T20 World cup 2021: ટી-20 વર્લ્ડકપમાં ગ્રુપ1ની બે ટીમો પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ હતી. જ્યારે ગઈકાલે અફઘાનિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની સેમિફાઇનલની આશાઓ અફઘાનિસ્તાન પર ટકેલી હતી ત્યારે આખરે ભારતની સફરનો અંત આવી ગયો છે. આજે ભારતની નામિબિયા સામે ઓપચારિક મેચ છે પરંતુ ભારતની આજની મેચ જીતે તો પણ કોઈ ફેર પડે તેમ નથી. દરમિયાનમાં હવે વર્લ્ડકપ સેમિફાઇનલની મેચના ટાઇમ ટેબલ પણ આવી ગયા છે અને તેની વિગતો આઈસીસીએ જાહેરા કરી દીધી છે.
પહેલી સેમિફાઇનલ : પહેલી સેમિફાઇનલ 10મી નવેમ્બરે અબુ ધાબીમાં રમાશે. આ સેમિફાઇનલમાં ઇન્ગલેન્ડ ન્યૂઝીલેન્ડની સામે ટકરાશે મેચનું પ્રસારણ લોકલ સમય મુજબ સાંજે 6.00 કલાકથી અને ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.
બીજી સેમિફાઇનલ
બીજી સેમિફાઇનલ 11મી નવેમ્બરે ખેલાશે. આ સેમિફાઇનલમાં ગ્રુપ બીની પ્રથમ ક્વોલિફાયર પાકિસ્તાન અને ગ્રુપ એની બીજી ક્વોલિફાયર ઓસ્ટ્રેલિયા ટકરાશે. આ મેચ દુબઈમાં સ્થાનિક સમય મુજબ સાંજે 6.00 વાગ્યાથી અને ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે જેનું જીવંત પ્રસારણ સ્ટારસ્પોર્ટ્સ અને હોટસ્ટાર પર આવશે.
રિવર્સ ડે આઈસીસીની એક એવી થિયરી છે જેના મુજબ મેચ કોઈ પણ સંજોગોમાં પડતી મૂકાય તો તેના બીજા દિવસે જ્યાંથી અધુરી હતી ત્યાંથી રમી શકાય છે. જોકે, તેના માટે પહેલા આઈસીસીના નિયમો મુજબ મિનિમમ 5-5 ઓવર સુધીની મેચ રમાવી જરૂરી છે. 5 ઑવરની મેચ પણ ન રમાઈ શકે તો રિવર્સ ડે મેચ રમાય છે.
જો ટાઇ થાય તો?
આઈસીસીના નિયમ મુજબ જો કોઈ પણ મેચ ટાઇ થાય તો સુપર ઓવર ફેંકવામાં આવે છે. પરંતુ જો સુપર ઓવર પણ ન રમાઈ શકે તો સુપર-12માં પ્રથમ સેમિફાઇનલમાં પહોંચનારી ટીમ ફાઇનલમાં પહોંચે છે. સ્થળ સમય અને સંજોગો મુજબ આઈસીસી આ મેચને બદલી શકે છે.
સુપર-12ની બંને ગ્રુપની તમામ મેચોમાં એક માત્ર પાકિસ્તાન અજય રહ્યુ છે. પાકિસ્તાન પાંચેય મેચ જીતીને 10 પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પ્રવેશી ગયું છે ત્યારે પાકિસ્તાન માટે હવે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ફાઇનલનો અંતિમ પડાવ પસાર કરવાનો છે. પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે આ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર