T20 world cup: વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર આ છે Top 5 બોલર્સ, જાણો રેકોર્ડ

આ ખેલાડીઓએ સૌથી વધુ વિકેટો ઝડપી

T20 World Cup : T20 વર્લ્ડ કપ વર્ષ 2007માં રમવામાં આવ્યો હતો અને 2007 પછી 5 વખત T20 વર્લ્ડ કપ રમાઈ ચુક્યો છે. આજે આપણે અત્યાર સુધીના T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોપ 5 (Highest Wicket Takers in T20 World cup)  બોલર્સ પર નજર કરીશું

  • Share this:
    T20 world cup – મર્યાદિત ઓવરના T20 મેચ ફોર્મેટમાં બોલર્સને અવનવી પ્રકારની બોલિંગ કરવાનો મોકો મળે છે. T20 ફોર્મેટમાં આવેલી બોલિંગના ફોરફારોને કારણે હવે બોલર્સને વધુ ઝડપથી વિકેટો મળી જાય છે, તે બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રથમ T20 વર્લ્ડ કપ વર્ષ 2007માં રમવામાં આવ્યો હતો અને 2007 પછી 5 વખત T20 વર્લ્ડ કપ રમાઈ ચુક્યો છે. આજે આપણે અત્યાર સુધીના T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોપ 5 (Highest Wicket Takers in T20 World cup)  બોલર્સ પર નજર કરીશું

    શાહિદ અફ્રિદી – 39 વિકેટો  :  પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને સ્પીનર શાહિદ આફ્રિદીએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટો ઝડપી છે. શાહિદ અફ્રિદી પાકિસ્તાન માટે અત્યાર સુધી કુલ 6 (2007-2016) T20 વર્લ્ડ કપમાં રમી ચુક્યાં છે. અફ્રિદીએ અત્યાર સુધી T20 ફોર્મેટમાં 99 મેચમાં 98 વિકેટો ઝડપી છે. તેની ઈકોનોમી 6.71ની રહી છે, તેમના ઈકોનોમી રેટ પરથી એ વાતનો અંદાજ ચોક્કસ લગાવી શકાય છે કે, તેની વિરુદ્ધ બેટ્સમેન માટે રન કરવા કેટલા અઘરા હશે. માત્ર સારી વિકેટો જ નહી પણ તેણે 32 ઈનિંગ્સમાં 546 રન પણ સ્કોર કર્યા છે. વર્ષ 2009માં T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત માટે અફ્રિદીએ મહત્વની ભુમિકા ભજવી હતી. 2009 T20 ફાઈનલમાં તેણે 40 બોલમાં 54 રન ફટકાર્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી.

    • લસિથ મલિંગા – 38 વિકેટ


    લસિથ મલિંગાને સ્લીંગા મલિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મલિંગા પૂર્વ શ્રીલંકન ક્રિકેટર છે જે લિમીટેડ ઓવરની રમતોમાં પોતાના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન માટે જાણીતા છે. મલિંગાએ માત્ર 31 મેચમાં 38 વિકેટ ઝડપી છે. વર્ષ 2014માં તે શ્રીલંકાની ટીમના કેપ્ટન તરીકેની ભૂમિકા પણ ભજવી ચુક્યાં છે. મલિંગા રાઈટ આર્મ ફાસ્ટ બોલર છે.

    તેઓ ડેથ બોલર તરીકે શ્રીલંકાના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મજબૂતી સાથે રમતા હતા. મલિંગાને તેમની અનોખી રાઉન્ડ આર્મ એક્શન માટે પણ ઓળખવામાં આવે છે. જેને સ્લીંગ એક્શન કહેવામાં આવે છે. તેમની આ બોલિંગને કારણે તેમને સ્લીંગા મલિંગા કહેવામાં આવે છે. 14 સપ્ટેમ્બર 2021માં મલિંગાએ ક્રિકેટના બધા જ ફોર્મથી સન્યાસની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચો : T20 World Cup વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારનાર પાંચ ખેલાડી, બીજા નંબરે યુવરાજ સિંઘ

    • સઈદ અજમલ – 36 વિકેટ


    36 વિકેટો સાથે સઈદ અજમલ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. અજમલે માત્ર 23 મેચમાં 36 વિકેટ ઝડપી છે. અજમલ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે. જે બધા જ ક્રિકેટ ફોર્મમાં રમી ચૂક્યો છે. તે રાઈટ આર્મ ઓફ સ્પીનર હતો. આ સાથે જ વિશ્વનાં શ્રેષ્ઠ ફિલ્ડરોમાં પણ તેની ગણના થાય છે. અજમલને શ્રેષ્ઠ ODI અને T20 બોલર ઘોષિત કરવામાં આવ્યો હતો અને 2011થી 2014 દરમિયાન ટેસ્ટ મેચમાં બીજા સૌથી શ્રેષ્ઠ બોલર રહ્યાં હતાં. અજમલ મુખ્યત્વે તેની ફિલ્ડિંગ, કેચ અને બેકવર્ડ પોઝિશનથી થ્રો કરવા માટે ખૂબ જાણીતો હતો.

    • અજંતા મેન્ડિસ – 35 વિકેટ


    અજંતા મેન્ડિસ પૂર્વ શ્રીલંકન ક્રિકેટ ખેલાડી છે. અજંતા ત્રણેય ફોર્મમાં શ્રીલંકન નેશનલ ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂક્યો છે અને તેમને મિસ્ટ્રી સ્પીનર તરીકે ઓળખવામાં આવે છે. તેની અસાધારણ બોલિંગને કારણે તેને આ નામ આપવામાં આવ્યું છે. ઓગસ્ટ 2019માં તેણે ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. અજંતાએ 21 મેચમાં 35 વિકેટો ઝડપી છે.

    આ પણ વાંચો :   T20 world cup : કોહલી-ગેલ નહીં પણ આ ખેલાડીએ વર્લ્ડપમાં કર્યા છે સૌથી વધુ રન, જાણો રેકોર્ડ

    ઉમર ગુલ – 35 વિકેટ

    ઉમર ગુલ પાકિસ્તાની ક્રિકેટ કોચ અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર છે. ગુલ હાલમાં ક્વેટા ગ્લેડિએટર્સનો બોલિંગ કોચ છે. તેણે 21 મેચમાં 35 વિકેટ સાથે આ લિસ્ટમાં પાંચમાં સ્થાને જગ્યા બનાવી છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મમાં રમી ચૂક્યો છે. ગુલ રાઈમ આર્મ ફાસ્ટ મિડીયમ બોલર છે. તેણે વર્ષ 2007 અને 2009માં T20 ક્રિકેટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી અને શ્રેષ્ઠ બોલર તરીકે નામના મેળવી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સઈદ અજમલ પછી ઉમર ગુલ સૌથી વધુ વિકેટ લેનાર બીજો ખોલાડી છે. વર્ષ 2013માં તેને Twenty20 International Performance of the Yearનો ખિતાબ મળ્યો હતો.
    Published by:Jay Mishra
    First published: