T20 World cup 2021: ટી-20 વર્લ્ડકપમાં ગ્રુપ1ની બે ટીમો (T20 World cup 2021) પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી. જ્યારે ગઈકાલે અફઘાનિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની સેમિફાઇનલની (India's Exit form T20 world cup) આશાઓ અફઘાનિસ્તાન પર ટકેલી હતી ત્યારે આખરે ભારતની સફરનો અંત આવી ગયો છે. આજે ભારતની નામિબિયા (IND Vs NAM) સામે ઓપચારિક મેચ છે પરંતુ ભારતની આજની મેચ જીતે તો પણ કોઈ ફેર પડે તેમ નથી. જોકે, ભારતનું આ ખરાબ પર્ફોમન્સ શા માટે અચાનક સામે આવ્યું અને ભારતના રકાસનું કારણ શું તે સુનિલ ગાવસ્કરે શોધી (Sunil Gavaskar Gave Reason of india's Bad Performance) કાઢ્યું છે. ભારતની હારના કારણોમાં સુનિલ ગાવસ્કરે માત્ર એક જ કારણ સામે આવ્યું છે
સુનિલ ગાવસ્કરે સ્પોર્ટ્સ તક સાથેની વાતચીતમાં કહ્યું, ' જેવી રીતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડે આપણા બેટ્સમેનને કાબૂમાં રાખ્યા. તેમણે આપણા ખેલાડીઓને ખુલીને રમવા ન દીધા. આ જ કારણ છે કે ભારત વર્લ્ડકપમાં આગળ વધી ન શક્યું. બીજી ઈનિંગમાં બેટિંગ સરળ હતી કારણ કે બૉલ ટર્ન નહોતો થઈ રહ્યો.સ્પિનરોના બૉલ સીધા જ પડી રહ્યા હતા. જો બેટિંગ સારી કરી અને તમે 180 રન કરો તો બોલરો માટે કઈંક વધે.'
ઓછા રન બનાવ્યા
ગાવસ્કેર ઉમેર્યુ, 'ન્યૂઝીલેન્ડ સામે આપણે ફક્ત 111 રનનો ટાર્ગેટ આપી શક્યા. આ કારણે મેચ હાર્યા જ્યારે પાકિસ્તાન સામે ફક્ત 155 રનનો ટાર્ગેટ. જોકે, થોડા રન બનાવ્યા હોય અને બૉલરોને અવકાશ મળે તો જ આગળ આવી શકાય આપણે રન ન કરી શક્યા એ જ મુખ્ય કારણ છે બીજું કઈ નથી.'
ટીમમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર નથી
ગાવસ્કર ધરમૂળથી પરવિર્તનના પક્ષમાં નથી. તેમમે કહ્યું કે પાવરપ્લેમાં રમવાની પેટર્ન બદલી પડે. મને નથી લાગતું કે ધરમૂળથી પરિવર્તન કરવાથી રકોઈ ફેર પડે. ખેલાડીઓએ રમવાનો અભિગમ બદલો પડશે. પાવરપ્લેમાં રન કરવાનો લાભ પાછલા કેટલાક વર્લ્ડકપમાં ભારત લઈ શક્યું નથી. હકિકત તો એ છે કે પેલી છ ઓવરમાં રન કરવા ખૂબ જરૂરી છે.
બૉલરો મજબૂત હતા
ગાવસ્કેર ઉમેર્યુ કે ભારતની પહેલી બંને મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડના બૉલરો મજબૂત હતા અને તેમણે રન ન કરવા દીધા. બીજુ કારણ છે ભારતની ખરાબ ફિલ્ડીંગ. ન્યૂઝીલેન્ડે જેવી રીતે ફિલ્ડીંગ કરી અને રન બચાવ્યા તે ખૂબ જરૂરી બાબત છે. કેચ જીતાડે મેચ આ મંત્ર અહીં પણ લાગુ પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર