ind vs pak : હરભજને પાકિસ્તાનના બૉલરને પૂછ્યું-ટેસ્ટમાં નો-બોલ ફેંકવાના કેટલા મળ્યા હતા? ભારત-પાકની મેચ બાદ ડખો

હરભજન સિંઘ અને મોહમ્મદ આમીર વચ્ચે ટ્વીટર પર તડાફડી બોલી

ind Vs pak T 20 world Cup 2021: મેચ પતી છતાં પણ બે ટીમ વચ્ચેનો ઝઘડો સમાપ્ત નથી થયો, હરભજન-આમીરે તમામ હદ વટાવી નાખી, ટ્વીટર પર ખુલ્લેઆમ આરોપો

  • Share this:
    આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન (T20 World cup ind vs pak) વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ જંગમાં ભારતની પાકિસ્તાન સામે શરમજકનક (ind vs pak Result) હાર થઈ હતી. ભારતની હાર સાથે પાકિસ્તાને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ હાર બાદ ટ્વીટર પર પાકિસ્તાની ટીમના કેટલાક પૂર્વ ખેલાડીઓ દ્વારા ભારતના ખેલાડીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. હરભજનસિંઘ સાથે પાકિસ્તાનના પૂર્વ બૉલર મોહમ્મદ આમીરની (Harbhajan singh mohammed amir war on Twitter) માથાકુટ થઈ હતી અને બંનેએ એકબીજાને બેફામ વાતો સંભળાવી હતી. જોકે, ઝઘડો એટલી હદે ગંભીર થઈ ગયો હતો કે હરભજનસિંઘે પાકિસ્તાનના પૂર્વ બૉલર પર પૈસા લઈને નો બૉલ ફેંકવાનો આરોપ લગાવી દીધો હતો.

    આમીરે ટ્વીટર પર હરભજનસિંઘને પૂછ્યું કે 'પૂછવાનું એવું હતું કે હરભજન પાજીએ પોતાનું ટીવી નથી તોડ્યું, કઈ વાંધો નહીં થાય થાય... અંતે તો આ રમત જ છે. '



    હરભજનસિંઘે સહેજ પણ રાહ જોયા વગર આમીરને જવાબ આપ્યો અને કહ્યું ક્યું કે 'આ સિક્સરનો બોલ તારા ઘરના ટીવી પર પડ્યો હતો' હરભજનસિંઘે જવાબમાં આમીરના બૉલ પર ફટકારેલી સિક્સોનો વીડિયો મૂક્યો હતો.



    આમીર આફ્રિદીની સિક્સનો વીડિયો મૂક્યો

    જવાબમાં આમીરે એક નવો વીડિયો મૂક્યો હતો. આ વીડિયોમાં શાહિદ આફ્રિદી હરભજનસિંઘના ચાર બૉલમાં ચાર સિક્સર મારી એ વીડિયો હતો. જોકે, શાંત રહે તો એનું નામ હરભજનસિંઘન કહેવાય તેણે બદલામાં લોર્ડ્સનો એક વીડિયો મૂક્યો અને ગંભીર આરોપ લગાવ્યા હતા.

    આ પણ વાંચો : Ind vs Pak, T20 World Cup: પાકિસ્તાનની પૂર્વ મહિલા કેપ્ટન કોહલી પર આફરિન, વિરાટની ખેલદિલી પર કર્યા પેટભરીને વખાણ

    ટેસ્ટમાં નો બૉલ ફેંકવાના કેટલા મળ્યા હતા?

    બદલામાં હરભજનસિંઘે આમીરનો એક વીડિયો મૂક્યો હતો અને લખ્યું હતું કે લોર્ડ્સમાં નો-બોલ કેવી રીતે પડ્યો હતો. કિતના લિયા, કિસને દિયા ફક્ત પૈસા પૈસા પૈસા... ન ઈજ્જત ન બીજુ કઈ. તારા સપોર્ટરને જણાવીશ નહીં લોર્ડ્સમાં નો-બૉલ ફેંકવાના કેટલા લીધા હતા. અહીંથી જતો રે....'



    ભારતનો 12-0નો રેકોર્ડ તૂટ્યો

    આ મેચમાં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર થઈ હતી. આ સાથે જ વર્લ્ડકપમાં ભારતનો પાકિસ્તાન સામેનો 12-0નો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. ભારતે અગાઉ વર્લ્ડકપના તમામ ફોર્મેટમાં પાકિસ્તાન સામે 12-0થી જીત મેળવી હતી જેનો અંત આવ્યો છે. પાકિસ્તાને 10 વિકેટે ભારતને આ મેચમાં હરાવ્યું હતું.
    Published by:Jay Mishra
    First published: