T20 World Cup: Pakની જીત ઉજવવી ભારે પડી, UPમાં 7 વ્યક્તિ સામે ગુનો નોંધાયો, રાજદ્રોહનો કેસ ચાલશે!
T20 World Cup: Pakની જીત ઉજવવી ભારે પડી, UPમાં 7 વ્યક્તિ સામે ગુનો નોંધાયો, રાજદ્રોહનો કેસ ચાલશે!
ઉત્તર પ્રદેશમાં ભારત-પાકિસ્તાનની મેચની ઉજવણી કરનારા સામે પોલીસ કેસ દાખલ
Ind vs pak match : પોલીસે આગરામાંથી 3, બરેલીમાં 1 અને લખનઉમાં 1 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી, પોલીસ સોશિયલ મીડિયા પર ફંફોળશે અને નજરે ચઢનારા પર તપાસ કરશે
T20 World Cup IND VS PAK : ટી-20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન (Ind vs pak) વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતની પાકિસ્તાન સામે 10 વિકેટે હાર થઈ હતી. મેચમાં ભારતની હાર બાદ પાકિસ્તાનમાં ભવ્ય જીતનો જશ્ન હતો. જોકે, ભારતમાં કેટલાક ઠેકાણે જીત ઉજવવામાં આવી હતી. આ પૈકી ઉત્તર પ્રદેશ (uttar pradesh) મોખરે હતું. જોકે, આ જીતના જશ્નથી યોગી સરકાર ખફા છે. ઉત્તર પ્રદેશમાં આવી જીતની ઊજવણી કરનારા 7 લોકો (Ind pak match celebration in UP) સમે ગુના નોંધવામાં આવ્યા છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે. આ શખ્સો સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
ભારત પાકિસ્તાનની મેચ બાદ પાકિસ્તાનની જીતની ખુશી પાકિસ્તાનમાં હોય તે સ્વાભાવિક છે પરંતુ ભારતના વિરોધી દેશની જીતનો જશ્ન મનાવવો યોગ્ય નથી. આ સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ સરકારે સખત વલણ અપનાવ્યું છે. પોલીસે આગરામાંથી 3, બરેલીમાં 1 અને લખનઉમાં 1 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી છે. આ શખ્સો સામે રાજદ્રોહનો કેસ ચાલશે.
આ વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન સામે હાર થઈ તે વર્લ્ડકપમાં 29 વર્ષ બાદ હાર થઈ છે. છેલ્લા 29 વર્ષથી એક પણ વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નહોતું. છેલ્લે ભારતની હાર વર્ષ 1992માં થઈ હતી અને ત્યારબાદથી ભારત સતત જીતતું આવ્યું હતું.
10 વિકેટથી હાર
આ હારની સાથે ભારત 10 વિકેટથી હારની નાલેશી પણ સહન કરશે. અગાઉ ફક્ત ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને વેસ્ટેઇન્ડિઝે ભારતને 9 વિકેટથી ટી20માં હરાવ્યું હતું. જોકે, વનડેમાં પણ ભારત પાકિસ્તાન સામે ક્યારેય 10 વિકેટે હાર્યુ નહોતું. વર્ષ 1997માં લાહોરમાં ભારત 9 વિકેટે હાર્યુ હતું. આમ આ 10 વિકેટની હારનો રેકોર્ડ કઈક અલગ જ રહેશે.
પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર ઉદેપુરની નીરજા મોદી સ્કૂલની શિક્ષિકા નફીસા અત્તારીની ધરપકડ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ નીરજા મોદી સ્કૂલ ટીચર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધ્યા બાદ અંબામાતા પોલીસે બુધવારે શિક્ષકની ધરપકડ કરી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર