Home /News /sport /T20 World Cup: આ ખેલાડીએ છેલ્લી ઓવરમાં ફરી પાકિસ્તાનને દગો આપ્યો
T20 World Cup: આ ખેલાડીએ છેલ્લી ઓવરમાં ફરી પાકિસ્તાનને દગો આપ્યો
મોહમ્મદ નવાઝ ભારત સામે આઉઠ થયા બાગ બહાર જઈ રહ્યો છે - AP
T20 World Cup 2022: પાકિસ્તાન ટીમની જીતની આશા અકબંધ હતી અને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. મોહમ્મદ વસીમ અને મોહમ્મદ નવાઝ બેટિંગ કરી રહ્યા હતા. નવાઝ ઓલરાઉન્ડર તરીકે રમે છે અને તેણે 15 બોલમાં 19 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડ કપની સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 130 રન બનાવ્યા બાદ પણ ઝિમ્બાબ્વેની ટીમે ઘાતક બોલિંગના આધારે પાકિસ્તાનને આજની મેચમાં હરાવી દીધુ હતું. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમે 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 129 રન બનાવી શકી હતી અને માત્ર એક રનથી હારી ગયુ હતું.
ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે સામે મેદાનમાં ઉતરી હતી. જેને ટી-20 વર્લ્ડ કપમાં નબળી ગણાવવામાં આવી રહી હતી. ટીમને અહીં મોટા ઉલટફેરનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ તેનો આગળનો રસ્તો એક ખરાબ સપના સમાન બની ગયો છે. ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાન સામે 131 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ટીમ માત્ર 129 રન સુધી જ પહોંચી શકી હતી. ટીમને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાન ટીમની જીતની આશા અકબંધ હતી અને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. મોહમ્મદ વસીમ અને મોહમ્મદ નવાઝ બેટિંગ કરી રહ્યા હતા. નવાઝ ઓલરાઉન્ડર તરીકે રમે છે અને તેણે 15 બોલમાં 19 રન બનાવ્યા હતા. ટીમને તેની પાસેથી અપેક્ષા હતી અને જ્યારે તેણે ડોટ બોલ રમ્યો ત્યારે 3 બોલમાં 3 રનની જરૂર હતી. આ પછી જ્યારે 2 બોલમાં બે રનની જરૂર હતી ત્યારે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લા બેટ્સમેનને 1 બોલમાં 3 રન બનાવના હતા અને ટીમનો પરાજય થયો.
ભારત સામે વિલન પણ બન્યો હતો
પાકિસ્તાનની ટીમના કેપ્ટને નવાઝને માત્ર ભારત વિરૂદ્ધ છેલ્લી ઓવર નાંખવા આપી હતી. તે 6 બોલમાં 16 રન પણ બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ઓવરમાં તેણે બે વાઈડ બોલ ફેંક્યા હતા. નો બોલ પણ થયો અને અંતે પાકિસ્તાન આ મેચ બચાવી શક્યું નહીં અને હારનો સામનો કરવો પડ્યો જે બાદથી પાકિસ્તાન ટીમની દશા બેસી ગઇ છે અને ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર