Home /News /sport /

ICC T20 World Cup 2021: હજુ પણ સેમિ-ફાઇનલ્સમાં પહોંચી શકે છે ભારતીય ટીમ, જાણો કઇ રીતે

ICC T20 World Cup 2021: હજુ પણ સેમિ-ફાઇનલ્સમાં પહોંચી શકે છે ભારતીય ટીમ, જાણો કઇ રીતે

ICC T20 World Cup 2021: હજુ પણ સેમિ-ફાઇનલ્સમાં પહોંચી શકે છે ભારતીય ટીમ, જાણો કઇ રીતે

T20 World cup : હાલ ભારતીય ટીમની રમત જોઇને દરેક ભારતીય ક્રિટેક રસીયાઓને એક સવાલ સતાવી રહ્યો છે કે ભારત સેમિફાઇનલમાં (Can India Reach to Semifinals)  પહોંચશે કે નહી?

  T20 World Cup 2021 : માં ભારતે જે પ્રકારનું પ્રદર્શન કર્યુ છે, તેની કલ્પના કોઇ પણ ભારતીય ક્રિકેટ (Indian Cricket) પ્રેમીએ સપનામાં પણ નહીં કરી હોય. ટીમ ઈન્ડિયાએ (Team India) પહેલાં પાકિસ્તાન સામે મેચ હારી અને ત્યાર બાદ ગતરોજ એટલે કે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડે ભારત સામે 8 વિકેટે જીત મેળવી. ટીમ ઇન્ડિયા માટે બંને મેચ એક તરફી હાર સાથે સેમિફાઇનલ (India in Semi-Final)માં પહોંચવું મુશ્કેલ થઇ ગયું છે. ટીમ ઇન્ડિયા બંને મેચ હાર્યુ અને ગ્રુપ-2માં પોઇન્ટ ટેબલ પર 5મા (Point Table of Group-2) નંબર પર છે. નેટ રન રેટ પણ ખૂબ ખરાબ છે. એવામાં તેમનું સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બન્યું છે. પરંતુ ક્રિકેટ એક એવી રમત છે, જેમાં છેલ્લી ઘડીએ પણ આખી ગેમ બદલાઇ શકે છે. પરંતુ હાલ ભારતીય ટીમની રમત જોઇને દરેક ભારતીય ક્રિટેક રસીયાઓને એક સવાલ સતાવી રહ્યો છે કે ભારત સેમિફાઇનલમાં (Can India Reach to Semifinals)  પહોંચશે કે નહીં. તો આપને જણાવી દઇએ કે ભારતીય ટીમ પાસે હજું પણ અવસર છે અને તે સેમિફાઇનલમાં જઇ શકે છે. ચાલે તમને જણાવીએ કઇ રીતે.

  સુપર-12માં બાકીના તમામ મેચ જીતવા પડશે : સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ ભારતને સુપર 12 ચરણમાં બાકીના તમામ મેચ જીતવાની જરૂરિયાત છે. મેન ઇન બ્લૂના ત્રણ મેચ બાકી છે. તેમનો મુકાબલો 3 નવેમ્બરે અફઘાનિસ્તાન, 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામીબિયા સાથે થશે. ભારતને આ ત્રણ મેચમાંથી છ પોઈન્ટ મેળવવાની જરૂર છે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ યોગ્ય નેટ રન રેટ માટે મેચ મોટા માર્જિનથી જીતે

  ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન પાસે નથી 6થી વધુ પોઇન્ટ

  ન્યૂઝીલેન્ડના બે મેચમાં બે પોઇન્ટ છે. તેમના બાકીના મેચ અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડની સામે છે. ભારતની સામે બ્લેક કેપ્સના પ્રદર્શનને ધ્યાનમાં રાખી ઘણા ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે તેઓ નામીબિયા અને સ્કોટલેન્ડને હરાવી દેશે. એવામાં બે ક્વોલિફાયરને હરાવીને તેમના નામે 6 પોઇન્ટ થઇ જશે.

  આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ અને જગવાલ શ્રીનાથથી લઈ આ ક્રિકેટરો પડ્યા પત્રકારોના પ્રેમમાં, માત્ર એકનું થયું બ્રેકઅપ


  જ્યારે અફઘાનિસ્તાનની પાસે વધેલા બે મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છે. પહેલી શરત અનુસાર ભારતે અફઘાનિસ્તાનને 4 પોઇન્ટ્સથી હરાવવું પડશે. તેથી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 7 નવેમ્બરે યોજાનાર મેચ ભારત માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. જો ન્યૂઝલેન્ડ તે મેચ જીતે છે તો તેઓ ક્વોલીફાઈ કરી લેશે અને ભારત-અફઘાનિસ્તાન આઉટ થઇ જશે.

  પરંતુ જો અફઘાનિસ્તાન જીતે છે તો ભારત અને ન્યૂઝીલેન્ડની પાસે 6 પોઇન્ટ થઇ જશે. શ્રેષ્ઠ નેટ રન રેટવાળી ટીમ સેમીફાઇનલ માટે ક્વોલીફાઇ કરશે અને જો ભારત પોતાના છેલ્લા મેચ મોટા અંતર સાથે જીતે છે, તો ભારત જ તે ટીમ બની શકે છે, જે ક્વોલીફાઇ થશે. જોકે ઘણા લોકોને આ અશક્ય લાગે છે..પણ કહેવાય છે ને કે આશા અમર છે. તેથી હજુ પણ ભારત માટે આશાની એક કિરણ છે.

  ICCમાં ભારતનું ખરાબ પ્રદર્શન યથાવત

  ICC ઈવેન્ટ્સમાં મેન ઇન બ્લ્યુનું નબળું પ્રદર્શન છેલ્લા 5-6 વર્ષોમાં ભારતીય ક્રિકેટ માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. આ જ કારણ હતું કે મહેન્દ્ર સિંહ ધોનીને ICC T20 વર્લ્ડ કપ 2021 પહેલા ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ લાગે છે કે ટીમના નિર્ણયો પર તેમનો કોઈ નિયંત્રણ નથી.

  આ પણ વાંચો : IND vs NZ T20 World Cup: બુમરાહે કહ્યું-છ મહિનાથી ઘરે નથી ગયા, ખેલાડી માનસિક રીતે થાકી જાય

  ICC ઈવેન્ટ્સમાં ક્લચ ગેમ્સમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ઘણા પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે અને એવું લાગે છે કે કંઈ બદલાયું નથી. આપને જણાવી દઇએ કે વિરાટે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તે T20 વર્લ્ડ કપ 2021 પછી T20 કેપ્ટનનું પદ છોડી દેશે. વિશ્વ કપ પછી સમગ્ર કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર થવાનો છે અને આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં મેન ઇન બ્લુ માટે એક નવું નેતૃત્વ જીત આપી શકે છે.
  First published:

  Tags: Cricket News in Gujarati, T-20 worldcup, Team india

  આગામી સમાચાર