Home /News /sport /IND VS PAK : આ પાકિસ્તાની છોકરી છે વિરાટ કોહલીની દિવાની, જાણો શું કર્યુ હતું 2019માં
IND VS PAK : આ પાકિસ્તાની છોકરી છે વિરાટ કોહલીની દિવાની, જાણો શું કર્યુ હતું 2019માં
આ છે વિરાટ કોહલીની મોટી ચાહક રિઝલા રેહમાન, હિરોઈનને પણ આટી મારે એવી છે આ છોકરી પાકિસ્તાનની વતની
T20 World Cup IND VS Pak : પહેલી વખત તે 2018ના એશિયા કપમાં જ જોવા મળી હતી. બસ ત્યારથી જ રિઝલાનો ફોટો વાયરલ થયો અને રાતો રાત તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.
ક્રિકેટ દુનિયાની લોકપ્રિય રમતોમાંની એક છે. વિશ્વમાં ક્રિકેટરોનાં કરોડોની સંખ્યામાં ફેન્સ છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli Fans) ના પણ દુનિયામાં ઘણા પ્રશંસક છે. વિરાટ જ્યાં પણ જાય છે ત્યાં તેમને મળવા માટે તેમના ફેન્સની લાંબી કતારો લાગી જાય છે. વિરાટની એક ઝલક માટે ફેન્સ કલાકો રાહ જોતા હોય છે. એ વાતમાં કોઈ બે મત નથી કે વિરાટની ફેન ફોલોઈંગ માત્ર દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ છે અને ફિમેલ ફેન્સની બાબતે વિરાટ ક્યાય પણ પાછળ નથી. ભારતના કટ્ટર હરીફ ગણાતા પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan Female Fan of Virat Kohli) પણ વિરાટની ફિમેલ ફેન સામે આવી હતી. વિરાટની આ પાકિસ્તાની ફેનનું નામ છે રિઝ્લા રેહાન (Rizla Rehan Pakistan female Fan of Virat Kohli). રિઝલાએ વર્લ્ડ કપ 2019માં પણ પોતાની તરફ સૌનુ ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રિઝલા વિરાટની બહુ મોટી ફેન છે. 2018માં દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપ દરમિયાન રિઝલા સૌ પ્રથમ વખત ચર્ચામા આવી હતી. પહેલી વખત તે 2018ના એશિયા કપમાં જ જોવા મળી હતી. બસ ત્યારથી જ રિઝલાનો ફોટો વાયરલ થયો અને રાતો રાત તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.
આ દરમિયાન તાજેતરમાં જ રિઝલાનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વાયરલ વિડિયોમાં રિઝલા કહેતી દેખાઈ રહી છે કે, મુજે વિરાટ દે દો, પ્લીઝ મુજે વિરાટ દે દો... આ વિડિયો બાદ રિઝલાએ પોતાના તરફ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
'પ્લીઝ વિરાટ મને આપી દો.'
2019 વર્લ્ડ કપ દરમિયાન એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રિઝલાને જ્યારે પૂછવામાં આવ્યું કે એવું શું છે જે તે ભારતથી પાકિસ્તાન લઈ જવા માંગે છે તો રિઝલાનો જવાબ સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. રિઝલાએ પોતાના જવાબમાં વિરાટ કોહલીનું નામ લીધું અને કહ્યું કે પ્લીઝ વિરાટ મને આપી દો.
રિઝલા ક્રિકેટ ફેન હોવાની સાથે સમાજ સેવાનું કામ પણ કરે છે
રિઝલા ક્રિકેટ ફેન હોવાની સાથે સમાજ સેવાનું કામ પણ કરે છે, તે કેટલાય બાળકોની મદદ કરે છે. રિઝલા નાની ચેરિટી ચલાવે છે. જેમાં તે ગરીબ અને વંચિત પાકિસ્તાની બાળકોને શિક્ષણ પૂરું પાડે છે. રિઝલાએ કેટલાક બાળકોને એડોપ્ટ પણ કર્યા છે જેની સંપૂર્ણ જવાબદારી તે ઉપાડે છે. નવેમ્બર 2018માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં રિઝલાએ કહ્યું હતું કે, તે મૂળ કરાંચીની છે, પણ છેલ્લા 12 વર્ષથી દુબઈમાં જ રહે છે. તે દુબઈ અને ઈસ્લામાબાદમાં પોતાનો વધુ સમય વ્યતિત કરે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર