Home /News /sport /

T20 World Cup 2021: વર્લ્ડકપમાં લંકાના 'ટાઇગર' ભારે પડશે? એકથી એક ખતરનાક ખેલાડીઓની બનાવી છે ટીમ

T20 World Cup 2021: વર્લ્ડકપમાં લંકાના 'ટાઇગર' ભારે પડશે? એકથી એક ખતરનાક ખેલાડીઓની બનાવી છે ટીમ

વર્લ્ડકપમાં આ છે શ્રીલંકાની ટીમ આ જ દિગ્ગજો રહી શકે છે બહાર આ રમશે પ્લેઇંગ 11માં

ICCT20WC Sri Lanka Squad : શ્રીલંકાએ મેળવેલી ધૂંઆધાર જીત બાદ તેમનો જોશ હાઇ છે. ત્યારે આજે આપણે જાણશું કે આ પૂર્વ વિશ્વ કપ વિજેતા ટીમમાં કયા-કયા ખેલાડીઓ સામેલ છે.

  શ્રીલંકાએ ટી20 વર્લ્ડ કપમાં(T20 World Cup Sri lanka Squad) જીત સાથે શરૂઆત કરી છે. ટીમે 18 ઓક્ટોબરે અબુ ધાબીમાં રમાયેલા ગ્રુપ-એના પહેલા મુકાબલામાં નામ્બિયાને 7 વિકેટથી કરારી હાર આપી છે. રમતની શરૂઆત કરનાર નામ્બિયાની ટીમ 19.3 ઓવરમાં 96 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ઓફ સ્પિનર મહેશ થીક્ષાનાએ 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકાએ લક્ષ્યને 13.3 ઓવરમાં 3 વિકેટ પર મેળવી લીધો હતો. ભાનુકા રાજપક્ષે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા.

  બીજી જીત સાથે વિશ્વ કપ તરફ વધુ એક પગલું

  આ ઉપરાંત T20 World Cupની 8મી મેચમાં શ્રીલંકન ટીમ આયરલેન્ડ સામે ટકરાઇ હતી. શ્રીલંકાએ આયરલેન્ડને 70 રનોથી હરાવીને ગ્રુપ-એમાં ટોપ પોઝીશન મેળવી લીધી છે. આ સાથે જ સુપર 12 રાઉન્ડમાં પોતાની જગ્યા પણ નક્કી કરી લીધી છે. આપને જણાવી દઇએ કે સુપર 12 રાઉન્ડની શરૂઆત 23 ઓક્ટોબરથી થનાર છે.

  આયરલેન્ડની ટીમ 172 રનના લક્ષ્યનો પીછો કરતા 18.3 ઓવરોમાં માત્ર 101 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. શ્રીલંકન ટીમ તરફથી મહેશ દીક્ષનાએ 3 અને લાહિરૂ કુમારાએ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વાનિંદુ હસરંગએ શાનદાર બેટિંગ કરીને 4 ઓવરમાં 12 રન આપ્યા.

  T20 World Cup 2021 માટે શ્રીલંકાની સ્ક્વોડ

  શ્રીલંકાએ મેળવેલી ધૂંઆધાર જીત બાદ તેમનો જોશ હાઇ છે. ત્યારે આજે આપણે જાણશું કે આ પૂર્વ વિશ્વ કપ વિજેતા ટીમમાં કયા-કયા ખેલાડીઓ સામેલ છે. આપને જણાવી દઇએ કે 2021 સુધીમાં ખેલાડી ઉદાનાએ જાહેરાત કરી હતી કે તે ગ્રુપમાંથી સંન્યાસ લેશે. હાલ ટીમમાં દાસુન શનાકા(કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (વાઇસ કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષા, કમિંડુ મેંડિસ, કુસલ પરેરા, દિનેશ ચંડિમલ, વનિંદુ હસરંગા, ચમિકા કરૂણારત્ને, લાહિરૂ મદુશંકા, દુષ્મંથ ચમીરા, નુવાન પ્રદીપ, મહીશ થીકશના, પ્રવીણ જયવિક્રમા.રિઝર્વ – લાહરૂ કુમાર, પુલિના થરંગા, બિનુરા ફર્નાંડો અને અલિકા ધનંજય.

  આ પણ વાંચો : T20 World Cup : આ હશે ભારતની પ્લેઇંગ 11, આ દિગ્ગજો રહી શકે છે ટીમની બહાર

  ICC T20 World Cup શ્રીલંકા મેચ શિડ્યૂલ

  18 ઓક્ટોબર, 2021 – શ્રીલંકા VS નામીબીયા, અબુ ધાબી

  20 ઓક્ટોબર, 2021 – શ્રીલંકા VS આયરલેન્ડ, અબુ ધાબી

  22 ઓક્ટોબર, 2021 – શ્રીલંકા VS નેધરલેન્ડ્સ, શારજાહ

  ICC T20 World Cup માટે ટીમ શ્રીલંકાના કેપ્ટન

  દાશુન સનાકા પ્રોફેશનલ શ્રીલંકન ક્રિકેટર છે અને ICC T20 World Cupમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

  ચંડીમલની એન્ટ્રી

  ટી-20 વિશ્વ કપ માટે ટીમ જાહેર કરવામાં આવતા દિનેશ ચંડીમલ પરત ફરતા સૌ કોઇ ચકિત થયા હતા. તેમના પરત ફરવાથી ટીમને વધુ મજબૂતી મળી છે.

  આ પણ વાંચો : ICC T20 World Cup 2021 માટે કંઇક આવી છે વેસ્ટ ઇન્ડિઝની સ્ક્વોડ, અંતિમ સમયે થયો મોટો ફેરફાર

  વર્લ્ડ કપ માટે ટીમના કોચ

  ટીમના કોચ મિકી આર્થર છે. આર્થર દક્ષિણ આફ્રિકાના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે, જે જમણા હાથે બેટિંગ કરે છે. 2005થી 2010 સુધી દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવા દરમિયાન તેમણે ઘણી ટીમોને કોચિંગ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ 2010થી 2013 સુધી રમી હતી. 2016થી 2019 સુધી પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમના કો-કોચ અને 2019થી તેઓ શ્રીલંકાના કોચ છે.

  શ્રીલંકાના પૂર્વ ICC T20 World Cup

  શ્રીલંકાની ટીમ ક્રિકેટમાં સૌથી સફળ અને લોકપ્રિય ટીમો પૈકી એક છે. સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં ટીમે વર્ષ 2006માં પોતાના પહેલા ટી20 મેચમાં ઇગ્લેંડ સામે મેચ રમી હતી. જે તેમના માટે એક યાદગાર મેચ હતી. વર્ષ 2007થી તેમણે ટી20 વિશ્વ કપમાં ભાગ લેવાની શરૂઆત કરી છે. T20I શ્રેણીમાં તેમણે 6 વખત પ્રદર્શન કર્યુ છે. ટીમ માટે સૌથી શ્રેષ્ઠ પરીણામ વર્ષ 2014માં મેળવ્યું હતું, જ્યારે તે ચેમ્પિયન ટીમ બની હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ICC T20 World Cup, Sri lanka, T20 world cup

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन