Home /News /sport /T20 વર્લ્ડ કપની પ્રાઈઝ મની જાહેર, જાણો ચેમ્પિયન ટીમને કેટલા રૂપિયા મળશે?

T20 વર્લ્ડ કપની પ્રાઈઝ મની જાહેર, જાણો ચેમ્પિયન ટીમને કેટલા રૂપિયા મળશે?

સેમીફાઈનલમાં હારનાર ટીમને પણ મળશે કરોડો

T20 World Cup 2022 Prize Money: ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને ઈનામી રકમ તરીકે $1.6 મિલિયન (લગભગ 13 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શુક્રવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને ઈનામી રકમ તરીકે $1.6 મિલિયન (લગભગ 13 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શુક્રવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

    ICCએ તેના નિવેદનમાં કહ્યું, “13 નવેમ્બરે મેલબોર્નમાં ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ જીતનારી ટીમને 1.6 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ આપવામાં આવશે. તો રનર અપ ટીમને 8 લાખ યુએસ ડોલર એટલે કે લગભગ સાડા છ કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે. T20 વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ 5.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 45 કરોડ રૂપિયા હશે.

    આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ: સબા કરીમે મોહમ્મદ શમીને ગણાવ્યો જસપ્રીત બૂમરાહનો શ્રેષ્ઠ વિકલ્પ

    જણાવી દઇએ કે આ વખતે વિશ્વ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. 8 ટીમો 16થી 21 ઓક્ટોબર સુધી ક્વોલિફાયર રમશે, જેમાંથી 4 ટોપ ટીમો સુપર 12માં સીધી ક્વોલિફાઇ કરનારી ટોપ રેન્કિંગવાળી 8 ટીમો સાથે રમશે.

    સેમીફાઈનલમાં હારનારી ટીમને પણ મળશે કરોડો રૂપિયા

    ICC અનુસાર, સેમીફાઈનલમાં હારનારી ટીમને કુલ ઈનામી રકમમાંથી $4 લાખ (રૂ. 3.26 કરોડ) મળશે. 8 ટીમોમાંથી જે સુપર 12 રાઉન્ડમાંથી બહાર છે, દરેક ટીમને ઈનામ તરીકે 70 હજાર યુએસ ડોલર (57 લાખ) મળશે. ગયા વર્ષના ICC T20 વર્લ્ડ કપની જેમ ટીમને સુપર-12 રાઉન્ડમાં ત્રીસ મેચમાંથી દરેક જીત માટે 40 હજાર યુએસ ડોલર મળશે.


    અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા - સુપર-12 રાઉન્ડમાં 8 ટીમો સીધી રીતે ક્વોલિફાય થાય છે.

    અન્ય આઠ ટીમો - ગ્રુપ Aમાં નામીબિયા, શ્રીલંકા, નેધરલેન્ડ, UAE અને ગ્રુપ Bમાં વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે -ને ચાર ટીમોના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. આ ટીમો વચ્ચે પ્રથમ રાઉન્ડની મેચો થશે . પ્રથમ રાઉન્ડમાં મેચ જીતવા પર ટીમને 40 હજાર યુએસ ડોલર (32 લાખ રૂપિયા) મળશે. પ્રથમ રાઉન્ડમાં બહાર થનારી ચાર ટીમોમાંથી દરેકને ઈનામ તરીકે 40 હજાર ડોલર મળશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन