IND VS PAK: ભાવુક Video! પાકિસ્તાનની જીત બાદ નાના બાળકની જેમ રડ્યા કેપ્ટન બાબરના પિતા, પુત્રએ રચ્યો ઈતિહાસ

દુબઈના સ્ટેડિયમમાં નાના બાળકની જેમ રડી પડ્યા બાબર આઝમના પિતા

T20 World Cup IND VS Pak: 2012માં બાબરના પિતાએ કહ્યું હતું, 'બસ ડેબ્યૂ હો જાને દો, આગે સારા મેદાન બાબર કા હે'

  • Share this:
    IND VS PAK : ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે દુબાઈમાં ટી20 વર્લ્ડકપ (T20 World Cup-2021)ની સુપર-12 ની પહેલી જ મેચમાં ભારતની કારમી હાર થઈ છે (IND VS PAK). આ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. ટી-20 વર્લ્ડકપમાં પણ ભારત પાકિસ્તાન સામે 5-0થી આગળ હતું. જોકે, પાકિસ્તાને એક જ જીતમાં સાટું વાળી લીધું છે. આ મેચ બાદ પાકિસ્તાનમાં જશ્નનો માહોલ છે. જોકે, ભારત પાકિસ્તાનની આ મેચ બાદ દુબઈના સ્ટેડિયમમાંથી એક ભાવુક વીડિયો સામે આવ્યો છે. સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના પિતા પણ આવ્યા હતા. મેચમાં પાકિસ્તાનની જીત થયા બાદ બાબરના પિતા નાના બાળકની જેમ ધ્રુસકે અને ધ્રુસકે (Babar Azam's Father Cried After IND VS PAK Match) રડી પડ્યા હતા. પુત્ર ન માત્ર દેશને જીત અપાવી પરંતુ એક નવો ઈતિહાસ લખ્યો. નોટઆઉટ કેપ્ટન ઈનિંગ રમી બાબરે કરોડો પાકિસ્તાનીઓના દિલ જીતી લીધા હતા.

    આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના સ્પોર્ટ્સ પત્રકાર મઝહર અર્ષદે ટ્વીટર પર આ વીડિયો મૂક્યો હતો અને લખ્યું હતું કે પાકિસ્તાનની જીત બાદ ખુશીના આંસુ. મઝહર અર્ષદે વધુમાં લખ્યું કે બાબરના પિતાએ તેને વર્ષ 2012માં કહ્યું હતું કે એકવાર બાબરને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવા દો તે છવાઈ જશે.

    આ પણ વાંચો :  T20 World Cup : શું પંત-ઉર્વશી વચ્ચે સંબંધો ફરી મધુર થયા? રિષભે એક્ટ્રેસનો નંબર કરી દીધો હતો બ્લોક

    'બસ ડેબ્યૂ હો જાને દો, આગે સારા મેદાન બાબર કા હે'

    બાબરના પિતાનું આઝમ સિદ્દીકી છે. સિદ્દીકેને પુત્રના પ્રદર્શન પર ખૂબ ભરોસો હતો. વર્ષ 2012માં તેણે મઝહરને જણાવ્યું હતું કે 'બસ ડેબ્યૂટ હો જાને દો આગે સારા મેદાન બાબર કા હે' મઝહર લખે છે કે બાબરના પિતાએ જ્યારે મને આ વાત કરી ત્યારે તે ડેબ્યૂથી ત્રણ વર્ષ છેટો હતો. આજે ખરેખર મને તેમના શબ્દો કાને અથડાય છે. બાબર આઝમે કેપ્ટન ઇનિંગ રમી અને ભારતને કારમો પરાજય આપ્યો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.



    બાબર રિઝવાન ભારે પડ્યા

    કેપ્ટન બાબર આઝમે અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને અણનમ 78 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના (Virat Kohli) નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી શકી નથી. હારના પાંચ જવાબદારોની વાત કરીએ તો રોહિત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવ મોખરે હતા.

    આ પણ વાંચો :  T20 World cup : ધોકા મારી મારીને તોડી નાખ્યું TV, ભારતની હાર સહન કરી શક્યા ચાહક- Viral Video

    'શાહીનની વિકેટે અમે ખૂબ કોન્ફિડન્સ આપ્યો'

    મેચમાં શાહીન આફ્રિદીએ રોહિત શર્મા, કે એલ રાહુલને બે ઓવરમાં આઉટ કરી દીધા હતા. ઝીરો રન પર પડેલી પહેલી વિકેટે પાકિસ્તાનને ખૂબ આત્મવિશ્વાસ આપ્યો. બાબરે મેચ પત્યા પછી કહ્યું કે શાહીનની વિકેટોએ અમને ખૂબ આત્મ વિશ્વાસ અપાવ્યો. અમે ટીમ વર્ક કર્યુ અને ત્યારબાદ ઓપનર તરીકે અમે પાર્ટનરશીપ બનાવી અને અંતમાં જે પરિણામ જોઈતું હતું તે મેળવ્યું.
    Published by:Jay Mishra
    First published: