T20 World Cup 2021: વાહ ભાઈ વાહ! આ 12 વર્ષની ટેણીએ ડિઝાઇન કરી સ્કૉટલેન્ડ ટીમની જર્સી, નાની ઉંમરે મોટી સિદ્ધી

ICC TW20 સ્કૉટલેન્ડ ટીમની જર્સી ડિઝાઇનર છે 12 વર્ષની રિબેકા

સ્કોટલેન્ડની ટીમ ક્વોલિફાયરમાં તેની નવી જર્સી(Scotland in New Jersey) સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્કોટલેન્ડ મેન્સ ક્રિકેટ ટીમની જર્સી 12 વર્ષીય બાળકી રેબેકા ડાઉની (Rebecca Downie)એ તૈયાર કરી છે.

  • Share this:
    T20 વર્લ્ડ કપ(T20 World Cup 2021)ની શરૂઆત થઇ ચૂકી છે અને અમુક ટીમો નવી જર્સી (New Jersey)માં જોવા મળી રહી છે. ભારતીય ટીમ(Team India in New Jersey) પણ 24 ઓક્ટોબરે જ્યારે પાકિસ્તાન(INDvsPAK) સામે મુકાબલામાં ઉતરશે, ત્યારે તેની નવી જર્સી સાથે નવા અવતારમાં નજરે આવશે. તેવી જ રીતે સ્કોટલેન્ડની ટીમ પણ તેની નવી જર્સી(Scotland in New Jersey) સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્કોટલેન્ડ મેન્સ ક્રિકેટ ટીમની જર્સી 12 વર્ષીય બાળકી રેબેકા ડાઉની (Rebecca Downie)એ તૈયાર કરી છે. સ્કોટલેન્ડ બોર્ડે(Scotland) જાતે જ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. ટીમે મંગળવારે પોતાના બીજા મુકાબલામાં પીએનજીને 17 રને હરાવ્યું હતું.

    ક્રિકેટ બોર્ડે શેર કરી બાળકીની તસવીર

    ક્રિકેટ સ્કોટલેન્ડે ઇસ્ટ લોથિયનના હેડિંગ્ટનમાં રહેતી રેબેકા ડાઉની(Rebbeca Downie)ની તસવીર શેર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું કે, સ્કોટલેન્ડની કિટ ડિઝાઇનર (Scotland Kit Designer) હેડિંગ્ટનની 12 વર્ષીય રેબેકા ડાઉની. તેણી ટીવી પર અમારો પહેલો મુકાબલો નીહાળી રહી હતી, ગર્વથી તેણે તે જર્સી પહેલી હતી, જે તેણે પોતે ડિઝાઇન કરી હતી. રેબેકાનો ફરી આભાર. આ મેસેજ બાદ સોશ્યલ મીડિયા પર રેબેકાને ઘણા લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે. એક ફેને લખ્યું કે, ટૂર્નામેન્ટની સૌથી શ્રેષ્ઠ કિટ. ICCએ પણ રેબેકાને શુભેચ્છા પાઠવી હતી.

    કેવી છે ટીમની જર્સી?

    સ્કોટલેન્ડની ટીમની જર્સીમાં પર્પલ રંગની અમુક શેડ્સ છે અને સફેદ કલરથી તેના પર દેશનું નામ લખેલું છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ આ જાણીને આશ્ચર્ય ચકિત થઇ ગયા કે સ્કોટલેન્ડની જર્સી ખરેખર એક 12 વર્ષીય બાળકીએ તૈયાર કરી છે. એક યુઝરે કમેન્ટ કરી લખ્યું કે, “તમે મજાક કરી રહ્યા છો કે શું? વર્લ્ડ કપ કિટ 12 વર્ષીય બાળકી દ્વારા તૈયાર કરાઇ છે, અદ્દભૂત”

    આ પણ વાંચો :  T20 World Cup : ભારતીય ટીમની 1983થી લઈને 2021 સુધીની ટી-શર્ટ્સ, 3 દાયકાની સફર 22 તસવીરોમાં

    બાંગ્લાદેશ-પાપુઆ ન્યૂ ગીની બાદ ઓમાનને આપી મ્હાત

    આ દરમિયાન સ્કોટલેન્ડની ટીમે કોએત્ઝરના નેતૃત્વમાં ગૃપ બીના સૌથી પસંદીદા બાંગ્લાદેશને ઝટકા રૂપી હાર આપની ટી20 વર્લ્ડ કપમાં પોતાની શાનદાર સફર શરૂ કરી છે. એક સમયે સ્કોટલેન્ડ 53/6 પર હતું, પરંતુ ક્રિસ ગ્રીવ્સે(45) માર્ક વાટ(22)ની મદદથી ફરી દમદાર ઇનિંગ રમી હતી.

    આ પણ વાંચો : T20 World Cup : આ હશે ભારતની પ્લેઇંગ 11, આ દિગ્ગજો રહી શકે છે ટીમની બહાર

    બીજી તરફ સ્કોટલેન્ડે પાપુઆ ન્યૂ ગીની સામે પણ પોતાની બીજી મેચમાં જીત જાળવી રાખી અને તેને 17 રનથી હાર આપી. જ્યારે ગતરોજ એટલે કે ગુરૂવારે સ્કોટલેન્ડે ઓમાનને 8 વિકેટથી હાર આપી હતી.
    Published by:Jay Mishra
    First published: