NZ vs AFG: અફઘાનિસ્તાનનો ધબડકો! ભારત T20 World cupમાંથી બહાર, ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલમાં પ્રવેશ

NZ vs AFG T20 World Cup Match : આજની મેચમાં અફઘાનિસ્તાનની હાર જીત પર ભારતનો મદાર હતો

New Zealand vs Afghanistan, T20 World Cup 2021: આજે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ, ભારતની સમગ્ર આશાઓ આ મેચ પર આધારિત હતી

  • Share this:
    NZ vs AFG: આજે ન્યૂઝીલેન્ડ વર્સિસ અફઘાનિસ્તાનની મેચ ખેલાઈ (New Zealand vs Afghanistan). આ મેચનું મહત્ત્વ ભારત માટે ખાસ હતું. ટી-20 વર્લ્ડકપની આ મેચ ભારતને આગળનો રસ્તો અપાવી શકે તેમ હતી. આ મેચ વર્લ્ડકપમાં આ મેચ ભારતનું ભવિષ્ય નક્કી કરી ચુકી છે. પોઇન્ટ ટેબલની દૃષ્ટીએ જોઈએ તો ન્યૂઝીલેન્ડ ભારતથી બે પોઇન્ટ પર (Point Table of World Cup T-20 Group B) આગળ હતું એટલે ભારતની તમામ આશાઓ આ મેચ પર ટકેલી હતી. ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચના પરિણામ પર આધાર રાખવો પડે તેમ હતો. જોકે, ન્યૂઝીસલેન્ડ સામેની આ મેચમાં અફઘાનિસ્તાનનો ધબડકો થઈ જતા ભારત માટે પારકી આશા સદા નિરાશા જેવું થયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાન માત્ર 124 રન કરી શક્યું હતું. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે આસાનીથી આ પડાવ પસાર કરી લીધો હતો.

    ભારત માટે નિરાશા : આજની મેચમાં ભારત માટે નિરાશા સાંપડી છે. ભારત માટે આ મેચ આશાનું કિરણ લઈને ત્યારે જ આવી શકતી જ્યારે અફઘાનિસ્તાન પ્રથમ બેટિંગ કરતા 170 કે તેથી વધુનો સ્કોર ખડક્યો હોત. એટલું જ નહીં અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને 44 રને માત આપવાની હતી અને તેની સામે ભારતે નામિબિયાને સ્કોટલેન્ડની જેમ મોટા માર્જિનથી હારવવાની હતી. જોકે, ન્યૂઝીલેન્ડ આ મેચમાં અફઘાનિસ્તાન પર ભારે પડ્યું હતું.

    અફઘાનિસ્તાન જીતમાં આવા સમીકરણો હતા

    અફઘાનિસ્તાન આજની મેચમાં જીતી જાય તો ભારતને મોટો ફરક પડે તેમ હતો. ભારત નામિબિયા સામે મોટા માર્જીનથી જીત મેળવે તો નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડને પછાડી અને આગળ વધી શકે તેવી સ્થિતિ હતી.

    આ પણ વાંચો : ENG vs SA: T20 world Cup 2021ના સૌથી લાંબા છગ્ગાનો Video, ઈંગ્લેન્ડના ખેલાડીએ રબાડાને ધોઈ નાખ્યો

    આજની ન્યૂઝીલેન્ડની હાર અને તેની રન રટ ભારત માટે સેમિફાઇનલનો દ્વાર ખોલી શકે તેમ હતી. ભારત માટે આ મેચ પાકિસ્તાનની મેચ કરતાં પણ વધુ જરૂરી બની ગઈ હતી. જોકે, ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાન સામે ઉતકૃષ્ઠ રમત દર્શાવી હતી.

    આ પણ વાંચો : T20 World cup : ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવી દે તો શું થાય? જાડેજાના રોકડા જવાબનો Viral Video

    ભારતનું સેમિફાઇનલમાં પહોંચવાનું સમીકરણ હતું આવું

    ભારતે સેમિફાઇનલમાં પહોંચવું હોય તો સ્કોટલેન્ડની જેમ નામિબિયાને મોટા અંતરથી હરાવવું પડે તેમ હતું. આજે અફઘાનિસ્તાન જીતે તો જ આ શક્ય હતું. જોકે, ન્યૂઝીલેન્ડનો ટ્રેક રેકોર્ડ જોતો તે અફઘાનિસ્તાન સામે હારી જાય તેવું જણાતું નહોતું પરંતુ છતાં ક્રિકેટ અનિશ્ચતતાઓથી ભરેલી રમત હોવાથી કઈ પણ શક્ય હતું. આમ આજની મેચમાં ભારતને ફાઇનલ સુધી લઈ જવા માટેનો રસ્તો અફઘાનિસ્તાન જ ખોલી શકે તેમ હતું પરંતુ આ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
    Published by:Jay Mishra
    First published: