ભારત ક્રિકેટનું સુપર પાવર છે. દેશમાં તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે, વેચાય છે અને જોવાય છે. આ રમત ભારતની રાષ્ટ્રીય રમત કરતાં પણ મોટી બની ગઈ છે. જ્યારથી ટી-20 વર્લ્ડકપ (T20 World Cup 2021) શરૂ થયા ત્યારથી રમતની ગતિ ઓર વધી અને ક્રિકેટ તેજ તર્રાર બની ગયું. વર્ષ 2007માં ભારત આ રમતનો પ્રથમ વર્લ્ડકપ જીતી આવ્યું અને એ જ વર્ષથી આઈપીએલનો (IPL) આગાઝ પણ થયો. આમ આ બંને વર્ષ ભારતના ક્રિકેટ માટે સુવર્ણ રહ્યા. જોકે, આ આઈપીએલ આશિર્વાદ (Effect of IPL on T20 world cup) કરતાં શ્રાપ વધારે બની ગઈ હોય તેવી સ્થિતિ છે. આઈપીએલ રમી રમીને થાકી ગયેલા ક્રિકેટરો આ વખતે વર્લ્ડકપમાં રકાસ કાઢી રહ્યા છે ત્યારે આ કઈ પહેલીવાર નથી કે ભારતનો વર્લ્ડકપમાં કચ્ચરઘાણ નીકળી ગયો. અગાઉ પણ ભારતના હાલ બેહાલ થઈ ગયા છે.
વર્સ 2007માં ભારતમાં પહેલી વાર ટી-20 વર્લ્ડકપ જીત મળી અને ત્યારબાદથી ભારત આઈપીએલમાં આવી ગયું હતું. બીસીસીઆઈની સાથે અનેક ક્રિકેટરો લાખો પતી થયા પરંતુ તેના કારણે કેટલીક ખરાબ અસરો પણ થઈ છે. ટી-20 વર્લ્ડકપ જ્યારે જ્યારે આઈપીએલ પછઈ રમાયા ત્યારે ત્યારે ભારતની રમત બગડી છે.
2009-10-12માં રકાસ નીકળ્યો
વર્ષ 2007માં ભારત પહેલીવાર વર્લ્ડકપ જીત્યું જોકે ત્યારબાદ 2009માં અને 2010માં તેમજ 2012માં ટી-20 વર્લ્ડકપમાં ભારતનો રકાસ નીકળતો રહ્યો. ભારત આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં એકવાર પણ પહોંચી શક્યું નહીં. સતત નિષ્ફળતાની હેટ્રિક બની ગઈ.
વર્ષ 2014નો ટી-20 વર્લ્ડકપ ભારતમાં થયો હતો. આ વખતે આખી દુનિયાને આશા હતી કે ભારત જ જીતશે પરંતુ આ વખતે પણ આશા ઠગારી નીવડી. ભારતને શ્રીલંકાએ હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી લીધી અને ભારતની આશા પર પાણી ફરી વળ્યું. ત્યારબાદ 2016માં પણ આ સ્થિતિ આવી. ભારત સેમિફઇલમાં હારી ગયું.
2021માં ફેવરિટ મનાતી ટીમ બે મેચ હારી જતા સ્વપ્ન રોળાયું
આ વર્લ્ડકપમાં ભારતને જીતવા માટે 5 મેચમાંથીં ઓછામાં ઓછી 4 મેચ જીતવી ફરજિયાત હતી. ભારત પ્રથમ બે મેચ હારી ગયું જેના કારણે ભારતનું સપનું રોળાયું. પ્રથમ ચાર મેચ જીતીને પાકિસ્તાન સીધું સેમિફાઇનલમાં પહોંચી ગયું જ્યારે ન્યૂઝીલેન્ડ પણ ભારતની સામે જીત્યાબાદ આગામી મેચોની જીત માટે સંભવિત બની ગયું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર