ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું (Hardik Pandya Form) ફોર્મ છેલ્લા કેટલાક દિવસોથી ખાસ રહ્યું નથી. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. સાથે જ ખરાબ ફિટનેસના (Hardik Pandya Fitness) કારણે તે બોલિંગ પણ કરી શકતો નથી. IPL 2021 પછી ટીમ ઈન્ડિયાના પસંદગીકારો હાર્દિકના ફોર્મ અને ફિટનેસથી (Selectors on Hardik pandya Fitness) ખુશ નહોતા અને તેને UAEથી ભારત પરત મોકલવા માંગતા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ટીમ ઈન્ડિયાના મેન્ટર મહેન્દ્ર (Mahendrasinh dhoni Saved Hardik Pandya Report) સિંહ ધોનીએ તેને બચાવ્યો. ધોનીએ કહ્યું કે પંડ્યા ટીમ ઈન્ડિયાનો જબરદસ્ત ફિનિશર છે. તે T20 વર્લ્ડ કપમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાર્દિકને ટીમ સાથે રાખો. ધોનીના કારણે હાર્દિક ભારત પરત જતા બચી ગયો અને ટીમ સાથે જોડાયેલો રહ્યો.
આજે પંડ્યાનો ટેસ્ટ : ક્રિકબઝ અનુસાર, પંડ્યાને આજે ફરીથી ફિટનેસ પાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. તે આજના પ્રેક્ટિસ સેશનમાં 3-4 ઓવર નાંખી શકે છે. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ મેનેજમેન્ટ પણ પંડ્યા પર નજર રાખશે. ટીમ ઈન્ડિયાના છેલ્લા પ્રેક્ટિસ સેશનમાં હાર્દિક બોલિંગ કરતો જોવા મળ્યો હતો. પંડ્યાના કારણે ટીમ ઈન્ડિયા ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા પાસે 6ઠ્ઠો બોલિંગ વિકલ્પ નહોતો. પંડ્યા મેચમાં રમ્યો હતો પરંતુ તેણે બોલિંગ કરી નહોતી.
પાકિસ્તાન સામેની મેચમાં ઈજા થઈ હતી
24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પંડ્યાના ખભામાં ઈજા થઈ હતી. તે મેચમાં ફિલ્ડિંગ પણ કરી શક્યો નહોતો. તેની જગ્યાએ ઈશાન કિશન ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. જોકે, બાદમાં અહેવાલો આવ્યા કે તે ફિટ થઈ ગયો છે, પરંતુ આજે ફરી એકવાર તેનો ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે.
હાર્દિકે થોડા દિવસો પહેલાં જ ધોની વિશે એક ભાવુક વાત કરી હતી. હાર્દિકે કહ્યું હતું કે એમ.એસ. ધોની મારા મોટાભાઈ જેવા છે. તેઓ મને ખરેખર સારી રીતે સમજે છે. હું તેમની ખૂબ નજીક છું. ધોની ફક્ત એકમાત્ર એવી વ્યક્તિ છે જે મને શાંત કરી શકે છે. મારી સાથે આટલો વિવાદ થયો ત્યારબાદ તેમણે મારી કરિયરમાં ખૂબ મદદ કરી હતી. હું એટલા માટે એમનું સન્માન કરું છું કે મને જ્યારે જરૂર હતી ત્યારે તેમણે મારી ખૂબ મદદ કરી હતી.'
હાર્દિકે આગળ જણાવ્યું કે 'માહી ભાઈ ડાર્લિંગ જેવા છે, અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે. હું એમની સાથે એવી અનેક ચીજો કરી છે જે બીજા કોઈ સાથે કરી નથી. બીજા કોઈને એમએસ ધોનીની જેમ ટ્રીટ ન કરી શકું. તે મને સારી રીતે સમજે છે. એમને એવું લાગે છે કે જો હું કઈક કરું છું તો ખરેખર સમજી વિચારીને જ કરતો હોઈશ.'
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર