Home /News /sport /T20 World cup : શેન વોર્નની આગાહી! વર્લ્ડકપની ફાઇનલ AUS-ENG, અથવા તો IND-... માંથી કોઈની વચ્ચે જ થશે

T20 World cup : શેન વોર્નની આગાહી! વર્લ્ડકપની ફાઇનલ AUS-ENG, અથવા તો IND-... માંથી કોઈની વચ્ચે જ થશે

T20 World Cup Finals : શેન વોર્ને પસંદ કરેલી આ ચારમાંથી જ કોઈ બે ટીમ વચ્ચે રમાશે ફાઇનલ

T20 World Cup 2021 final: શેન વોર્નના મતે આ ચાર ટીમોમાંથી જ કોઈ બે ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

T20 World Cup 2021: ટી-20 વર્લ્ડકપમાં એ ગ્રુપમાં 3 લાગલગાટ જીત સાથે પાકિસ્તાન ફોર્મમાં છે. એવી જ રીતે બી ગ્રુપમાં ઈન્ગલેન્ડ લાગલગાટ ત્રણ જીત સાથે ફોર્મમાં છે. એક બાજું ઑસ્ટ્રેલિયા અને બીજી બાજુ ભારત આ બંને ગ્રુપમાં સતત આગળ આવવાનો પ્રયાસ કરશે. દરમિયાન વર્લ્ડકપના સુપર 12 રાઉન્ડ સમયે જ પૂર્વ બૉલર શેન (Shane Warne Picks teams for Semi-final) વોર્ને મોટી આગાહી કરી દીધી છે. તેણે વર્લ્ડકપ ટી-20ની સેમિફાઇલ અને ફાઇનલ માટે ટીમ પસંદ કરી લીધી છે. વોર્નના મતે આ ચાર ટીમમાંથી જ કોઈ બે ટીમ વચ્ચે (Shane Warne choose Teams for Finals) ફાઇનલ રમાશે.

શનિવારે સેન વોર્ને ટ્વીટ કર્યુ કે હું હજુ માનું છું આ ગ્રુપમાંથી સેમિફાઇલન અને ફાઇનલમાં આવનારી ટીમો આ છે. 1 ઈન્ગ્લેન્ડ, 2. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારત.વોર્ને આગળ લખ્યું કે સેમિફાઇનલ ઈન્ગલેન્ડ વર્સિસ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વર્સિસ પાકિસ્તાન થશે. એટલે ફાઇનલ ઈન્ડિયા વર્સિસ પાકિસ્તાન અથવા તો ઓસ્ટ્રેલિયા વર્સિસ ઈન્ગલેન્ડ થશે.

વોર્નની આગાહી

શેન વોર્નની આ આગાહી ટ્વીટર પર સામે આવી છે. વર્લ્ડકપ શરૂ કરતા પહેલાં પણ તેણે કહ્યું હતું ભારત-ઈન્ગલેન્ડૃ ઑસ્ટ્રેલિયા આ સિરીઝ જીતવા માટે ફેવરિટ છે. શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇન્ગલેન્ડની ભવ્ય જીત થઈ હતી. ઑસ્ટ્રેલિયાએ આપેલા 125 રનના લક્ષ્યનો પીછો કરતા ઈન્ગલેન્ડે 2 વિકેટે ગુમાવી અને 50 બોલ પ઼ડ્યા રહ્યા ત્યાં જ રન કરી લીધા હતા.

આ પણ વાંચો :   T20 world Cup IND VS NZ: ન્યૂઝીલેન્ડ સામે ભારત જીતે તો શું થાય? વિરાટની કેપ્ટનશીપ દાવ પર, કરો યા મરોનો જંગ



આજે ભારત માટે કરો યા મરોની જંગ

આજે ભારતનો ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો છે. આ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ જીતવા માટે દાવો કરશે. હારનારી ટીમ માટે વર્લ્ડકપનું સ્વપ્ન રોળાઈ શકે છે જ્યારે જીતનારી ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે અક મક્કમ ડગલુ આગળ વધી શકાય છે. આજે ભારત માટે કરો યા મરોનો જંગ છે. ન્યૂઝીલેન્ડ પણ ભારતને હરાવવા માટે પૂરતું બળ લગાવશે ત્યારે આજની મેચ ખૂબ રસપ્રદ બની રહેવાની છે.
First published:

Tags: Cricket News in Gujarati, Shane Warne, T20 world cup

विज्ञापन