NZ vs AFG: આજે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તો શું થાય? પોઇન્ટ ટેબલની છે રમત

NZ vs AFG T20 World Cup Match : આજની મેચમાં અફઘાનિસ્તાનની હાર જીત પર ભારતનો મદાર છે.

New Zealand vs Afghanistan, T20 World Cup 2021: આજે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ, ભારતની સમગ્ર આશાઓ આ મેચ પર આધારિત છે

  • Share this:
    NZ vs AFG: આજે ન્યૂઝીલેન્ડ વર્સિસ અફઘાનિસ્તાનની મેચ છે (New Zealand vs Afghanistan) આ મેચનું મહત્ત્વ ભારત માટે ખાસ છે. ટી-20 વર્લ્ડકપની આ મેચ ભારતને આગળનો રસ્તો અપાવી શકે છે. વર્લ્ડકપમાં આ મેચ ભારતનું ભવિષ્ય નક્કી કરશે. પોઇન્ટ ટેબલની દૃષ્ટીએ જોઈએ તો હાલમાં ન્યૂઝીલેન્ડ ભારતથી બે પોઇન્ટ પર (Point Table of WorldCup T-20 Group B) આગળ છે એટલે ભારતની તમામ આશાઓ આ મેચ પર ટકેલી છે. ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચના પરિણામ પર આધાર રાખવો પડશે.

    ન્યૂઝીલેન્ડ જીતે તો શું થાય : આજની મેચમાં જો ન્યૂઝીલેન્ડ જીતી જાય તો ભારતની તમામ ઉમ્મીદો પર પાણી ફરી વળશે પરંતુ જો ન્યૂઝીલેન્ડ આજે હારી જાય તો ભારત માટે આશા છે. ન્યૂઝીલેન્ડ આજે જીતે તો પોઇન્ટ ટેબલ પર તેમની સ્થિતિ 8 પોઇન્ટ પર પહોંચી જશે અને તે આ મેચની જીત સાથે આગળ પહોંચી જશે. જ્યારે ભારત હાલમાં 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ત્રીજા ક્રમે છે અને નામિબિયા સામે મેચ રમવાની બાકી છે.

    અફઘાનિસ્તાન જીતે તો શું થાય

    અફઘાનિસ્તાન આજની મેચમાં જીતી જાય તો ભારતને મોટો ફરક પડશે. ભારત નામિબિયા સામે મોટા માર્જીનથી જીત મેળવે તો નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડને પછાડી અને આગળ વધી શકશે. આજની ન્યૂઝીલેન્ડની હાર અને તેની રન રટ ભારત માટે સેમિફાઇનલનો દ્વાર ખોલી શકે એમ છે. ભારત માટે આ મેચ પાકિસ્તાનની મેચ કરતાં પણ વધુ જરૂરી બની ગઈ છે.

    આ પણ વાંચો : T20 World cup : ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવી દે તો શું થાય? જાડેજાના રોકડા જવાબનો Viral Video

    ભારતને સેમિફાઇનલમાં પહોંચવાનું સમીકરણ

    ભારતે સેમિફાઇનલમાં પહોંચવાનું હોય તો સ્કોટલેન્ડની જેમ નામિબિયાને મોટા અંતરથી હરાવવું પડશે. આજે અફઘાનિસ્તાન જીતે તો જ આ શક્ય છે. જોકે, ન્યૂઝીલેન્ડનો ટ્રેક રેકોર્ડ જોતો તે અફઘાનિસ્તાન સામે હારી જાય તેવું જણાતું નથી પરંતુ છતાં ક્રિકેટ અનિશ્ચતતાઓથી ભરેલી રમત હોવાથી કઈ પણ શક્ય છે. આમ આજની મેચમાં ભારતને ફાઇનલ સુધી લઈ જવા માટેનો રસ્તો અફઘાનિસ્તાન જ ખોલી શકે છે.

    ગ્રુપ-એમાંથી ઇન્ગલેન્ડ ઓસ્ટ્રેલિયા અને બીમાંથી પાકિસ્તાન પહોંચ્યા

    સેમિફાઇનલ માટેના જંગમાં ગ્રુપ એમાંથી ઓસ્ટ્રેલિયા અને ઇન્ગલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે જ્યારે ગ્રુપ બીમાંથી પાકિસ્તાન પહોંચી ગયું છે. આજે ન્યૂઝીલેન્ડ જીતે તો તેનો મુકાબલો ઇન્ગલેન્ડ સાથે થશે જ્યારે પાકિસ્તાનનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થવાનો છે. આમ વર્લ્ડકપની સેમિફાઇનલ માટે ફક્ત એક જ ટીમ ઘટે છે.
    Published by:Jay Mishra
    First published: