T20 world cup PAK vs AFG :ટી-20 વર્લ્ડકપમાં ગઈકાલે પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સામે મુકાબલો હતો. આ જંગમાં પાકિસ્તાનના ઑલરાઉન્ડર આસિફ અલીએ સપાટો બોલાવ્યો છે. આસિફ અલીએ છેલ્લી ઓવરમાં ધોનીની જેમ 4 સિક્સર ફટકારી અને પોતાની ટીમને જીતા઼ડી હતી. આસિફ અલીએ 19મી ઑવરમાં 4 સિક્સર ફટકારી અને પાકિસ્તાનને ભવ્ય જીત અપાવી હતી. આસિફ અલીના આ શાનદાર પ્રદર્શન બાદ તેની ચોમેર વાહ વાહી થઈ રહી છે. અફઘાન કેપ્ટન મોહમ્મદ નબીના ખેલાડીઓએ આસિફ ક્રીઝ પર ન આવે ત્યાં સુધી ડેથ ઓવર્સમાં વિરોધીઓ પર કાબૂ રાખવા માટે યોગ્ય કામ કર્યું. પાકિસ્તાનને મેચ જીતી જવા માટે છેલ્લા 12 બોલમાં 24 રનની જરૂર હતી આ વખતે આસિફ અલીએ બોલર કરીમ જનાત સામે ચાર જોરદાર શોટ વડે 25 રન ફટકારી અને પાકિસ્તાનને શાનદાર જીત અપાવી હતી.
આસિફે 18મી ઓવરની શરૂઆત લોંગ-ઓફ પર છગ્ગો ફટકારી અને કરી હતી. જનાતે ડોટ બોલ વડે સ્થિતિને શાંત કરવામાં સફળ રહ્યો, પરંતુ પાકિસ્તાનના બેટ્સમેનની યોજના અલગ હતી. તેણે ડીપ મિડ-વિકેટ પર ત્રીજા બોલ પર વધુ એક છગ્ગો માર્યો ત્યારબાદ વધુ એક ડોટ બોલ ગયો હતો. જોકે, આ ડોટ બોલ બાદ ફરી બે બૉલમાં બે સિક્સર ફટકારી અને આસિફ અલીએ અફઘાનિસ્તાન સામે હારી રહેલી ટીમને સફળતા અપાવી હતી. બાકી એક તરફે અફઘાનિસ્તાન આ મેચમાં જીતની સ્થિતિમાં પહોંચી ગયું હતું પરંતુ આસિફે આ બાજીને પલટી નાખી હતી.
આસિફના ચારેકોર વખાણ
આસિફના ધમાકેદાર દાવ અને ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સતત ત્રીજી જીતે સોશિયલ મીડિયાને ધૂમ મચાવી દીધી. ક્રિકેટ જગતના લોકો આગળ આવ્યા અને માત્ર 7 બોલમાં 25 રનની અણનમ ઇનિંગ માટે 30 વર્ષીય બેટ્સમેનની પેટભરીને પ્રસંશા કરી હતી. આસિફની આ ઈનિંગના કારણે પાકિસ્તાનનો જ્વલંત વિજય થયો છે. અગાઉ ન્યૂઝીલેન્ડ સામે પણ આસિફે જ જીત અપાવી હતી.
આ વર્લ્ડકપમાં પાકિસ્તાનની સતત ત્રીજી જીત થઈ છે. પ્રથમ મેચમાં ભારત સામે 10 વિકેટે જીત મેળવ્યા બાદ પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટે જીત મેળવી હતી જ્યારે ગઈકાલે અફઘાનિસ્તાન સામે પણ 5 વિકેટે જીત મેળવી હતી. આમ પાકિસ્તાન સજીત સાથે સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર