Home /News /sport /ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલમાં રિષભ પંત કે કાર્તિકમાંથી કોને મળશે તક, રોહિત શર્માએ આપ્યો જવાબ

ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલમાં રિષભ પંત કે કાર્તિકમાંથી કોને મળશે તક, રોહિત શર્માએ આપ્યો જવાબ

દિનેશ કાર્તિક અને રિષભ પંત (ફાઇલ ફોટો)

T20 World Cup Rohit Sharma Press Conference: ટી-20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં ટીમની તૈયારી વિશે વાતચીત કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ પોતાની ઇજાને લઇને પણ અપડેટ આપ્યુ હતુ. સાથે જ તેમણે રિષભ પંત અને દિનેશ કાર્તિકને લઇને સવાલનો જવાબ પણ આપ્યો હતો. ભારતે 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો અને દેશે કોઇ આઇસીસી ટ્રોફી જીત્યે નવ વર્ષ થઇ ગયા છે.

વધુ જુઓ ...
    T20 World Cup Rohit Sharma Press Conference: ટી-20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં ટીમની તૈયારી વિશે વાતચીત કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ પોતાની ઇજાને લઇને પણ અપડેટ આપ્યુ હતુ. સાથે જ તેમણે રિષભ પંત અને દિનેશ કાર્તિકને લઇને સવાલનો જવાબ પણ આપ્યો હતો. ભારતે 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો અને દેશે કોઇ આઇસીસી ટ્રોફી જીત્યે નવ વર્ષ થઇ ગયા છે. એમએસ ધોનીના નેતૃત્વમાં ભારત 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યુ હતુ. એવામાં મેન ઇન બ્લૂ પાસે ખિતાબ જીતવાની સારી તક છે.

    રોહિત શર્માએ પત્રકાર પરિષદ દરમિયાન સેમિ ફાઇનલમાં પહોચવાને લઇને કહ્યુ, "આ અમારી માટે સારી તક છે. આ એક લાંબી પ્રક્રિયા છે અને અમે તેની સાથે બન્યા રહેવા માંગીએ છીએ. અમારે સારી ક્રિકેટ રમવી પડશે. દક્ષિણ આફ્રિકા સામે હારને લઇને રોહિત શર્માએ કહ્યુ, અમે જે રીતે રમ્યા પોતાની પર ગર્વ કરી શકીએ છીએ. બે સારી ટીમ બહાર થઇ ગઇ છે. અમારે સારૂ કરવુ પડશે. એક ખરાબ મેચ તમને પરિભાષિત કરી શકતા નથી.

    એડિલેડના મેદાન પર રોહિત શર્માએ શું કહ્યુ?

    એડિલેડમાં મેચને લઇને રોહિત શર્માએ કહ્યુ, ગત વર્ષે દૂબઇમાં ગ્રાઉન્ડમાં વધુ બદલાવ આવ્યો નહતો. અહીના કેટલાક મેદાન (ઓસ્ટ્રેલિયામાં) બાઉન્ડ્રી નાની છે, કેટલાકની નથી. આ એક પડકાર છે. અમે પરિસ્થિતિ સાથે સારો તાલમેલ બેસાડ્યો છે. મેલબોર્ન મોટુ મેદાન હતુ. એડિલેડમાં અમારી પાસે પુરી રીતે અલગ પરિદ્રશ્ય છે અને અમે જાણીયે છીએ કે અહી કઇ રીતની યોજનાની જરૂરત છે.

    દિનેશ કાર્તિક અને રિષભ પંત પર રોહિત શર્માએ શું કહ્યુ

    દિનેશ કાર્તિક અને રિષભ પંતને લઇને રોહિત શર્માએ કહ્યુ, ડીકે અને રિષભ પંતને લઇને ગત મેચમાં પણ મે કહ્યુ હતુ કે પંત એકમાત્ર ખેલાડી છે જેને પર્થમાં રમાયેલી બે મેચને છોડીને આ પ્રવાસમાં રમવાની તક મળી ન હતી. તે અનૌપચારિક પ્રેક્ટિસ રમ્યો હતો પરંતુ ત્યારથી તેને રમવાની તક મળી નથી. અમે તેને ગેમ ટાઇમ આપવા માંગતા હતા અને જો જરૂરત પડી તો સેમિ ફાઇનલ અને ફાઇનલમાં બદલાવ માટે ઓપ્શન પણ ઇચ્છીએ છીએ. કોઇ ખેલાડીને સીધા રમવાની તક આપવી યોગ્ય નહી હોય. અમે બધાને તૈયાર રહેવા કહ્યુ છે. અમે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ડાબા હાથના બેટ્સમેનને તક આપવા માંગતા હતા. કાલે શું થવાનું છે, અત્યારે નહી જણાવુ.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Dinesh karthik, India vs england, Rishabh pant, T20 WorldCup, રોહિત શર્મા

    विज्ञापन
    विज्ञापन