T20 ક્રિકેટ મેચમાં બોલિંગ (bowling) અને બેટિંગ (bating) જેટલી જ મહત્વની ફિલ્ડિંગ (fielding) હોય છે. ક્યારેક ફિલ્ડિંગમાં નાની એવી ભૂલ મેચના પાસા પલટી નાખતી હોય છે અને ક્યારેક ફિલ્ડિંગમાં દાખવેલી સ્ફૂર્તિ મેચ જીતાવી શકે છે. બોલર પણ ફિલ્ડર્સ પર જ નિર્ભર હોય છે. ખાસ કરીને T20 મેચોમાં બોલર પાસે વધુ વિકલ્પો ન હોવાથી અને સ્પેલ ટૂંકા હોવાથી ફિલ્ડરના આશરે રહેવું પડે છે. અલબત્ત, ઘણા ફિલ્ડર્સ એવા છે, જેઓ ક્યારેય ટીમને નિરાશ કરતા નથી. આજે અહીં T20 વર્લ્ડ કપ T20 World Cupમાં સૌથી વધુ કેચ કરનાર (Most Catches In T20 World Cup) ટોપ 5 ફિલ્ડરની જાણકારી આપવામાં આવી છે.
એબી ડી વિલિયર્સ : T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ કેચ કરનાર ખેલાડીઓની યાદીમાં એબી ડિવિલિયર્સ ટોપ પર છે. તેને સારો ફિલ્ડર માનવામાં આવે છે. T20 વર્લ્ડ કપની 25 ઇનિંગમાં તેણે કુલ 23 કેચ કર્યા હતા. તેણે એક જ ઇનિંગમાં 3 કેચ કર્યા હોવાનો દાખલો છે.
માર્ટિન ગુપ્ટિલ
આ યાદીમાં ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલનો ક્રમ બીજો છે. તેણે ફિલ્ડિંગ અને બેટિંગમાં ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. માર્ટિન ગુપ્ટિલે 35 મેચમાં 15 કેચ કર્યા છે.
ડેવિડ વૉર્નર
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે. તે મેચમાં મોટાભાગે ફિલ્ડિંગ માટે 30 યાર્ડસની અંદર ઉભો રહે છે. તેણે 28 મેચમાં 15 કેચ કર્યા છે.
ડ્વેન બ્રાવો ઓલરાઉન્ડર પ્લેયર છે. તે બોલિંગ અને બેટિંગ સાથે ફિલ્ડિંગ પણ ખૂબ સારી કરી જાણે છે. જેના કારણે જ સૌથી વધુ કેચ કરનાર ટોપ 5 ખેલાડીઓમાં તેનો સમાવેશ થયો છે.
ટૂંકી વિગતો
ખેલાડી
મેચ
કેચ
એક ઇનિંગમાં સૌથી વધુ કેચ
એબી ડી વિલિયર્સ
30
23
3
માર્ટિન ગુપ્ટિલ
35
15
2
ડેવિડ વોર્નર
28
15
3
ડ્વેન બ્રાવો
16
15
2
રોસ ટેલર
25
14
2
નથાન મેકલમ
31
13
3
ડેરેન સામી
21
13
4
મહેલા જયવર્ધને
15
13
2
માઇક હસ્સી
21
12
3
રોહિત શર્મા
28
12
2
રોસ ટેલર
માર્ટિન ગુપ્ટિલ બાદ ન્યુઝીલેન્ડના વધુ એક ખેલાડીનું નામ આ યાદીમાં શામેલ છે. રોસ ટેલર ટેસ્ટ અને વનડેમાં સ્લીપમાં ઉભો રહી ફિલ્ડિંગ કરે છે. જોકે, T20માં પણ તેનો રેકોર્ડ ખૂબ સારો છે. તેણે 25 મેચમાં 15 કેચ કર્યા છે.