Home /News /sport /T20 વર્લ્ડ કપ: રોહિત શર્માએ જણાવ્યું, ભારત કેમ હાર્યું?

T20 વર્લ્ડ કપ: રોહિત શર્માએ જણાવ્યું, ભારત કેમ હાર્યું?

ટીમ ઈન્ડિયાની હારથી ભારત નિરાશ

T20 World Cup 2022: ટી-20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ છે. તેણે કહ્યું, "આજે જે થયું તે ખૂબ જ નિરાશાજનક છે. અમે તે સ્કોર સુધી પહોંચવા માટે સારી બેટિંગ કરી પરંતુ અમે સારી બોલિંગ કરી શક્યા ન હતા. આ એવી વિકેટ નથી કે જ્યાં કોઈ ટીમ 16 ઓવરમાં મેચ જીતે, પરંતુ આવી રીતની વસ્તુઓ થઈ શકે છે. મેં કહ્યું તેમ, અમે સારી બોલિંગ કરી શક્યા નહીં"

વધુ જુઓ ...

    રોહિત શર્માએ કહ્યું, "જ્યારે નોકઆઉટ સ્ટેજની વાત આવે છે, ત્યારે તે દબાણને હેન્ડલ કરવાની વાત છે, પરંતુ દરેક વ્યક્તિ સાથે તે અલગ છે. તમે કોઈની પાસે જઈને દબાણને કેવી રીતે હેન્ડલ કરવું તે સમજાવી શકતા નથી. ખેલાડીઓએ એટલું ક્રિકેટ રમ્યું છે કે તેઓ તેને જાણે છે. આઈપીએલ ખૂબ જ ઉચ્ચ દબાણની રમત છે. આમાંના કેટલાક ખેલાડીઓ તે દબાણને સારી રીતે સંભાળે છે."

    તેણે કહ્યું, "અમે જે રીતે બોલિંગની શરૂઆત કરી તે આદર્શ ન હતી, જે દર્શાવે છે કે અમે થોડા નર્વસ હતા, પરંતુ તમારે ઈંગ્લેન્ડના ઓપનરોને પણ શ્રેય આપવો પડશે, તેઓએ સારી મેચ રમી."

    બોલના સ્વિંગ વિશે વાત કરતા રોહિતે કહ્યું, "જ્યારે ભુવનેશ્વરે પહેલી ઓવર ફેંકી ત્યારે મને લાગ્યું કે બોલ સ્વિંગ થયો છે, પરંતુ તે યોગ્ય જગ્યાએ થઇ શક્યો નહીં. અમે વાત કરી હતી કે આપણે બોલને સ્ટમ્પની નજીક ચુસ્ત રીતે રાખીને બોલિંગ કરીશુ, રૂમ નહીં આપીએ કારણ કે અમે એડિલેડ મેદાનને જાણીએ છીએ. અમને ખબર છે કે ક્યાં રન વધારે બને છે, સ્ક્વેર ઓફ ધ વિકેટ અંગે અમે જાણતા હતા અને ત્યાં જ મોટાભાગના રન ત્યાં જ ગયા છે. અમે જે બોલિંગ સ્ટ્રેટેજી ધારી હતી તે આજે કામ કરી શકી નહતી અને આ અમારા માટે નિરાશાજનક બાબત છે."

    ફાઈનલ મેચ

    ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં ભારતને 10 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનારી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND Vs ENG, T20 World Cup 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन