T20 World Cup 2021: પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો, હાર્દિકે વધારી કોહલીની ચિંતા

તસવીર- AP

IND VS PAK : મેચમાં હાર મળતા ઇન્ડિયન ટીમ (Team India)ને ભારે ધક્કો લાગ્યો છે, તો સાથે જ ફેન્સ પણ ઘણા નિરાશ થયા છે. બીજી તરફ મેચ બાદ હાર્દિક પંડ્યા (Cricketer Hardik Pandya Injured)એ પણ વિરાટ કોહલી (Virat Kohli)ની ચિંતા વધારી છે

  • Share this:
    IND VS PAK : ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)ના પહેલા જ મેચમાં ભારતને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારત (INDvsPAK)ની આ પહેલી હાર છે. ટી20 વર્લ્ડ કપના પહેલા જ મેચમાં હાર મળતા ઇન્ડિયન ટીમ (Team India)ને ભારે ધક્કો લાગ્યો છે, તો સાથે જ ફેન્સ પણ ઘણા નિરાશ થયા છે. બીજી તરફ મેચ બાદ હાર્દિક પંડ્યા (Cricketer Hardik Pandya Injured)એ પણ વિરાટ કોહલી (Virat Kohli)ની ચિંતા વધારી છે અને ભારતીય ટીમને પંડ્યા રૂપી મોટો ઝટકો લાગ્યો છે.

    પાકિસ્તાન સામેની મેચ બાદ પંડ્યાને સ્કેન માટે હોસ્પિટલમાં ખસેડવા (Admitted in Hospital)માં આવ્યો હતો. પંડ્યા ઇજાના કારણે પાકિસ્તાન સામે ફીલ્ડીંગ કરવા માટે મેદાન પર ઉતરી શક્યો નહોતો અને તેની જગ્યાએ ઇશાન કિશન(Ishan Kishan) મેદાન પર ઉતર્યો હતો. જોકે પંડ્યાની ઇજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી, પરંતુ તેને સાવધાનીના ભાગરૂપે સ્કેન માટે મોકલવામાં આવ્યો છે.

    હાર્દિકને જમણા ખભે થઇ છે ઇજા

    બીસીસીઆઇ(BCCI)એ જણાવ્યા અનુસાર, હાર્દિક પાંડ્યાને બેટિંગ દરમિયાન જમણા ખભામાં ઇજા થઇ છે. તે સ્કેન માટે ગયો છે. પંડ્યાએ પાકિસ્તાન સામે 11 રનની ઇનિંગ રમી હતી. ભારતને હવે આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની રહેશે. એવામાં પંડ્યાની ઇજાએ ભારતીય ટીમનું ટેન્શન વધારી દીધું છે. પંડ્યાની ફીટનેસને લઇને ટીમ ઇન્ડિયા પહેલાથી જ ચિંતાગ્રસ્ત હતી, કારણ કે તે છેલ્લા ઘણા સમયથી બોલિંગ કરી શકતો નથી.

    આ પણ વાંચો : IND VS PAK: ભાવુક Video! પાકિસ્તાનની જીત બાદ નાના બાળકની જેમ રડ્યા કેપ્ટન બાબરના પિતા, પુત્રએ રચ્યો ઈતિહાસ

    કમરના દુખાવીથી પરેશાન છે પાંડ્યા

    હાર્દિક પાંડ્યાને પાકિસ્તાન સામેની મેચમાં પણ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરાયો હતો. પાંડ્યા માટે પાકિસ્તાન સામેની આ મેચ ખૂબ ખાસ હતી, કારણ કે તે તેનો 50મો ટી20 મેચ હતો. ટોસ બાદ પાંડ્યાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, તેઓ કમરના દુખાવાથી પરેશાન છે. પરંતુ હાલ તેની સ્થિતિ પહેલાની સરખામણીમાં ઘણી સારી છે. તેમણે કહ્યું કે, તેઓ હજું પણ બોલિંગ કરશે નહીં. પરંતુ નોકઆઉટ મેચ નજીક આવ્યા બાદ તેઓ બોલિંગ કરવા માંગે છે.

    આ પણ વાંચો :  T20 World Cup : શું પંત-ઉર્વશી વચ્ચે સંબંધો ફરી મધુર થયા? રિષભે એક્ટ્રેસનો નંબર કરી દીધો હતો બ્લોક

    ટીમ માટે મહત્વપૂર્ણ છે પંડ્યા

    બોલિંગને લઇને ટીમ મેનેજમેન્ટ સાથે તેમણે લાંબી વાતચીત પણ કરી છે. તો વિરાટે પહેલા કહ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં અમુક વખત હાર્દિક પંડ્યાનો ઉપયોગ બોલર તરીકે કરવામાં આવશે. કોહલીએ વધુમાં જણાવ્યું કે, પંડ્યા તે સ્ટેજ પર છે, જેમાં તેઓ ટૂર્નામેન્ટમાં કોઇ જગ્યાએ અમુક ઓવર ફેંકી શકે છે. ઇન્ડિયન ટીમને કેપ્ટને કહ્યું કે, તેમણે હંમેશા હાર્દિક પંડ્યાનું એક બેટ્સમેન તરીકે સમર્થન કર્યુ છે અને તેઓ ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
    Published by:Jay Mishra
    First published: