T20 World Cup : 'મારો મુજે મારો' ફેમ પાકિસ્તાની સપોર્ટરનો Video Viral, IND VS PAK મેચ પહેલાં કહી દીધી આ વાત

મોમીન સકીબ વાયરલ વીડિયોએ ફરી મચાવી ધૂમ ભારત પાકિસ્તાન મેચ પહેલાં ચઢાવ્યો પારો

Momin Saquib Maro Muhje Maro Viral Video : 2019ના વર્લ્ડ કપમાં 'મારો મુજે મારો' વિડીયોથી વાઇરલ થયેલા મોમીન શકીબ ફરી ચર્ચામાં છે.

  • Share this:
    ભારત અને પાકિસ્તાન વચ્ચેનો (IND VS PAK) ક્રિકેટ મેચ હંમેશા હાઇવોલ્ટેજ રહ્યો છે. બંને દેશમાં ક્રિકેટ (Cricket)  પ્રત્યે જોરદાર લગાવ હોવાથી ભારત પાકિસ્તાન વચ્ચેના કોઈપણ મેચમાં ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. 2021ના (2021 World Cup IND VS PAK Match)  વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ આવું જ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup)  ટીમ ઈન્ડિયા 24મીએ પાકિસ્તાન સામે ટકરાશે. તે પહેલાં જ ભારત અને પાકિસ્તાનના લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને દેશોના લોકોએ વિડીયો બનાવવાનું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં 2019ના વર્લ્ડ કપમાં 'મારો મુજે મારો' વિડીયોથી વાઇરલ થયેલા મોમીન શકીબ ( Momin Saquib Maro Muhje Maro Viral Video)  ફરી ચર્ચામાં છે.

    નોંધનીય છે કે, ગત વનડે વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. તે સમયે સ્ટેડિયમ બહાર ઉભેલા બ્રિટિશ પાકિસ્તાની શકીબ મોમીને મીડિયા સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો. આ વિડીયોમાં તેણે બોલેલો ડાયલોગ 'મારો મુજે મારો' આજે પણ લોકોને યાદ છે.

    ખૂબ વાઇરલ થયો હતો વિડીયો

    શકીબ મોમીનનો તે વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો હતો. તેના પરથી જોરદાર રમુજી મિમ પણ બનાવવામાં આવ્યા હતા. રાતોરાત લોકોના જીભે ચઢી ગયેલા આ વિડીયો પરથી અમુક સૉન્ગ પણ બન્યા હતા.

    આ પણ વાંચો :   T20 World Cup : ભારતીય ટીમની 1983થી લઈને 2021 સુધીની ટી-શર્ટ્સ, 3 દાયકાની સફર 22 તસવીરોમાં

    વધુ એક વિડીયો સામે આવ્યો

    હવે ભારત-પાકિસ્તાનના મેચ પહેલા તેનો નવો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, શું તમે તૈયાર છો? લાગણીઓથી ભરપૂર પાક-ભારતનો મેચ. તે આ મેચનું મહત્વ સમજાવતા તે કહે છે કે, માત્ર બે જ તો મેચ છે. એક છે ભારત-પાકની મેચ અને બીજી આમિર ખાનની લગાન મૂવીની. જે દિવસે તમારા શ્વાસ રોકાઈ જાય તે દિવસ જ યાદ રહે છે. આ મહિને 24મીએ તે જ થવાનું છે. ખુદા કસમ, 2019ની મેચ ગઈકાલે જ પૂરી થઈ હોય તેવું લાગે છે. સમયનો ખ્યાલ જ ન રહ્યો. પાકિસ્તાન માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.





    ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર T20 વર્લ્ડ કપ 2021ના મેચની યાદીમાં સૌથી વધુ રાહ જોવાતી મેચ છે. T20 વર્લ્ડ કપમાં ભારત હરીફ પાકિસ્તાન સામે આઇસીસી ટુર્નામેન્ટની મેચો જીતવાનો રેકોર્ડ જારી રાખવા ઇચ્છે છે.
    First published: