T20 World Cup 2021: આજે અબુધાબીમાં રમાયેલા પાકિસ્તાન નામિબિયા (T20 world Cup PAK VS NAM )ની મેચમાં પાકિસ્તાનનો ઐતિહાસિક 56 રને વિજય થયો છે. પાકિસ્તાને સુપર-12માં સતત ચોથીવાર જીત મેળવી અને ઈતિહાસ રચી દીધો છે. આ પાકિસ્તાનની આ જીતની સાથે જ નવો રેકોર્ડ સર્જોયો છે. પાકિસ્તાન જીત સાથે વર્લ્ડટી-20ની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે પાકિસ્તાન વર્લ્ડ ટી-20ની સેમિફાઇનલમાં પાંચમી વાર પહોંચ્યું છે. અત્યારસુધીમાં શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ 4-4વાર સેમિફાઇનલમાં પહોંચી હતી. જોકે, પાકિસ્તાને આજે નવો ઈતિહાસ સર્જી દીધો છે.
પાકિસ્તાનને જોરદાર બેટિંગ કરી : પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઑવરમાં બે વેકિટ ગુમાવી અને 189 રન બનાવ્યા હતા. બાબર આઝમ અને રિઝવાનની જોડીએ સતત સારું પ્રદર્શન કર્યુ હતું. રિઝવાને નોટાઆઉટ 79 રન બનાવી અને બેટિંગનો મોરચો પાવરધો બનાવી દીધો હતો. આ લક્ષ્ય નામિબિયા માટે હાસલ કરવો લગભગ અશક્ય હતો
પાકિસ્તાનને મેચની શરૂઆતમાં થોડી નબળી બોલિંગ કરી હતી અને રન પણ આપ્યા હતા. હિટ બોલર શાહિન શાહ આફ્રિદી આજની મેચમાં ફ્લોપ રહ્યો હતો. જોકે, હસન અલીથી લઈને અન્ય બોલરોએ ખૂબ સારો દેખાવ કર્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના લક્ષ્યનો પીછો કરતા નામિબિયા 144 રન બનાવી શક્યું હતું.
પાકિસ્તાનના ક્રિકેટર વિકેટ કિપર મોહમ્મદ રિઝવાનને મેન ઓફ ધી મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. રિઝવાને પ્રેઝેન્ટેશન સેરેમનીમાં પોતાના દેશને સંદેશો આપ્યો કે દુવાઓમાં અમને યાદ રાખજો તમારા માટે વર્લ્ડકપ જીતીને આવીશું. આ કપ તમારો જ છે. અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ.
બાબર આઝમે મેચ પછી કહ્યું કે આખી ટીમ મહેનત કરી રહી છે. અમે સતત લડી રહ્યા છીએ. મેચ જીતવા માટે અમે તમામ રણનીતિ અજમાવી રહ્યા છીએ. આજે અમે પ્રથમ બેટિંગ કરીને ટાર્ગેટ સેટ કરવાનો અનુભવ લેવા માગતા હતા. આજે ટોસ જીત્યા છતાં નવી રણનીતિ સાથે પ્રથમ બેટિંગ કરી. જોકે, અમને અમારી બેટિંગ પર વિશ્વાસ હતો. આખી ટીમ મહેનત કરી રહી છે. અમારો ગોલ તો વર્લ્ડકપ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર