IND VS PAK : ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match) 24 ઑક્ટોબરના રોજ યોજાવાની છે. ભારત અને પાકિસ્તાનને (IND VS PAK Group of W-T20) એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. મેચને હવે 24 કલાકનો પણ સમય નથી વિત્યો. બંને ટીમ પોત પોતાની તૈયારીઓ સમાપ્ત કરી ચુકી છે. જોકે, મેચ પહેલાં પાકિસ્તાને બાજી ખોલાવી નાખી છે. કેપ્ટન બાબર આઝમે મેચના 24 કલાક પહેલાં જ 12 સભ્યોની પાકિસ્તાનની (Pakistan 12 men team VS India) ટીમ જાહેર કરી દીધી છે (IND VS PAK) જોકે, આ ટીમ જાહેર થયા બાદ કેપ્ટન કોહલીએ પોતાના 'પત્તા' બંધ જ રાખ્યા છે અને બંધ બાજીમાં રમવાનું જ નક્કી કર્યુ છે. પાકિસ્તા્ન સામે કાલે બપોરે મુકાબલો થવા જઈ રહ્યો છે જેમાં ભારત 5-0થી વર્લ્ડકપનાં સ્કોરમાં આગળ છે.
પાકિસ્તાનના આ પ્લેયરને પડતો મૂકાયો : બાબરની 12 જણાની ટીમમાં સર્ફરાઝ અહેમદને પડતો મૂકવામાં આવ્યો છે. પૂર્વ કપ્તાતનને જ પડતો મૂકી અને બાબરે 12 સભ્યોની નવી ટીમ પસંદ કરી છે જેમાંથી 11 કાલે ભારત સામે રમશે.
પાકિસ્તાને ચાર ઓલરાઉન્ડરલીધા
પાકિસ્તાને સર્ફરાઝના બદલે આ મેચમાં મોહમ્મદ રિઝવાનને વિકેટ કિપર તરીકે લીધો છે જ્યારે ઈમાદ વીસમ, મોહમ્મદ હાફિઝ, શોહેબ ખાન અને શોહેબ મલિકને ઓલરાઉન્ડર તરીકે લીધા છે. જ્યારે કપ્તાન બાબર સાથે આસિફ અલી ઓપનિંગ જોડીમાં ઉતરશે.
ભારત સામેની મેચ પહેલાં 12 સભ્યોની ટીમ જાહેર
પાકિસ્તાનની 12 સભ્યોની ટીમ
પીસીબીએ પોતાના ટ્વીટર પર જાહેર કરેલી ટીમ મુજબ બાબર આઝમ કેપ્ટન, આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, મોહમ્મદ રિઝવાન, ઈમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, શોહેબ ખાન, શાહેબ મલિક, હરિસ રઉફ, હસન અલી અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કર્યો છે.
કોહલીએ કહ્યું કે પાકિસ્તાનની ટીમ મજબૂત છે. તેમની સામે દરેક ખેલાડીએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. કોહલીએ પાકિસ્તાન સામે માઇન્ડ ગેમ રમતાં કહ્યું છે કે આપણી ઉપર માનસિક દબાણ નથી અમે ખાસ પ્લાનિંગ કર્યુ છે. પાકિસ્તાનને હલકામાં નહીં લઈ શકાય, જોકે, વિરાટે કહ્યું કે તેની પાસે ચોક્કસ રણનીતિ છે પાકિસ્તાન સામે રમવાની પરંતુ પાકિસ્તાને જેવી રીતે પ્લેઇંગ 12 જાહેર કરી તેવી રીતે કોહલીએ કહ્યુ હું ખેલાડીઓ વિશે વાત નહીં કરુ પરંતુ અમારી ટીમ સંતુલિત હશે.
ઉલ્લેખનીય છે કે આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારતનું પાકિસ્તાન સામે પલડું ભારે જ રહે છે. હંમેશાની જેમ ભારત પાકિસ્તાન સામે દબાણમુક્ત થઈને રમે છે. વધુમાં આ વખતે ભારતની ટીમ સાથે ગુરૂ ધોની પણ છે. એમ.એસ.ધોનીના નેતૃત્ત્વમાં આ ટીમ ખૂબ સારું દેખાવ કરી ચુકી છ ત્યારે ભારતને આ ટુર્નામેન્ટમાં મેન્ટર ધોનીનો ખૂબ ફાયદો થવાની શક્યતા છે. ભારત આ ટુર્નામેન્ટમાં આઈસીસી લેવલે 5-0થી આગળ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર