Home /News /sport /

T20 World Cup: મોટા ખેલાડીઓને ટીમમાંથી કાઢો, યુવાનોને તક આપો, કપિલ દેવનો ગરમ મિજાજ

T20 World Cup: મોટા ખેલાડીઓને ટીમમાંથી કાઢો, યુવાનોને તક આપો, કપિલ દેવનો ગરમ મિજાજ

કિપલ દેવે વિરાટ કોહલીના નિવેદનને નબળું ગણાવ્યું કહ્યું કેપ્ટન તરીકે આવું નિવેદન આપવું યોગ્ય નથી.

Kapil Dev : ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil dev)નું પણ માનવું છે કે, બીસીસીઆઇ (BCCI)એ હવે ભારતીય ક્રિકેટ ટીમના મોટા નામના ખેલાડીઓ પર આધાર રાખવા કરતાં યુવાનોને વધુ તકો આપવાનું વિચારવું જોઈએ.

    ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શનને કારણે વિરાટ કોહલી (Virat kohli)ની કેપ્ટન્સી અને ટીમ સિલેક્શન પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil dev)નું પણ માનવું છે કે, બીસીસીઆઇ (BCCI)એ હવે ભારતીય ક્રિકેટ ટીમના મોટા નામના ખેલાડીઓ પર આધાર રાખવા કરતાં યુવાનોને વધુ તકો આપવાનું વિચારવું જોઈએ.

    કપિલનું આ નિવેદન ન્યૂઝીલેન્ડ (IND VS NZ T20 World Cup) સામે ભારતની હાર બાદ આવ્યું છે. આ પહેલા ભારતને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. પરિણામે હવે સેમીફાઇનલમાં ભારતના પ્રવેશની આશા ધૂંધળી થઈ ગઈ છે.

    કપિલ દેવે ABP ન્યૂઝ પર કહ્યું કે, જો આપણે અન્ય ટીમોના આધારે સફળ થઈએ તો તેની વાહ વાહ કરવા જેવી નથી. જો તમે વર્લ્ડ કપ જીતવા માંગો છો અથવા સેમિ ફાઈનલમાં પહોંચવા માંગો છો, તો તમારે તે જાતે જ કરવું પડશે. અન્ય ટીમો પર આધાર ન રાખવો વધુ સારું છે. મને લાગે છે કે પસંદગીકારોએ મોટા નામો અને મોટા ખેલાડીઓનું ભવિષ્ય નક્કી કરવું પડશે.

    આ પણ વાંચો :  Shubman gill : શુબમન ગીલની પોસ્ટ-પરીઓના પ્રેમમાં ન પડાય! લોકોએ પૂછ્યું, 'કેમ સારા સાથે બ્રેકઅપ...'

    ઉલ્લેખનીય છે કે, ભારત બાકીની તમામ મેચો મોટા માર્જિનથી જીતે તો ક્વોલિફાય થવાની તક છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અથવા નામિબિયામાંથી કોઈ એક ન્યૂઝીલેન્ડને હરાવી શકવું જોઈએ. એકંદરે સ્થિતિ જો અને તો પર આવી ગઈ છે.

    IPLમાં સારા ખેલાડીઓને તક મળવી જોઈએ: કપિલ દેવ

    હાલના ટી-20 વર્લ્ડ કપમાં ભારતના નબળા દેખાવ પાછળ ઘણા કારણો હોઈ શકે છે. બાયો-બબલ, સતત ક્રિકેટથી થાક અને ટીમ પસંદગી આના ત્રણ મુખ્ય કારણો હોઈ શકે છે. જો એવું હોય તો કપિલનું માનવું છે કે, IPLમાં સારું પ્રદર્શન કર્યું હોય અને ફિટ હોય તેવા ઘણા યુવા ખેલાડીઓ છે. તેમને ભારતના ભવિષ્ય તરીકે જોવા જોઈએ.

    આ પણ વાંચો : T20 world Cup : શું ટીમ ઈન્ડિયા બાયો બબલના કારણે થાકમાં છે? કોરોનાથી બચાવતી આ માયાજાળ શું છે?

    'મોટા ખેલાડીઓના નબળા દેખાવ બદલ ટીકા તો થશે જ'

    કપિલ દેવે વધુમાં કહ્યું હતું કે, IPLમાં સારું પ્રદર્શન કરી રહેલા યુવાનોને તક આપવાનો સમય આવી ગયો છે. આ બાબતે BCCIએ વિચારવાની જરૂર છે. આપણે આગામી પેઢીને કેવી રીતે વધુ સારી બનાવી શકીએ? તેઓ હારી જાય તો તેમાં કંઈ ખોટું નથી. કારણ કે તેમને અનુભવ મળશે. જો મોટા ખેલાડીઓ હવે સારું પ્રદર્શન નહીં કરે અને આટલું ખરાબ ક્રિકેટ રમશે તો તેની ટીકા થવાની જ છે. મને લાગે છે કે, BCCIએ હસ્તક્ષેપ કરવાની અને ટીમમાં વધુ યુવાનોને લાવવા વિશે વિચારવાની જરૂર છે.
    First published:

    Tags: Cricekt News in Gujarati, Kapil Dev, T20 WorldCup

    આગામી સમાચાર