Home /News /sport /T20 વર્લ્ડ કપ: સબા કરીમે મોહમ્મદ શમીને ગણાવ્યો જસપ્રીત બૂમરાહનો શ્રેષ્ઠ વિકલ્પ

T20 વર્લ્ડ કપ: સબા કરીમે મોહમ્મદ શમીને ગણાવ્યો જસપ્રીત બૂમરાહનો શ્રેષ્ઠ વિકલ્પ

સબા કરીમે મોહમ્મદ શમીને ગણાવ્યો જસપ્રીત બૂમરાહનો શ્રેષ્ઠ વિકલ્પ

Mohammed Shami Jasprit Bumrah: પૂર્વ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન અને પસંદગીકાર સબા કરીમે જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે પોતાની પસંદ જણાવી છે, તેને કહ્યુ કે જો બુમરાહ આગામી ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની બહાર થઇ જાય છે તો તેની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં લેવો જોઇએ. તે અનુભવી છે અને પાવર પ્લેમાં વિકેટ ઝડપી શકે છે.

વધુ જુઓ ...
    પૂર્વ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન અને પસંદગીકાર સબા કરીમે જસપ્રીત બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે પોતાની પસંદ જણાવી છે, તેને કહ્યુ કે જો બુમરાહ આગામી ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની બહાર થઇ જાય છે તો તેની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં લેવો જોઇએ. તે અનુભવી છે અને પાવર પ્લેમાં વિકેટ ઝડપી શકે છે.

    શમીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ

    મોહમ્મદ શમી કોવિડ પોઝિટિવ હોવાને કારણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધભારતની T20I ટીમમાં સામેલ નથી. શમીનો સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T20I ટીમની જાહેરાત બાદ કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, શમી વર્લ્ડકપ ટીમમાં સ્ટેન્ડ બાય તરીકે સામેલ છે. મોહમ્મદ શમીએ આ વર્ષે જુલાઇ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી જ્યારે ટી-20 ક્રિકેટની વાત કરીએ તો ગત વર્ષે વર્લ્ડકપ પછી તેને T20I મેચ રમી નથી. જોકે, તે આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ હતો અને તેને સારી બોલિંગ કરી હતી.

    આ પણ વાંચો : VIDEO: વોશિંગ્ટન સુંદર શિખર ધવનનું માથું દબાવતો જોવા મળ્યો... શું તમે ક્યારેય 'ગબ્બર'ને દક્ષિણની ભાષામાં વાત કરતા સાંભળ્યા છે?

    સાઉથ આફ્રિકા ટી-20 સીરિઝ માટે સિરાજને સામેલ કરાયો

    બીસીસીઆઇ દ્વારા રિલીઝ કરવામાં આવેલી જાહેરાત અનુસાર દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરિઝની બાકી રહેલી બે મેચ માટે ભારતીય ટીમમાં બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બાકી રહેલી બે મેચમાં મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. સિરાજે તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટ રમી છે અને ત્યા જોરદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.


    બુમરાહની ગેરહાજરી ટીમ માટે મોટો ઝટકો

    સબા કરીમે સ્પૉર્ટ્સ 18ના શો સ્પોર્ટ્સ ઓવર ધ ટોપમાં કહ્યુ, તે (બુમરાહ) એક અનોખો બોલર છે. ટી-20 ફોર્મેટમાં તમારે આવા બોલરની જરૂર રહે છે જે નવા બોલથી વિકેટ કાઢે અને પછી ડેથ ઓવરમાં પણ બોલિંગ કરી શકે. જસપ્રીત બુમરાહ આવુ કરી શકે છે અને તાજેતરના વર્ષોમાં તેને આવુ કર્યુ છે, માટે તેનો વર્લ્ડકપ ટીમમાં ના હોવુ ભારત માટે મોટો ઝટકો હોઇ શકે છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Cricket News in Guajarati, Jasprit bumrah, Mohammed Shami, Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन