T20 World cup : પાકિસ્તાનની ટીમનો Video, નામિબિયા સામે જીત્યા પછી કર્યુ એવું કામ કે લોકો કરવા લાગ્યા વાહ વાહ

નામિબિયાના ડ્રેસિંગ રૂમમાં જઈ પાકિસ્તાનની ટીમે અભિનંદન આપ્યા

T20 World cup pak vs Nam : પાકિસ્તાનની ટીમ નામિબિયા સામે જીત્યા બાદ ડ્રેસિંગ રૂમ પહોંચી અને ત્યાં જઈને તમામ ખેલાડીઓને ચિયરઅપ કર્યા

  • Share this:
    દુબઇ ખાતે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ (T20 world cup)  દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમના શાનદાર પ્રદર્શનથી ફેન્સના દિલ જીતી લીધા છે. પાકિસ્તાનની ટીમે બાબર આઝમના નેતૃત્વમાં નામ્બિયા (PAK VS NAM) સામે પણ 45 રને જીત મેળવી હતી. જોકે, મેચ બાદ પાકિસ્તાનની આખી ટીમ નામ્બિયાની ટીમને (Pakistan Team visits Dressing room of Namibia)  ચીયર અપ કરવા માટે તેમના ડ્રેસિંગ રૂમમાં અચાનક જ જય પહોંચી હતી.

    પાકિસ્તાની ટીમે ધમાકેદાર મેચ બાદ તરત જ નામ્બિયન ડ્રેસિંગ રૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને મેચમાં ટીમના શાનદાર ખેલ માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

    પાકિસ્તાની ટીમે નામ્બિયન ટીમના ડ્રેસિંગ રૂમમાં મુલાકાત લીધી તે સમયનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાનની ટીમના શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ હાફીઝ, હસન અલી, ફખર ઝમાન અને શાદાબ ખાન નામ્બિયન ટીમ સાથે આનંદની પળો માણતા જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે પાકિસ્તાન UAEમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની હતી.

    આ પણ વાંચો : Rahul Dravid : ટીમ ઈન્ડિયાને મળ્યા નવા ગુરૂ,મુખ્ય કોચ તરીકે દ્રવિડની નિયુક્તિ, શાસ્ત્રીનું 'પિક્ચર પુરુ'

    બાબર રિઝવાનનો તરખાટ

    ટોસ બાદ પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરીને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની પાકિસ્તાની ઓપનિંગ જોડીએ ટીમને મજબૂત શરૂઆત આપી હતી. મજબૂત શરૂઆત બાદ પાકિસ્તાને 20 ઓવર બાદ 189/2નો વિશાળ સ્કોર બનાવી શકી હતી.



    પાક. ટીમના વિકેટકીપર રિઝવાને 50 બોલમાં 79 રન ફટકારીને અણનમ રહ્યો હતો, જ્યારે કેપ્ટ્ન બાબર આઝમે 49 બોલમાં 70 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નામ્બિયાની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી હતી. નામ્બિયાના સ્ટાર પ્લેયર ડેવિડ વાઈસે 31 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. હવે પાકિસ્તાની ટીમ તેના છેલ્લી સુપર 12 મેચમાં સ્કોટલેન્ડ સામે ટકરાશે.

    આ પણ વાંચો :  Shubman gill : શુબમન ગીલની પોસ્ટ-પરીઓના પ્રેમમાં ન પડાય! લોકોએ પૂછ્યું, 'કેમ સારા સાથે બ્રેકઅપ...'

    પાકિસ્તાનનો સેમિફાઇલમાં પ્રવેશ

    મહત્વનું છે કે, ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ત્રણ મેચ જીત્યા બાદ પાકિસ્તાન છ પોઈન્ટ સાથે ગ્રુપ 2માં ટોપ પર છે. ત્યારે નામિબિયા માટે પાકિસ્તાનના પડકાર સામે ટકી રહેવું સરળ નહીં હોય. જોકે, સુપર 12ના રાઉન્ડમાં નામિબિયાએ પણ પોતાનો વિજય નોંધાવ્યો છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં અત્યારસુધીમાં એકપણ મેચ હાર્યું નથી. પાકિસ્તાને સૌપ્રથમ ભારતને હરાવ્યું હતું. ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ જીત મેળવી હતી.
    First published: