IND vs PAK : સાનિયા મિર્ઝાનો Video, ભારત-પાકિસ્તાન મેચના વિવાદોથી બચવા લીધો આ નિર્ણય

સાનિયા મિર્ઝાનો વીડિયો, ભારત પાકિસ્તાન મેચના વિવાદોથી રહેશે સત્તર ફૂટ છેટી

T20 World Cup IND VS PAK: સાનિયા મિર્ઝા માટે એક તરફ જન્મભૂમિ બીજી બાજુ લગ્નજીવનના કારણે હંમેશા લોકોની તીખી પ્રતિક્રિયાઓનો ભોગ બનવું પ઼ડે છે, આ મેચ માટે પણ સાનિયાએ મોટો નિર્ણય લઈ લીધો છે.

  • Share this:
    કોઈપણ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જ્યારે ભારત અને પાકિસ્તાન (T20 World cup Match IND VS Pak)  વચ્ચે મેચ યોજાય છે, ત્યારે સમગ્ર વિશ્વના ક્રિકેટ રસીયાઓની નજર હોય છે. તેવામાં 24 ઓક્ટોબર, રવિવારે ICC T20 વર્લ્ડ કપ 2021માં બંને દેશ મેદાનમાં સામસામે ઉતરશે. જેથી ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ (Sania Mirza on IND VS PAK T20 Match) ભારત Vs પાકિસ્તાનની મેચના દિવસે સોશ્યલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે સાનિયા મિર્ઝાએ કોઇ પણ પ્રકારનો વિવાદ ટાળવા માટે આ નિર્ણય લીધો છે.

    વિડીયો શેર કરીને ફેન્સને જણાવ્યો નિર્ણય

    સાનિયા મિર્ઝાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે મેચના દિવસે તે સોશ્યલ મીડિયા અને ટોક્સિટીથી દૂર રહેશે. પાકિસ્તાન ટીમના ઓલરાઉન્ડર શોએબ મલિક સાથે લગ્ન કરનાર ભારતીય ટેનિસ સ્ટાર સાનિયાને અનેક વખત ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને જ્યારે બંને દેશો વચ્ચે કોઇ મેચ હોય તેના કારણે સાનિયા અનેક વખત ટ્રોલર્સ અને સોશ્યલ મીડિયા પર નફરતનો શિકાર થઇ ચૂકી છે.

    સાનિયાએ વીડિયો શેર કરી તેમાં લખ્યું કે, હું ભારત અને પાકિસ્તાનના મેચના દિવસે સોશ્યલ મીડિયા અને ટોક્સિટીથી દૂર રહીશ.








    View this post on Instagram






    A post shared by Sania Mirza (@mirzasaniar)






    યુવરાજ સિંહે કરી કમેન્ટ

    ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહ કે જેઓ ભૂતકાળમાં આવા અનેક મેચનો ભાગ રહી ચૂક્યા છે, તેણે સાનિયાની પોસ્ટ પર કમેન્ટ કરીને તેના આ નિર્ણયનું સમર્થન કર્યુ અને કહ્યું કે, આ સારો વિચાર છે.

    આ પણ વાંચો : IND VS PAK : આ પાકિસ્તાની છોકરી છે વિરાટ કોહલીની દિવાની, જાણો શું કર્યુ હતું 2019માં

    ભારત-પાકિસ્તાને જીતથી કરી શરૂઆત

    ભારત અને પાકિસ્તાન બંને દેશોની ટીમોએ મેચમાં જીતથી શરૂઆત કરી છે અને તેઓએ ક્રમશઃ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની સામે પોતપોતાની પ્રેક્ટિસ મેચમાં જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ હંમેશાથી કહેતા આવ્યા છે કે આ માત્ર એક રમત છે, જ્યારે તેમના સ્પર્ધક અને પાકિસ્તાની ટીમે કહ્યું કે, લીલા રંગમાં રહેલા પુરૂષો આ હાઇ વોલ્ટેજ ગેમમાં તેના પાડોશીઓને હરાવવા માટે તૈયાર છે.
    First published: