Home /News /sport /Indian Cricket Team: કેટલાક 12મું પાસ, તો કેટલાકે અધવચ્ચે છોડી દીધો અભ્યાસ, વાંચો ટીમ રોહિતનું રિપોર્ટ કાર્ડ

Indian Cricket Team: કેટલાક 12મું પાસ, તો કેટલાકે અધવચ્ચે છોડી દીધો અભ્યાસ, વાંચો ટીમ રોહિતનું રિપોર્ટ કાર્ડ

ટીમ ઇન્ડિયા

T20 World Cup: T20 વર્લ્ડ કપ રમી રહેલી ટીમમાં સૌથી વધુ શિક્ષિત ખેલાડીની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન પહેલા નંબરે આવશે.અશ્વિને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં B.Tech કર્યું છે. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 12મા સુધી અભ્યાસ કર્યો છે.

  નવી દિલ્હી. T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ રમતના મેદાનમાં ક્યારેક ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરે છે, તો ક્યારેક 'ઝીરો' પર આઉટ થઈને પેવેલિયન ભેગા થાય છે. (T20 Cricket Team)આપણી ટીમની હાલત ભણવા અને રમવામાં સરાખી જ છે. T20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલી આ ટીમ માટે તમને આ વાત થોડી વિચિત્ર લાગી હશે. પણ રોહિત-બ્રિગેડના સભ્યો કેટલા ભણેલા-ગણેલા છે અને તેમનું રિપોર્ટ-કાર્ડ કેવું છે એ જોઈએ તો આ વાત જલ્દી સમજાઈ જશે. ક્રિકેટના મેદાનમાં જોરદાર સ્કોર કરનારા આ ખેલાડીઓમાં કેટલાક દસમું પાસ છે, કેટલાક બારમું તો કેટલાકે અધવચ્ચે જ કોલેજ છોડી દીધી છે. (Cricket Team Inside News) પરંતુ ઘણા એવા ખેલાડીઓ છે જેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે.

  કેટલાક એવા ખેલાડીઓ છે જેમણે શરૂઆતથી જ ક્રિકેટમાં પોતાની કારકિર્દી નક્કી કરી અને ક્રિકેટમાં પોતાનું નસીબ અજમાવ્યું. T20 વર્લ્ડ કપ રમી રહેલી ટીમમાં સૌથી વધુ શિક્ષિત ખેલાડીની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન પહેલા નંબરે આવશે. અશ્વિને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં B.Tech કર્યું છે. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 12મા સુધી અભ્યાસ કર્યો છે.

  1.રોહિત શર્મા 12મું પાસ


  ભારતીય T20 ટીમના કેપ્ટન અને મજબૂત ખેલાડી રોહિત શર્મા તેની દમદાર બેટિંગ માટે ફેમસ છે. રોહિત શર્માએ તેનું બાળપણ મુંબઈના બોરીવલીમાં તેના દાદા-દાદી સાથે વિતાવ્યું હતું. રોહિતનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની આર લેડી વૈલંકની હાઈસ્કૂલમાંથી થયું હતું. રોહિતને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો, આ જ કારણ હતું કે તે સ્કૂલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતો હતો અને તેના શાનદાર પ્રદર્શનને કારણે સ્કૂલે તેને સ્કોલરશિપ પણ આપી હતી. રોહિત શર્માએ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે.

  2. કેએલ રાહુલે અધવચ્ચે જ છોડી દીધો હતો પોતાનો અભ્યાસ


  ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી તેની શાનદાર બેટિંગ માટે જાણીતા બેટ્સમેન કન્નૌર લોકેશ રાહુલ કર્ણાટકના મેંગલોરમાં ઉછર્યો હતો, તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ બેંગ્લોરની એનઆઈટી સ્કૂલમાંથી પૂરૂ કર્યું. શાળાના અભ્યાસ પછી, રાહુલે શ્રી ભગવાન મહાવીર જૈન કોલેજ, બેંગ્લોરમાં એડમિશન મેળવ્યુ, પરંતુ તેણે અધવચ્ચે જ પોતાનો અભ્યાસ છોડી દીધો.

  3. કોહલીએ 12મા સુધી અભ્યાસ કર્યો


  પોતાની શાનદાર બેટિંગના દમ પર ક્રિકેટ જગતના ટોપના બેટ્સમેન એવા વિરાટ કોહલીએ તેનું પ્રારંભિક શિક્ષણ વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાંથી કર્યું હતું, જ્યાં તેણે 9મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ બાદમાં દિલ્હીના પશ્ચિમ વિહારની સેવિયર કોન્વેન્ટ સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો. અહીંથી તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો.

  4. ઋષભ પંત B.Com છે


  ઋષભ પંત ભારતીય ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ખૂબ જ લોકપ્રિય છે. પંતે ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલી ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું હતું. પંતે તેનો આગળનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીની શ્રી વેંકટેશ્વર કૉલેજમાંથી કર્યો હતો, જ્યાંથી તેણે B.Com ડિગ્રી મેળવી હતી.

  5. હાર્દિક પંડ્યા 8 પાસ છે


  એશિયા કપની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાન સામે પાંચ વિકેટથી જીત અપાવનાર હાર્દિક પંડ્યા બાળપણમાં અભ્યાસની પીચ પર ઘણો જ નબળો હતો. 9ની પરીક્ષામાં નાપાસ થયા બાદ હાર્દિકે આગળના અભ્યાસને બદલે માત્ર ક્રિકેટ પર ધ્યાન આપવાનું મન બનાવ્યું હતું. હાર્દિક પંડ્યા 8મું પાસ છે.

  6. દિનેશ કાર્તિકે કુવૈતમાં અભ્યાસ કર્યો હતો


  ભારતીય બેટ્સમેન દિનેશ કાર્તિકનો જન્મ 1 જૂન 1985ના રોજ થયો હતો. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ કુવૈત કાર્મેલ સ્કૂલ અને ડીપીએસ કુવૈતમાંથી કર્યું હતું. દિનેશ કાર્તિકનો પરિવાર થોડા સમય કુવૈતમાં રહ્યા બાદ ભારત પરત ફર્યો હતો. આ પછી તે ચેન્નાઈની ડોન બોસ્કો મેટ્રિકયુલેશન હાયર સેકન્ડરી સ્કૂલમાં જોડાયો અને આગળનો અભ્યાસ કર્યો. આ પછી દિનેશે ક્રિકેટનું કોચિંગ લીધું.

  7. સૂર્યકુમાર B.com પાસ


  ભારતીય ટીમમાં પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા સૂર્યકુમાર યાદવનું શિક્ષણ મુંબઈથી જ થયું છે. સૂર્ય કુમારે તેમનું પ્રારંભિક શિક્ષણ એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ, મુંબઈમાંથી પૂર્ણ કર્યું હતું. સૂર્યકુમારે મુંબઈમાં જ પિલ્લઈ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કલ્ચરમાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે બી.કોમ કર્યું છે.

  8. યુઝવેન્દ્ર ચહલે હેલ્થ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું


  પોતાની સ્પિનથી બેટ્સમેનોને દંગ કરી દેતો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ મૂળ હરિયાણાનો છે. તેનો જન્મ 23 જુલાઈ 1990 ના રોજ થયો, તેણે પ્રારંભિક શિક્ષણ ડીએવી પબ્લિક સ્કૂલ, જીંદ હરિયાણામાંથી કર્યું. આ પછી તેણે મહાત્મા ગાંધી કોલેજ ઓફ હેલ્થ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું. યુઝવેન્દ્ર ચહલે એપ્રિલ 2009માં ડોમેસ્ટિક મેચોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે ચહલ એક શાનદાર ચેસ પ્લેયર પણ છે.

  9. દીપકે કેન્દ્રીય વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે


  પોતાની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત દીપક હુડ્ડાનો જન્મ 19 એપ્રિલ 1995ના રોજ હરિયાણાના રોહતકમાં થયો. તેના પિતા ભારતીય સેનામાં નોકરી કરતા હોવાને કારણે, દીપકે પ્રારંભિક શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલયમાંથી કર્યું. શાળા દરમિયાન ક્રિકેટમાં રસ હોવાથી તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તેણે 14 વર્ષની ઉંમરે કેન્દ્રીય વિદ્યાલયની અંડર-17 ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.

  10. રવિચંદ્રન અશ્વિન B.Tech પાસ છે


  ભારતીય ટીમ માટે ટેસ્ટમાં બીજા સૌથી સફળ સ્પિન બોલર, રવિચંદ્રન અશ્વિને તેમનું પ્રારંભિક શિક્ષણ તમિલનાડુની પદ્મ શેષાદ્રી બાલા ભવન અને સેન્ટબેડે એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું. સ્કૂલિંગ પછી, અશ્વિને SSN કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં B.Tech કર્યું.

  આ પણ વાંચો: વિકેટ પડ્યા પછી જો બેટ્સમેને બે મીનિટમા સ્ટ્રાઇક નહીં લે તો...

  11. અક્ષર પટેલ ગ્રેજ્યુએટ નથી થઈ શક્યો


  ભારતીય બોલર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1984ના રોજ થયો હતો. તેનું સપનું મિકેનિકલ એન્જિનિયર બનવાનું હતું, પરંતુ 15 વર્ષની ઉંમરે એક મિત્રની સલાહથી તેને ક્રિકેટમાં રસ પડ્યો. અક્ષર પટેલે ગુજરાતના નડિયાદ શહેરની હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેણે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનમાં એડમિશન મેળવ્યુ, પરંતુ તેનો અભ્યાસ પૂરો નહીં થઈ શક્યો.

  12. જસપ્રીત બુમરાહ 12મું પાસ છે


  જસપ્રિત બુમરાહ, જેને ભારત માટે હુકુમનો એક્કો માનવામાં આવે છે, તેનો જન્મ 6 ડિસેમ્બર 1993 ના રોજ થયો હતો. 5 વર્ષની ઉંમરે તેના માથા પરથી પિતાનો હાથ ઊઠી ગયો. બુમરાહની માતા દલજીતે તેની સંભાળ લીધી હતી. માતા દલજીત પ્રાઇવેટ સ્કૂલમાં પ્રિન્સીપલ તરીકે નોકરી કરતી. જસપ્રિત બુમરાહે તેનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતના અમદાવાદ શહેરની નિર્માણ હાઇસ્કૂલમાંથી કર્યું હતું, ત્યારબાદ તેણે અમદાવાદમાં જ 12મું કર્યું હતું. બાદમાં બુમરાહે ક્રિકેટમાં જ પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

  13.ભુવનેશ્વરે 12મા સુધી અભ્યાસ કર્યો છે


  ભારત માટે શરૂઆતની ઓવરોમાં સ્વિંગ બોલિંગ માટે પ્રખ્યાત ભુવનેશ્વર કુમાર ઉત્તર પ્રદેશના મેરઠનો વતની છે. તેના પિતા કિરણ પાલ સિંહ યુપી પોલીસમાં ડીએસપી તરીકે કામ કરે છે. ભુનેશ્વર કુમારનો જન્મ 5 ફેબ્રુઆરી 1990ના રોજ થયો હતો. ભુનેશ્વર કુમારે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે ભુનેશ્વર કુમાર 13 વર્ષનો હતો ત્યારે તેણે ક્રિકેટનું કોચિંગ શરૂ કર્યું અને આ માટે તેણે 7 થી 8 કિમીની મુસાફરી પણ કરવી પડતી.

  આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં સ્થાન ન મળતા ભારતીય ખેલાડીનું છલકાયું દર્દ

  14. હર્ષલ પટેલ ગ્રેજ્યુએટ છે


  ભારતીય ફાસ્ટ બોલર હર્ષલ પટેલનો જન્મ 23 નવેમ્બર 1990ના રોજ ગુજરાતના સાણંદમાં થયો. હર્ષલે નાનપણથી જ ક્રિકેટનું કોચિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. કેટલીક વેબસાઈટ્સ અનુસાર, હર્ષલ 8 વર્ષની ઉંમરથી તેના કોચ તારક ત્રિવેદી પાસેથી ક્રિકેટની ટ્રિક્સ શીખતો હતો. હર્ષલ પટેલે અમદાવાદની એચકે કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવાનું કહેવાય છે.

  15. અર્શદીપ સિંહે પણ ગ્રેજ્યુએશન પાસ કર્યું છે


  મધ્ય પ્રદેશના ગુનામાં 5 ફેબ્રુઆરી 1999ના રોજ જન્મેલા અર્શદીપ સિંહ લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર છે. પિતા દર્શન સિંહ અને માતા બલજીત કૌર મૂળ પંજાબના છે. અર્શદીપે પોતાનું પ્રારંભિક શિક્ષણ ચંદીગઢની ગુરુ નાનક દેવ પબ્લિક સ્કૂલમાંથી મેળવ્યું હતું. અર્શદીપે ખૂબ જ નાની ઉંમરથી ક્રિકેટનું કોચિંગ શરૂ કર્યું હતું.અર્શદીપ સિંહ ગ્રેજ્યુએટ છે.
  Published by:Krunal Rathod
  First published:

  Tags: Cricket t20 world cup, T20 world cup, ક્રિકેટ, ભારતીય ક્રિકેટ ટીમ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन