Home /News /sport /T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી સામે આ છે પડકારો અને સવાલો

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી સામે આ છે પડકારો અને સવાલો

આગામી વીકમાં ભારતીય ટીમની જાહેરાત થવાની છે

T20 World Cup: આગામી વીકમાં ભારતીય ટીમની જાહેરાત થવાની છે, પરંતુ તેના પહેલા લોકોના મનમાં અનેક સવાલો છે.

    દિલ્હી: હાલ એશિયા કપ ચાલી રહ્યું છે, પરંતુ ટીમ ઇન્ડિયા માટે આગામી પડકાર ટી20 વર્લ્ડ કપ છે. બીસીસીઆઇનું ધ્યાન આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારા ટી20 વર્લ્ડ કપની ટીમ પર છે. તે પહેલા ભારત ઘર આંગળે બે ટી20 સીરિઝ રમશે, જે વર્લ્ક કપ પહેલા ટીમને અંતિમ રૂપ આપવામાં મદદ કરશે. જોકે, હાલમાં જ રોહિત શર્મા કહી ચૂક્યો છે કે મેગા ટૂર્નામેન્ટ માટે લગભગ પંચાવન ટકા ટીમ નક્કી છે. આગામી વીકમાં ભારતીય ટીમની જાહેરાત થવાની છે. પરંતુ તેના પહેલા લોકોના મનમાં અનેક સવાલો છે.

    બીસીસીઆઇ સૂત્રો અનુસાર, ટીમ ઇન્ડિયાના સ્ટાર પેસર બુમરાહને અત્યાર સુધી મેડિકલ ટીમે ફિટ જાહેર કર્યો નથી. હાલ બુમરાહ એનસીએમાં ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને ટીમની જાહેરાત પહેલા સિલેક્ટર્સ તેની ફિટનેસ સંપૂર્ણ રીતે તપાસશે. બીજી બાજુ, હર્ષલ પટેલ પણ ઇજામાંથી બહાર આવી રહ્યો છે. તે ઘરેલૂ સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે. તેનો અર્થ છે કે વિશ્વ કપ માટે તેની પસંદગી લગભગ નક્કી છે.

    શમીની વાપસી અંગે પણ લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે. એશિયા કપમાં ભારતીય ઝડપી બોલર્સની શું સ્થિતિ થઇ તે બધા જાણે છે. ભુવનેશ્વરની આગેવાનીમાં આ એટેક પર વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ પાર પાડી શકાશે? જ્યારે ઓસ્ટ્રેલિયાની પીચો શમીના સમીકરણમાં ફિટ બેસે છે. હવે સવાલ છે કે સિલેક્ટર્સ શમીને પસંદ કરશે કે નહીં.

    આ પણ વાંચો: શું ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનો રોલ બદલાઇ જશે?

    હવે સવાલ થઇ રહ્યો છે કે, ટીમમાં ભુવી કે ચાહર અથવા બન્નેને સમાવવામાં આવશે? જો બેમાંથી એકની પસંદગી થયા તો સમજાય છે પરંતુ બન્નેની પસંદગી થાય તો તે થોડી વિચિત્ર વાત લાગશે. કેમ કે, બન્નેની શૈલી લગભગ સરખી જ છે. આ બન્નેમાંથી કોઇ એકની પસંદગી જ યોગ્ય રહેશે. જ્યારે બીજો બોલર શમી જેવો અનુભવી હોય.

    ટીમ પસંદગી પહેલા સૌથી મોટો સવાલ દિનેશ કાર્તિક અને પંત અંગે પણ છે. આ બન્નેમાંથી કોને સ્થાન આપવામાં આવશે. બની શકે કે વધુ સંતુલનને જોતાં બન્નેને ટીમમાં સમાવવામાં આવે. સવાલ એટલે પણ થઇ રહ્યો છે કે, એશિયા કપમાં કાર્તિકને સતત રમાડવામાં આવ્યો નથી બીજી બાજુ, પંતને પાકિસ્તાન સામે ડ્રોપ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે, આ મામલે શું થશે.

    ઉપરાંત ચહલની પસંદગી લગભગ નિશ્ચિત મનાય છે, પરંતુ તે એક પ્રશ્ન છે કે પાકિસ્તાન સામે સારો દેખાવ કરનાર અને પાવર-પ્લેમાં શાનદાર પ્રદર્શન કરનાર અન્ય લેગ-સ્પિનર ​​ટીમમાં રહેશે કે પછી આર. અશ્વિન. જો કે અશ્વિન વધુ રમ્યો ન હતો. પ્રશ્ન એ છે કે ટીમમાં બે લેગ-સ્પિનર ​​હશે કે એક લેગ-સ્પિનર ​​અને એક ઓફ સ્પિનર હશે?
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricket t20 world cup, Team india

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन