T20 World Cupની ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે શા માટે થવી જોઈએ ટક્કર, પાક.ના કોચે આપ્યું આ કારણ
t20 World cup : પાકિસ્તાનની ટીમના કોચ સકલેન મુસ્તાક (Saqlain Mushtaq) T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની (IND VS PAK) ટક્કર થાય તેવું ઇચ્છી રહ્યા છે અને આ મેચ શા માટે થવો જોઈએ તેનું કારણ પણ આપ્યું છે.
T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પાકિસ્તાનની શરૂઆત સારી રહી છે. પાકિસ્તાનની ટીમે (Pakistan cricket team) ભારત અને ન્યુઝીલેન્ડ જેવી ધરખમ ટીમોને હરાવી છે. હવે અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડ જેવી નબળી ટીમો સાથે તેના મેચ છે. બીજી તરફ ભારત (Indian cricket team) ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે. ભારત ફાઇનલ સુધી પહોંચશે તેવો ઘણા ચાહકોને વિશ્વાસ છે, ત્યારે પાકિસ્તાનની ટીમના કોચ સકલેન મુસ્તાક (Saqlain Mushtaq) T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થાય તેવું ઇચ્છી રહ્યા છે અને આ મેચ શા માટે થવો જોઈએ તેનું કારણ પણ આપ્યું છે.
સકલેન મુસ્તાકે કહ્યું છે કે, ચાલુ ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માનવતા અને પ્રેમની જીત હતી. તેણે મેચ પછી મેદાન પર ધોની પાસેથી પાકિસ્તાની ખેલાડીઓને સલાહ મળતી હોય અને વિરાટ કોહલીએ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હોય તેવા દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો હતો.
ઈન્સાનિયત -મોહબ્બતની જીત
સકલેન મુસ્તાકે કહ્યું, છેલ્લી મેચમાં જે કંઈ પણ થયું હોય, વિરાટ કોહલી કે ધોની અમારા ખેલાડીઓને ગળે લગાવે તે વિશ્વ ક્રિકેટ માટે ખૂબ સારું હતું. ભારત - પાકિસ્તાનની ટક્કરને બાજુએ રાખીને મારા માટે મેચથી શ્રેષ્ઠ બાબત એ હતી કે, તે ઇન્સાનિયત અને મોહબ્બતની જીત હતી.
પ્રેમની જીત થાય, નફરતની હાર થાય
તેણે વધુમાં કહ્યું કે, ક્રિકેટ એ રમત છે. તેમાં જીતવું અને હારવું એ તેનો એક ભાગ છે. બાબર, રિઝવાન, દાની, વિરાટ, ધોનીને સલામ છે. કારણ કે, તેઓએ આખી દુનિયા અને બંને દેશો માટે સારો સંદેશ આપ્યો છે. હું હંમેશાં કહું છું, પ્રેમની જીત થાય અને નફરતની હાર થાય.
T20 વર્લ્ડ કપમાં મજબૂત ટીમોની વાત કરતા તેણે કહ્યું કે, ભારતની ખૂબ મજબુત છે. ઇંગ્લેન્ડ પણ સારું રમે છે. તેઓ પણ ફેવરિટ છે અને ઓસ્ટ્રેલિયા હંમેશાની જેમ મોટી ટુર્નામેન્ટમાં અલગ સંકલ્પ સાથે આવી છે. જો ભારત અને પાકિસ્તાન સાથે મળીને ફાઈનલ માટે ક્વોલિફાય થશે તો ICC અને સમગ્ર વર્લ્ડ ક્રિકેટને થોડી મજા આવશે.
તેણે અફઘાનિસ્તાન સામેના મેચ પહેલા અફઘાનિસ્તાનની ટીમના વખાણ કર્યા હતા. તેની બોલિંગને આક્રમક ગણાવી હતી અને બેટિંગ પણ સારી હોવાનું કહી ટીમ જોખમી હોવાનું કહ્યું હતું.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર