Home /News /sport /IND Vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં કેવી રહેશે દુબઈની પીચ? છેલ્લી બે IPLનો અવેરેજ સ્કોર છે 150-160
IND Vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં કેવી રહેશે દુબઈની પીચ? છેલ્લી બે IPLનો અવેરેજ સ્કોર છે 150-160
દુબઈમાં કોણ મારશે બાજી ભારત કે પાકિસ્તતાન જાણો પિચ રિપોર્ટ અને મેદાનનો રેકોર્ડ
India Vs Pakistan T20 World Cup: આજે વર્લ્ડકપમાં 5 વર્ષ બાદ ભારત પાકિસ્તાનનો કટ્ટર મુકાબલો, એક એક મિનિટ ચાહકો માટે મુશ્કેલ. જાણો કેવી રહેશે પીચ અન મોસમનો મિજાજ
દુબઈ : IND VS PAK : ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match) મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી યોજાશે. ભારત વિશ્વકપના રેકોર્ડ મુજબ પાકિસ્તાન સામે 5-0થી આગળ છે પરંતુ પાકિસ્તાન T-20 ફોર્મેટમાં કોઈ પણ ટીમને હરાવવા માટે સક્ષમ છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં આ મેચ જીતીને સ્કોર 6-0 કરવાની તૈયારીમાં છે જ્યારે પાકિસ્તાન રેકોર્ડ તોડવા માટે મેદાને ઉતરશે. જોકે, આ પહેલાં દુબઈમાં આજનું વાતાવરણ કેવું રહેશે તેના પર સૌની નજર અટકેલી છે. (Dubai Weather Update) ચાલો ત્યારે નજર કરીએ દુબઈના વાતાવરણ પર
દુબઈનું મોસમ (Dubai Weather Update): ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આજે દુબઈમાં વરસાદની કોઈ સંભાવના નથી. સાંજે મેચના સમયે દુબઈનું તાપમાન 31 સેલ્સિયસની આસપાસ રહેશે જ્યારે દક્ષિણથી પૂર્વની દિશામાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત સાંજે ભેજનું પ્રમાણ 70 ટકાની આસપાસ રહેશે. એટલે કે ક્રિકેટ માટે લાજવાબ મોસમ છે.
પિચ રિપોર્ટ
ભારતે ગ્રુપ સ્ટેજની 5 મેચો દુબઈમાં રમવાની છે. પાછલા કેટલાક વર્ષોનો રેકોર્ડ ચકાસીએ તો અહીંયા પિચનો મિજાજ ખાસ બદલાયો નથી. પાછલી બે આઈપીએલની મેચમાં અહીંયા એવરેજ સ્કોર 150-160 રહ્યો છે.
અહીંયા ફાસ્ટ બૉલરને વિકેટ મળે છે. જ્યાં સુધી રેકોર્ડનો સવાલ છે ત્યાં સુધી અહીંયા ફાસ્ટ બૉલર એવરેજ 27 રન આપે છે જ્યારે સ્પિનર એક વિકેટ સાથે 32 રન આપે છે. આ સ્થિતિમાં ભારત પાકિસ્તાન 3-3 ફાસ્ટ બૉલર સાથે ઉતરી શકે છે.
દુબઈના ગ્રાઉન્ડનો રેકોર્ડ
ટોટલ મેચ :
61
પહેલી બેટિંગમાં જીત :
34
બીજી બોલિંગમાં જીત :
26
એવરેજ ફર્સ્ટ ઇનિંગ સ્કોર :
144
એવરેજ સેકેન્ડ ઇનિંગ સ્કોર :
122
હાઇએસ્ટ ટોટલ :
211/3 SL vs PAK
લોએસ્ટ ટોટલ :
71/10 (19 Ov) KEN vs IRE
હાઇએસ્ટ રન ચેઝ :
183/5 (19.4 Ov) AFG vs UAE
લોએસ્ટ ડિફેન્ડ :
134/7 (20 Ov) OMAN vs HK
ટોસ પર મદાર
ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પાકિસ્તાનની મેચમાં સમગ્ર મદાર ટોસ પર રહેશે. હાલમાં યુએઈનો મિજાજ બદલી રહ્યો છે. અહીંયા ગરમી ઘટી રહી છે અને સાંજે ઝાકળ પડી શકે છે. 2020માં આઈપીએલના પ્રથમ હાફમાં ગરમી વધારે રહેતી ત્યારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 77 ટકા ટીમને જીત મળતી હતી. જ્યારે બીજા હાફમાં 77 ટકા મેચોમાં રન ચેઝ કરવામાં સફળતા મળતી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર