T20 World Cup: શ્રીલંકા પણ ટી-20 વર્લ્ડ કપના આયોજનની રેસમાં, બીસીસીઆઈ સાથે ચર્ચા શરૂ

T20 World Cup: શ્રીલંકા પણ ટી-20 વર્લ્ડ કપના આયોજનની રેસમાં, બીસીસીઆઈ સાથે ચર્ચા શરૂ

  • Share this:
    નવી દિલ્લી: બીસીઆઈને ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ની તૈયારી કરી રહ્યું છે. ટૂર્નામેન્ટનું આયોજન નવેમ્બર અને ઓક્ટોબરમાં થવાનું છે. મળતી જાણકારી અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ યુએઈ સિવાય શ્રીલંકામાં આયોજન કરવા વેન્યુની તરીકે જોવામાં આવે છે. જેને લઈને શ્રીલંકન બોર્ડ સાથે વાતચીત ચાલી રહી છે. આ પહેલા શ્રીલંકા બોર્ડએ આઈપીએલની બાકીની 31 મેચોની મેઝબાની કરવા માટેનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 1 જૂને આઈસીસીએ બેઠકમાં બીસીસીઆઈના આયોજન પર નિર્ણય કરવા માટે 28 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. 16 ટીમો ટૂર્નામેન્ટનો ભાગ બની શકે છે. કોરોનાની વચ્ચે દેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ છે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, ટીસી 20 વર્લ્ડ કપના સંગઠનને લઈને બીસીસીઆઈ અને યુએઈ વચ્ચે ચર્ચા ચાલી રહી છે તેવું નકારી શકાય નહીં. પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આઈપીએલ સિવાય યુએઈમાં ઘણી મેચો યોજાવાની છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ દરમિયાન પિચની હાલત એટલી સારી નહીં હોય. તેમણે કહ્યું કે રમતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીલંકા બોર્ડ સાથે પણ વાતચીત ચાલી રહી છે. પરંતુ આ ફક્ત પ્રારંભિક વાતચીત છે.



    શ્રીલંકામાં ઇવેન્ટ્સ માટે ધણા સ્થળો

    અધિકારીએ કહ્યું કે, આ સંદર્ભમાં આપણે આઈસીસીને જાણ કરવી પડશે. તેથી જ આ પ્રકારની વાતચીત ચાલી રહી છે. જો કે, વર્લ્ડ કપ દેશની બહાર યોજવામાં આવે તો પણ, આ કાર્યક્રમનું આયોજન કરવાનો અધિકાર બીસીસીઆઈ પાસે રહેશે. યુએઈમાં મેચ ત્રણ સ્થળોએ શારજાદ, દુબઈ અને અબુધાબીમાં યોજાવાની છે. શ્રીલંકામાં ઘણા બધા વિકલ્પો છે.

    આ પણ વાંચો: સ્પેનના કેપ્ટન સર્જિયો બાસ્ક્વેટ કોવિડથી સંક્રમિત, યૂરો કપથી બહાર થવાનું નક્કી

    આ પણ વાંચો: મહેન્દ્ર સિંહ ધોનીએ ખરીદ્યો મોંઘી બ્રિડનો ઘોડો, સ્કોટલેન્ડથી રાંચી લવાયો, જાણો તેની ખૂબીઓ

    15 જૂન સુધીમાં ટેક્સ છૂટ અંગે માહિતી આપવામાં આવશે

    બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, આઇસીસીએ 15 જૂન સુધીમાં ટેક્સ છૂટ અંગે ગેરંટી આપવી પડશે. તે પછી અન્ય વસ્તુઓ શરૂ થશે. દેશમાં કોરોના વચ્ચેની ઇવેન્ટ માટે આઇસીસી દ્વારા બીસીસીઆઈને જાણ કરવા 28 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. બીસીસીઆઈ અને આઇસીસી વચ્ચે વર્ષ 2016થી ટેક્સ વિવાદ ચાલી રહ્યો છે. જો આ વિવાદનું સમાધાન ન થાય તો બોર્ડને લગભગ 900 કરોડની છૂટ નહીં મળે. આ રકમ આઈસીસી દ્વારા બીસીસીઆઈની આવકમાંથી કાપવામાં આવશે.
    Published by:kuldipsinh barot
    First published:June 07, 2021, 16:31 IST

    ટૉપ ન્યૂઝ