T20 World cup ind vs pak: પાકિસ્તાની છોકરીએ ધોનીને કહ્યું, 'માહી આ મેચ છોડી દે,' ધોનીનો Viral Video

IND VS PAK મેચ પહેલાં ધોની સાથે એક પાકિસ્તાી ફેન કરેલી વાતનો વીડિયો વાયરલ તસવીર- MS Dhoni/Instagram

T20 World cup ind vs pak: સોશિયલ મીડિયામાં મેચ પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાની ચાહકે ધોનીને મેચ હારી જવા વિનંતી કરી હતી. ધોનીએ આપેલો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • Share this:
    ND VS PAK : ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે દુબાઈમાં ટી20 વર્લ્ડકપ (T20 World Cup-2021)ની સુપર-12 ની પહેલી જ મેચમાં ભારતની કારમી હાર થઈ છે (IND VS PAK). આ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં પણ ભારત પાકિસ્તાન સામે 5-0થી આગળ હતું. જોકે, પાકિસ્તાને એક જ જીતમાં સાટું વાળી લીધું છે. જોકે, આ મેચ બાદ પાકિસ્તાન અને ભારતના કેટલાક ચાહકોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક વીડિયો મહેન્દ્રસિંઘ ધોની અને પાકિસ્તાની (MS Dhoni Pakistani girl Viral Video) ચાહક છોકરીનો સામે આવ્યો છે. ટ્વીટર પર સામે આવેલા આ વીડિયોમાં છોકરી કહે છે 'માહી આ મેચ છોડી દેજે' જોકે, છોકરીને ધોનીએ આપેલો જવાબ પણ લોકોને ખૂબ ગમ્યો અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

    આ વીડિયો મેચ પહેલાંના પ્રેક્ટિસ સેશનનો છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ કીટ બેગ લઈને જતા જોવા મળે છે તો સામે મેદાનની બહારથી આ છોકરી મોબાઇલમાં શુટિંગ ઉતારી રહી છે. વીડિયોમાં કે.એલ. રાહુલ, જસપ્રિત બુમહાર, એમ.એસ. ધોની જોવા મળે છે.

    'રાહુલ કાલે સારું નહીં રમતો'

    આ છોકરી પહેલાં રાહુલને કહે છે કે રાહુલ કાલે સારું નહીં રમતો.. થોડી સેકન્ડ બાદ ધોની આવતો દેખાય છે. છોકરી બોલે છે કે માહી આ મેચ છોડી દેજે. જોકે, મહેન્દ્રસિંઘ ધોનીએ આ છોકરીને આપેલો જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.



    'માહી જસ્ટ લીવ ધીસ મેચ'

    છોકરીએ મહેન્દ્રસિંઘ ધોનીને કહ્યું કે માહી આ મેચ છોડી દે એટલે કે હારી જવા માટે વિનંતી કરી હતી. જેના જવાબમાં ધોની હસતાં હસતાં કહે છે કે 'હમારા કામ હી એસા હે'

    આ પણ વાંચો : IND VS PAK: ભાવુક Video! પાકિસ્તાનની જીત બાદ નાના બાળકની જેમ રડ્યા કેપ્ટન બાબરના પિતા, પુત્રએ રચ્યો ઈતિહાસ

    ભારતનો કારમો પરાજય

    જોકે, પાકિસ્તાની ચાહકો ભલે આવી વિનંતીની આશાએ હતા પરંતુ આ વખતેની મેચમાં પાકિસ્તાને તમામ સેગમેન્ટમાં ભારતને પછાડ્યું. બૉલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગમાં પાકિસ્તાનનો જોટો જડે તેમ નહોતો. પાકિસ્તાને એક એક રન બચાવ્યા અને જલદી વિકેટો ખરેવી અને ભારતને 151 રનમાં સંકેલી લીધું હતું જેના જવાબમાં 10 વિકેટે શાનદાન જીત મેળવી હતી.
    Published by:Jay Mishra
    First published: