IND VS PAK : ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match) મેચને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભારત પાકિસ્તાન સામે 5 વર્ષ પછી કોઈ પણ આઈસીસી ટુર્નામેન્ટની મેચ રમવા માટે જઈ રહ્યુ છે. કેપ્ટન બાબર આઝમે મેચના 24 કલાક પહેલાં જ 12 સભ્યોની પાકિસ્તાનની (Pakistan 12 men team VS India) ટીમ જાહેર કરી દીધી છે (IND VS PAK) જોકે, આ ટીમ જાહેર થયા બાદ કેપ્ટન કોહલીએ પોતાના 'પત્તા' બંધ જ રાખ્યા છે અને બંધ બાજીમાં રમવાનું જ નક્કી કર્યુ છે. જોકે, મેચ પહેલાં જ બંને ટીમની ડ્રીમ 11 ટીમ (Dream11 Prediction India vs Pakistan T20 World Cup 2021 ) સામે આવી છે.
આ ખેલાડીઓ છે ભારતની ટીમમાં : ભારતની ટીમમાં રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, જસપ્રિત બુમરાહ, રાહુલ ચહર, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. આ મેચની શરૂઆત આજે સાંજે 7.30 વાગ્યાથી દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર થશે અને મોડી રાતે 10.30 વાગ્યા સુધી યોજાશે.
પાકિસ્તાને જાહેર કરી દીધી છે 12 સભ્યોની ટીમ
પીસીબીએ પોતાના ટ્વીટર પર જાહેર કરેલી ટીમ મુજબ બાબર આઝમ કેપ્ટન, આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, મોહમ્મદ રિઝવાન, ઈમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, શોહેબ ખાન, શાહેબ મલિક, હરિસ રઉફ, હસન અલી અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કર્યો છે.
કોહલીએ ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ મજબૂત છે. તેમની સામે દરેક ખેલાડીએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. કોહલીએ પાકિસ્તાન સામે માઇન્ડ ગેમ રમતાં કહ્યું છે કે આપણી ઉપર માનસિક દબાણ નથી અમે ખાસ પ્લાનિંગ કર્યુ છે. પાકિસ્તાનને હલકામાં નહીં લઈ શકાય, જોકે, વિરાટે કહ્યું કે તેની પાસે ચોક્કસ રણનીતિ છે પાકિસ્તાન સામે રમવાની પરંતુ પાકિસ્તાને જેવી રીતે પ્લેઇંગ 12 જાહેર કરી તેવી રીતે કોહલીએ કહ્યુ હું ખેલાડીઓ વિશે વાત નહીં કરુ પરંતુ અમારી ટીમ સંતુલિત હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર