકાત, અહીં જાણો England Squad અંગે

    T20 World Cupમાં વેસ્ટ ઇન્ડિઝની જીત

    વર્ષ 20112માં વેસ્ટ ઇન્ડિઝે કોલકાતામાં ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ જીત્યો હતો, પ્રથમ બે વર્ષ આઇસીસી ટી20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યા હતા. આ બે જીત સાથે હવે વેસ્ટ ઇન્ડિઝ પાસે વધુ એક વખત ઇતિહાસ રચવાની તક છે. છેલ્લે વર્ષ 2015માં આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમમાં રમનાર રામપોલ મેમ્બર તરીકે પરત ફર્યો છે. પહેલી વખત ચેઝને ટી20 મેચ માટે ટીમમાં બોલાવવામાં આવ્યો છે.

    ટીમને ત્રીજો ખિતાબ અપાવવા રામપોલની વાપસી

    વેસ્ટ ઇન્ડીઝ ઓક્ટોબર-નવેમ્બરમાં યુનાઇટેડ આરબ અમીરાત અને ઓમાનમાં ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રામપોલ 6 વર્ષમાં પ્રથમ વખત ટીમમાં વાપસી કરશે. રામપોલ 2012ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય તરીકે સામેલ હતો અને 2015માં શ્રીલંકા સામે ટી20 મેચ રમી હતી અને હવે ત્રીજો ખિતાબ જીતવા માટે ફરી ટીમમાં પરત ફર્યો છે.
    Published by:Jay Mishra
    First published: