Home /News /sport /T20 World Cup: અફઘાનિસ્તાન હાર્યું પણ રાશીદ ખાને તોડ્યો મલિંગા અને શાકીબનો આ રેકોર્ડ

T20 World Cup: અફઘાનિસ્તાન હાર્યું પણ રાશીદ ખાને તોડ્યો મલિંગા અને શાકીબનો આ રેકોર્ડ

રાશિદ ખાને સર્જ્યો ઈતિહાસ ટી-20માં તોડ્યો રેકોર્ડ

T20 world cup PAK vs AFG : અફઘાનિસ્તાનના આ બૉલરે ગઈકાલે પાકિસ્તાન સામેની મેચમાં ભીસ પાડી દીધી હતી

ટી20 વર્લ્ડ કપ-2021 (T20 World Cup-2021)માં પાકિસ્તાને અફઘાનિસ્તાન (AFG vs PAK)ને હરાવી સુપર 12માં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામે ભલે 5 વિકેટે હારી ગઈ હોય, પણ રાશીદ ખાને આ મેચમાં ઇતિહાસ રચી નાખ્યો છે. રાશીદ ખાન (Rashid khan) ટી20 આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે.  આ મેચમાં અફઘાનિસ્તાનની હાર થઈ છે પરંતુ રાશિદ ખાને નામ કાઢ્યું છે. રાશિદ ખાનનો આ રેકોર્ડ જાણવા જેવો છે.

લસીથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો  : રાશિદ ખાને સૌથી ઝડપી વિકેટ લેવામાં શ્રીલંકાના બોલર મલિંગાનો રેકોર્ડ તોડ્યો છે. મલિંગાએ 76 મેચમાં 100 વિકેટ લીધી હતી. જ્યારે રાશીદ ખાને 53 મેચમાં 100 વિકેટ લઈ તેનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ બાંગ્લાદેશના શાકીબ અલ હસન અને ટીમ સાઉથીએ 84 મેચમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2 વખત પાંચ અને 4 વખત ચાર વિકેટ લઈ ચુક્યો છે

રાશિદ ખાને પાકિસ્તાન સામેની ઈનિંગમાં 15મી ઓવરના પ્રથમ બોલ પર મોહમ્મદ હાફિઝ (10)ને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારબાદ તેણે ગુલબદીન નાયકને કેચ આઉટ કરાયો હતો. ત્યારબાદ તેણે સુકાની બાબર આઝમને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ તેની વિકેટની સંખ્યા 101 સુધી પહોંચી હતી. રાશિદની પાસે હવે 53 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં કુલ 101 વિકેટનો રેકોર્ડ છે. તેણે એક જ મેચમાં 2 વખત 5 વિકેટ અને 4 વખત 4 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : T20 World Cup: 6,0,6,0,6,6 ધોનીની જેમ પાકિસ્તાનના આ બૉલરે એક ઓવરમાં 4 સિક્સર મારી ટીમ જીતાડી, જુઓ Video

અફઘાનિસ્તાન પાકિસ્તાનના મેચમાં શું થયું?

પાકિસ્તાને સુપર-12 સ્ટેજની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતુ. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. પાકિસ્તાન તરફથી સુકાની બાબર આઝમે સૌથી વધુ 51 રન ફટકાર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ આસિફ અલીએ ઈનિંગની 19મી ઓવરમાં કરીમ જનાતની બોલિંગમાં 4 છગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો : T20 world cup: વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર આ છે Top 5 બોલર્સ, જાણો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે, ટી-20 આંતરરાષ્ટ્રીયમાં રાશિદ કરતા શાકિબ અલ હસન અને લસિથ મલિંગા જ આગળ છે. શાકિબની 94 મેચમાં 117 અને મલિંગાની 84 મેચમાં 107 વિકેટ છે. રાશિદ ટી-20 ક્રિકેટનો સૌથી ઇકોનોમિક સ્પિનર છે. ટી-20 ક્રિકેટમાં 50 કે તેથી વધુ વિકેટ ઝડપતા બોલરોમાં રાશિદનો ઇકોનોમી રેટ બીજો સૌથી નીચો છે.
First published:

Tags: Pak vs AFG, T20 world cup

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો