T20 World cup : વર્લ્ડ કપ માટે New Zealandની ટીમમાં આ ખેલાડીઓ હશે, એકથી એક પાવરધા છે આ પ્લેયર

ન્યૂઝીલેન્ડની ટીમની તસવીર : સૌજન્ય @BLACKCAPS

ICCT20WC New Zealand Squad : ભારત સહિત વિશ્વભરની ટીમો સામે ન્યૂઝીલેન્ડની (New Zealand Squad )ની આ ટીમ ટકરાશે. એકથી એક ચડિયાતા છે ખેલાડી

 • Share this:
  T20 વર્લ્ડ કપ (world cup) માં ન્યૂઝીલેન્ડની ટીમ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. ICC T20 World Cup 2021ની ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમવાશે. તેનું સાતમું એડિશન 17 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ ગયું છે. કોવિડ-19 ના કારણે લોકેશન ચેન્જ કરવામાં આવ્યું છે. હવે આ ટુર્નામેન્ટ યુનાઈટેડ અરબ એમિરેટ્સ (UAE) અને ઓમાનમાં રમવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, BCCI જ આ મેચને હોસ્ટ કરશે. ત્યારે T20 world cupમાં ભાગ લેનાર ન્યૂઝીલેન્ડ ટીમ 2021 વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.

  T20 world cup ન્યુઝીલેન્ડ સ્ક્વોડ  :  ઓક્ટોબરથી નવેમ્બર સુધી United Arab Emiratesમાં રમાનાર T20 World Cup માટે કાઈલ જેમિનસન અને લોકી ફર્ગ્યૂસનને ન્યુઝીલેન્ડ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.

  ભારતની યાત્રા માટે વ્હાઈટ બોલવાળા સ્ક્વેડમાં 32 ખેલાડીઓ સામેલ હશે, જેમાં કેંટરબરીના ઓલરાઉન્ડર કોલ મેકકોન્ચી અને વેલિંગ્ટનના ફાસ્ટ બોલર બેન સિયર્સ શામેલ છે. આ બંને પ્લેયર બ્લેકકેપ સેટમાં નવા ખેલાડી છે. વેલિંગ્ટનના કોચ ગ્લેન પોકનોલના નેતૃત્વમાં માઈક સેન્ડલ અને રેગ્યુલર બોલિંગ કોચ શેન જુર્ગેંસન બાંગ્લાદેશ અને પાકિસ્તાનની યાત્રા દરમિયાન નવા કોચિંગ સ્ટાફનું નેતૃત્વ કરશે. ટોમ લેથમ ટેસ્ટ અને T20 World Cup દરમિયાન કેપ્ટન તરીકે કામ કરશે, જેમાં કેન વિલિયમસન અને ગેરી સ્ટીડ ટીમ બનાવશે.

  પાકિસ્તાન સામે રમાનાર મેચમાં રોસ ટેલરની પસંદગી થઈ ગઈ હતી. તેમ છતાં, રોસ ટેલરે આગામી ભારતીય ટેસ્ટ સીરિઝ માટે ઘરે રહીને તૈયારી કરવાનો નિર્ણય કર્યો છે. ગરમી અને ઓછા સમયને કારણે રોસ ટેલરે ન્યુઝીલેન્ડમાં જ તૈયારી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ માટે બ્લેકકેપ પ્લેયર ક્રિસમસ પહેલા ન્યુઝીલેન્ડ પહોંચી જશે અને 23 તારીખથી MIQથી ટ્રેઈનિંગની શરૂઆત કરશે.

  ન્યુઝીલેન્ડ T20 World Cup ટીમ

  કેન વિલિયમસન, ટોડ એસ્ટલે, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચંપન, ડેવોન કોન્વે, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટીલ, કાયલી જેમિનસન, ડેરિલ મિશેલ, જીમી નિશામ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટીમ સૈફર્ટ (wk), ઈશ શોઢી, ટીમ સાઉથી, એડમ મિલને * (injury cover) ટી 20 વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ બાંગ્લાદેશ અને પાકિસ્તાન જશે, ત્યારબાદ એશિયામાં ઈન્ટરનેશનલ સીરિઝની ટેસ્ટ અને 20-20 મેચ રમશે.

  મેકકોન્ચી અને સિયર્સ ઉપરાંત, અનેક પ્લેયર્સ ન્યુઝીલેન્ડ ટીમમાં પ્રથમ વાર રમી રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન યાત્રા દરમિયાન ન્યુઝીલેન્ડ ક્રિકેટે યોગ્ય પ્લેયર્સની પસંદગી કરી છે. આ યાત્રામાં 32 ખેલાડીઓ શામેલ હશે. ટોમ લાથમ સ્કિપર તરીકે, કેન વિલિયમસન અને ગેરી સ્ટીડ T20 વર્લ્ડ કપમાં અલગ કોચિંગ ગ્રુપ સાથે જોવા મળશે.

  કોચ ગ્લેન પોકનોલ અને માઈક સેંડલ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની યાત્રા દરમિયાન ટીમના કોચ રહેશે. શેન જુર્ગેંસન પાકિસ્તાન T-20 સીરિઝનું નેતૃત્વ કરશે.

  આ પણ વાંચો :  T20 World Cup: વર્લ્ડ કપમાં આવી હશે ઇંગ્લેન્ડની તાકાત, અહીં જાણો England Squad અંગે

  UAEમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમવામાં આવનાર T20 World Cup માટે સોમવારે પેસર કાઈલ જેમિસન અને લોકી ફર્ગ્યુસનને ન્યુઝીલેન્ડની ટીમમાં રાખવામાં આવ્યા હતા.

  આ શિયાળામાં પ્લેયર અને સ્ટાફના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાકીને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ચાર મહિનાના સૌથી લાંબા સમયગાળા દરમિયાન બ્લેકકેપના વર્કલોડને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારતની યાત્રા તથા UAEમાં રમવામાં આવનાર T20 વર્લ્ડ કપ શામેલ છે.

  ભારત પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત એક કે બે મહિના માટે કરવામાં નહીં આવે. બ્લેકકપ વ્હાઈટ બોલ સ્ક્વેડમાં કુલ 32 પ્લેયર્સ શામેલ હશે. જેમાં કેન્ટરબરી, ઓલરાઉન્ડર મેકકોન્ચી અને વેલિંગ્ટનનો ફાસ્ટ બોલર બેન સિયર્સ પણ શામેલ છે.

  વેલિંગ્ટનના કોચ ગ્લેન પોકનોલની અધ્યક્ષતામાં કોચિંગ સ્ટાફનું નવું ગ્રુપ, માઈક સેંડલ સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. જેમાં બોલિંગ કોચ શેન જ્યુર્ગેંસન પાકિસ્તાનની T20 સીરિઝ માટે હેડ કોટ તરીકે શામેલ થશે.

  T20 વર્લ્ડ કપ ન્યુઝીલેન્ડ સ્ક્વેડ 2021ના કેપ્ટન

  લાથમ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડના કેપ્ટન રહેશે. વિલિયમસન અને સ્ટીડ ભારત સામે ટેસ્ટ સીરિઝ અને T20 વર્લ્ડ કપમાં કેપ્ટન રહેશે.

  રોસ ટેલરની પાકિસ્તાન સામે ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ મેચ માટે પસંદગી કરવામાં આવી હતી. તેમ છતાં તેમણે ઈન્ડિયન ટેસ્ટ સીરિઝ માટે ન્યુઝીલેન્ડમાં જ રહીને તૈયારી કરવાનું નક્કી કર્યું છે.

  આ પણ વાંચો : T20 World Cup : આ હશે ભારતની પ્લેઇંગ 11, આ દિગ્ગજો રહી શકે છે ટીમની બહાર

  વ્હાઈટના જણાવ્યા અનુસાર, ‘અમે અમારા પ્લેયર્સ અને સ્ટાફની રક્ષાની જરૂરિયાતને સમજીએ છીએ. આ શિયાળામાં ટીમના વર્કલોડને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

  એડમ મિલનેની T20 વર્લ્ડ કપ માટે ટીમના 16 સભ્ય તરીકે પસંદગી કરવામાં આવે છે. જ્યારે કોઈ પ્લેયર્સને ઈજા થાય ત્યારે તેને ટીમ તરફથી રમવા મળશે.

  ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચિફ એક્ઝીક્યુટીવ ડેવિડ વ્હાઈટે જણાવ્યું કે, બદલાતા સમયની સાથે નવી સ્ટ્રેટેજીની જરૂરિયાત છે. ટીમ યોગ્ય પર્ફોર્મન્સ આપે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ.
  Published by:Jay Mishra
  First published: