T20 World Cup 2021: એક જ બોલે રન આઉથ થતા થતા 3 વાર બચ્યો આ 'ભારતીય' બેટ્સમેન! જુઓ Viral Video

સિમી સિંઘનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે

T20 World Cup 2021: સિમી સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જુઓ કેવી રીતે ત્રણવાર આઉટ થતા થતા બચ્યો ખેલાડી

  • Share this:
    T20 World Cup 2021: ટી20 વર્લ્ડકપ (T20 World Cup 2021) યોજાયેલી આયર્લેન્ડ અને નામીબિયા (Ireland vs Namibia)ની મેચમાં ખેલાડી સિમી સિંહ (Simi Singh) એક જ બૉલમાં ત્રણ વાર રન આઉથ થતા થતા બચ્યો હતો. આયર્લેન્ડેની બેટિંગની છેલ્લી ઓવરના છેલ્લા દડે નામિબીયાના ખેલાડી ડેવિડ વીજેના હાથમાં બૉલ હતો અને સ્ટારઇ પર હતો ભારતીય મૂળનો ખેલાડી સિમી સિંહ. સિમીએ શોટ મારી અને રન લેવા માટે દોડ લગાવી હતી. દરમિયાન વીજેએ બૉલ ફેંક્યો

    આ આખા ઘટનાક્રમમાં વિકેટકિપર દડો પકડી શક્યો નહી અને તે બાઉન્ડ્રી તરફ જવા લાગ્યો હતો. ત્યારબાદ ફિલ્ડરે ફરી બૉલને વિકેટ કિપર તરફ ફેંક્યો ત્યારે ફરી વિકેટ કિપેર બૉલ પકડી ન શક્યો ત્યારે સિમી સિંહને બીજું જીવન દાન મળ્યું

    ત્રીજુ જીવન દાન

    આવી રીતે બે જીવનદાન મળી ગયા બાદ પણ સિમી સિંહ રન લેવા માટે દોડ્યો ત્યારે વિકેટ કિપરે સામેના છોડ પર બોલ ફેંક્યો ત્યારે પણ 2 ફિલ્ડર ભેગા મળી અને દડો પકડી શક્યા નહી. આમ સિમીને ફરી ત્રીજુ દીવન દાન મળ્યું

    આ પણ વાંચો : શાહિદ આફ્રિદીથી લઈ શેન વોર્ન સુધી, Sex સ્કેન્ડલમાં સપડાઈ ચૂક્યા છે આ 10 ક્રિકેટરો

    વીડિયો વાયરલ થયો

    સિમી સિંહે આ બૉલમાં ત્રણ વાર આઉટ થતા થતા બચીને રન લીધા. જેના અંતે આયર્લેન્ડનો સ્કૉર 8 વિકેટના નુકસાને 125 રન થયો હતો. જોકે, નવોદિત ટીમ નામિબીયાએ આ સ્કૉર 2 વિકેટ ગુમાવીને જ હાસલ કરી લીધો અને સુપર 12માં પણ જગ્યા બનાવી લીધી છે.

    આઈસીસીએ વીડિયો શેર કર્યો

    આઈસીસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ મજેદાર વીડિયો શેર કર્યો છે. તમે ક્રિકેટ વર્લ્ડકપના આવા મજેદાર વીડિયો જોવા માટે આઈસીસીના આ હેન્ડલ પર જઈને સર્ચ કરી શકો છો. અહીંયા તમને અવનવા વીડિયો અને રેકોર્ડ્સ મળી શકે છે.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)






    આજથી સુપર 12નો મુકાબલો

    ઉલ્લેખનીય છે કે આજથી વર્લ્ડકપમાં સુપર 12નો મુકાબલો થઈ રહ્યો છે. આજે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ જંગ છે. ત્યારબાદ આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. સમગ્ર વિશ્વના ક્રિકેટ રસિકોની નજર ભારત પાકિસ્તાનના જંગ પર ટકેલી છે ત્યારે ભારત કેવું  પ્રદર્શન કરશે તેના પર સૌની નજર છે.
    Published by:Jay Mishra
    First published: