IND VS PAK: 10 વિકેટથી કારમી હાર, 29 વર્ષ.. પાક સામે પછડાટ બાદ કોહલીના ખાતે લખાઈ ગયા અનેક શરમજનક રેકોર્ડ

વિરાટ કોહલી (Virat Kohli) વર્લ્ડ કપ બાદ ટી 20ની કમાન પણ છોડી દેશે.

Icc T20 World Cup: કોહલી આ વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દેશે પરંતુ તેણે જતા જતા પોતાના ખાતે કેટલાક શરમજનક રેકોર્ડ નોંધાવી નાખ્યા છે.

  • Share this:
    ગઈકાલે આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન (T20 World cup ind vs pak) વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ જંગમાં ભારતની પાકિસ્તાન સામે શરમજકનક (ind vs pak Result) હાર થઈ હતી. ભારતની હાર સાથે પાકિસ્તાને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ હારમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ (Virat Kohli As captain Records) આજીવન નીચું જોવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દેવાના છે પરંતુ તેમણે જતા જતા પોતાના ખાતે શરમજનક રેકોર્ડની લાંબી યાદી નોંધાવી દીધી છે. કોહલીના ખાતે આ હારની સાથે જ કેટલાક શરમજક રેકોર્ડ નોંધાઈ ગયા છે. પાકિસ્તાને ભારતે આપેલા 151 રનનો લક્ષ્યાંક જીતવા માટે માટે એક પણ વિકેટ ગુમાવી નહોતી અને અને કેપ્ટન બાબર આઝમ અને રિઝવાનની પાર્ટનરશીપે ભારત સામે 10 વિકેટથી જ્વલંત વિજય મેળવ્યો હતો. આ વિજય બાદ હવે ભારતના કેપ્ટન વિરાટ કોહલીના લલાટે લખાઈ ગઈ શરમજનક હાર

    29 વર્ષ બાદ હાર : આ વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન સામે હાર થઈ તે વર્લ્ડકપમાં 29 વર્ષ બાદ હાર થઈ છે. છેલ્લા 29 વર્ષથી એક પણ વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નહોતું. છેલ્લે ભારતની હાર વર્ષ 1992માં થઈ હતી અને ત્યારબાદથી ભારત સતત જીતતું આવ્યું હતું.

    10 વિકેટથી હાર

    કોહલીના ખાતે ફક્ત હારનો થપ્પો નથી વાગ્યો. આ હારની સાથે ભારત 10 વિકેટથી હારની નાલેશી પણ સહન કરશે. અગાઉ ફક્ત ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને વેસ્ટેઇન્ડિઝે ભારતને 9 વિકેટથી ટી20માં હરાવ્યું હતું. જોકે, વનડેમાં પણ ભારત પાકિસ્તાન સામે ક્યારેય 10 વિકેટે હાર્યુ નહોતું. વર્ષ 1997માં લાહોરમાં ભારત 9 વિકેટે હાર્યુ હતું. આમ આ 10 વિકેટની હારનો રેકોર્ડ કઈક અલગ જ રહેશે.

    આ પણ વાંચો : T20 World cup ind vs pak: પાકિસ્તાની છોકરીએ ધોનીને કહ્યું, 'માહી આ મેચ છોડી દે,' ધોનીનો Viral Video

    12-0નો રેકોર્ડ તૂટ્યો

    પાકિસ્તાન સામે હારની સાથે જ વર્લ્ડકપની સિરીઝમાં ભારતનો 12-0નો રેકોર્ડ તૂટી ગયો છે. પાકિસ્તાન સામે ભારતની અગાઉ વન-ડે વર્લ્ડકપની 7-0 અને ટી-20 વર્લ્ડકપની 5-0ની જીતનો રેકોર્ડ હતો જે ભારતે જાળવી રાખ્યો નથી જ્યારે 10 વિકેટે હરાવી અને પાકિસ્તાને ઈતિહાસ રચી નાખ્યો છે.

    આ પણ વાંચો : T20 World cup : ધોકા મારી મારીને તોડી નાખ્યું TV, ભારતની હાર સહન કરી શક્યા ચાહક- Viral Video

    10 વિકેટથી બીજીવાર હાર

    કોહલીની કેપ્ટનશીપમાં ભારત બીજીવાર લિમીટેડ ઓવરની ક્રિકેટમાં 10 વિકેટથી હાર્યુ છે. અગાઉ જાન્યુઆરી 2020માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને મુંબઈમાં 10 વિકેટથી હરાવ્યું હતું. આ વનડેમાં ભારત સામે ઑસ્ટ્રેલિયાએ વગર વિકેટે 256 રન કર્યા હતા જેમાં ફિંચ અને વોર્નરે સદી મારી હતી.
    Published by:Jay Mishra
    First published: