ENG vs SA t20 world Cup : ટી-20 વર્લ્ડકપમાં ગઈકાલે ઈન્ગલેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ (ENG vs SA) રમાઈ હતી. ગ્રુપ-એની આ મેચમાં બંને ટીમોએ તાકાતથી પ્રદર્શન કર્યુ હતું. સાઉથ આફ્રિકાએ આ રમતમાં જીતી અને સારી રનરેટ મેળવવાની હતી. સેમિફાઇનલમાં પ્રવેશ માટે સાઉથ આફ્રિકા માટે કરો યા મરોના સમાન આ જંગ હતી. જોકે, આ મેચમાં સાઉથ આફ્રિકા જીતી તો ગયું પરંતુ તેનું સેમિફાઇનલનું સ્વપ્ન અધુરૂં જ રહી ગયું, મેચ સમાપ્ત થઈ ગઈ છતા એક વીડિયો એવો છે જે હજુ પણ લોકોને જોવો ગમી શકે છે. ગઈકાલની આ મેચમાં ટી-20 વર્લ્ડકપ 2021નો સૌથી લાંબો છગ્ગો ( Longest six of t20 World cup 2021) લાગ્યો છે. આ છગ્ગો ઈન્ગેલન્ડના ખેલાડી લિવિંગસ્ટોને (liam livingstone Sixer Video) માર્યો હતો. જોકે, જેના બોલ પર માર્યો તે પણ કોઈ નાનો સુનો બોલર નથી પરંતુ યોર્કર કિંગ રબાડા છે.
હકિકતમાં ગઈકાલે સાઉથ આફ્રિકાએ ઈન્ગલેન્ડના બૉલરને ધોઈ નાખ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઑવરમાં 189 રનનો માતબર જુમલો ખડકી નાખ્યો હતો. શારજહાંની બેટિંગ પીચ પર ગઈકાલે બોલરોને ખૂબ માર પડ્યો હતો. આ રનનો પીછો કરતા ઈન્ગલેન્ડે પણ સહેજેય કચાશ રાખી નહોતી.
16મી ઓવરમાં ગગનચૂંબી સિક્સર
ઈન્ગલેન્ડને જીત માટે 190 રન કરવાના હતા. પ્રથમ વિકેટ પડે તે પહેલાં તેમનો ખેલાડી જેસન રોય ઇન્જર્ડ થયો હતો. જોકે, ત્યારબાદ બટલર અને મોઇન અલીએ ખૂબ સારી બેટિંગ કરી હતી.
દરમિયાન કટોકટીના સમયે 16મી ઓવર જ્યારે રબાડા નાખી રહ્યો હતો ત્યારે લિયામ લિવિંગ સ્ટોને પહેલા જ બોલ પર 112 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. લિવિંગસ્ટોને આ ઓવરના બીજા અને ત્રીજા બોલે પણ સિક્સ મારી હતી.
ટી-20 વર્લ્ડકપમાં આના પહેલાં ઓસ્ટ્રેલિયા વેસ્ટઇન્ડિઝની મેચમાં આન્દ્રે રસેલે આ વર્લ્ડકપનો સૌથી લાંબો છગ્ગો માર્યો હતો. રસેલે 111 મીટર લાંબો ગગનચૂંબી છગ્ગો માર્યો હતો જેનો રેકોર્ડ લિવિંગસ્ટોને તોડી નાખ્યો છે.
સાઉથ આફ્રિકા મેચ જીત્યું છતાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યું
આ મેચમાં સાઉથ આફ્રિકા 10 રને જીતી ગયું છે. આફ્રિકાની જીત થઈ પરંતુ સેમિફાઇનલમાં તો ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. કારણ કે પોઇન્ટ ટેબલની રમતમાં ઓસ્ટ્રેલિયા રન રેટમાં આગલ હોવાથી સરખા પોઇન્ટ હોવા છતાં ઓસ્ટ્રેલિયાનો પ્રવેશ થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર