T20 World Cup: સચિન તેંડુલકરનો Video, ભારતની હારના કારણો આપ્યા, ટીમની નબળાઈ પણ જણાવી

સચિન તેંડલુર : પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ પ્રતિક્રિયા આપી છે.

T20 World cup IND VS NZ : સચિન તેંડુલકરે ફેસબૂક પર મૂકેલો આ વીડિયો સૌએ જોવો જોઈએ. સચિને ખરા અર્થમાં ભારતની હારના કારણો શોધ્યા છે.

  • Share this:
    ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ (T20 World cup) સામે પણ ભારતની શરમજનક હાર બાદ સેમિફાઇનલ (IND VS NZ) રાઉન્ડ માટે ક્વોલિફાય થવાની આશા એકદમ ધુંધળી થઈ ગઈ છે. પાકિસ્તાન સામે 10 વિકેટે પરાજય મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ન્યૂઝીલેન્ડ સામે જીતવું ફરજિયાત હતું. પરંતુ તે શક્ય બન્યું નથી. હવે સેમિફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાએ બધી જ મેચો જીતવી પડશે તેમજ 'જો અને તો' ની સ્થિતિ પર આધાર રાખવો પડશે. દરમિયાનમાં ભારતની હાર બાદ સમગ્ર વિશ્વમાં ટીમની ટીકા થઈ રહી છે. જોકે, આ વખતે ક્રિકેટના ગોડ સચિન તેંડુલકરે પણ ટીમને સલાહ આપી છે (Sachin Tendulkar on IND VS NZ Matc h)

    ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને લેગ સ્પિનર ઇશ સોઢીની બોલિંગમાં રમવામાં તકલીફ પડી હતી. ઇશ સોઢીને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટો ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને અનુક્રમે 14 અને 9 રને આઉટ કર્યા હતા. આ બંને ટોચના ખેલાડીઓ આઉટ થયા બાદ ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી શકી નહોતી.

    સચિને કહ્યું લેગ સ્પીનરો ભારે પડ્યા!

    ન્યૂઝીલેન્ડ સામે ભારતના પરાજય બાદ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તે મેચ અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. ભારતીય બેટ્સમેનોને લેગ સ્પિનર ભારે પડયા હોવાનું સચિને નોંધ્યું છે.

    સચિન તેંડુલકરે કહ્યું કે, ભારતીય બેટ્સમેનોને મોટા શોટ રમવા મજબૂર કરાયા હતા. ન્યૂઝીલેન્ડે તેમને સરળતાથી રન કરવા દીધા ન હતા. તેણે કહ્યું, આપણી ટીમ માટે આ દિવસ મુશ્કેલ હતો. તમે પ્રયત્ન કરો અને તમારા માટે કઈ અનુકૂળ ન હોય તેવા દિવસો ભાગ્યે જ આવે છે. મને આશા છે કે, આપણી ટીમ આગામી દિવસોમાં આ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરશે.

    લેગ સ્પિનરોએ બાજી બગાડી

    તેંડુલકરે તેના સત્તાવાર ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, મેં એક બાબત જોઈ કે, પોતાની ડિલિવરીમાં બોલિંગ ગુગલી, ટોપ સ્પિન, ફ્લિપર અને સામાન્ય લેગ સ્પિનનું મિશ્રણ કરનાર લેગ સ્પિનરો તાજેતરના સમયમાં ભારત સામે સફળ રહ્યા છે.

    આ પણ વાંચો :  PHOTOS: આ છે એવા ક્રિકેટરો જે પોતાની પિતરાઈને જ પરણ્યા, સુખી સંપન્ન છે લગ્ન જીવન

    ઈશ સોઢી અસરકારક રહ્યો

    સચિને વધુમાં કહ્યું કે, ઈશ સોઢી ખૂબ જ અસરકારક રહ્યો હતો અને બીજા છેડે સેન્ટનરે પણ સારી બોલિંગ કરી હતી. બંનેએ આઠ ઓવરમાં માત્ર 32 રન આપ્યા હતા. જે ખૂબ જ અસરકારક દેખાવ છે. હું માનું છું કે, આ ક્ષેત્રમાં આપણે સુધારો કરવો પડશે.



    એકમાત્ર રસ્તો શરૂઆતની વિકેટ લેવાનો

    ભારતીય બોલર્સ અંગે સચિને કહ્યું હતું કે, ભારતીય બોલરો એટલા અસરકારક રહ્યા નથી. તેણે કહ્યું હતું કે, આટલા ઓછા સ્કોરવાળા રનચેઝમાં વિરોધી ટીમ પર દબાણ ઊભું કરવાનો એકમાત્ર રસ્તો શરૂઆતની વિકેટ લેવાનો છે. આટલા સ્કોરમાં તમારે પ્રથમ છ ઓવરમાં ઓછામાં ઓછી ત્રણ વિકેટ લેવાની જરૂર પડે છે. બુમરાહે એક વિકેટ લીધી હતી પરંતુ તે અસરકારક શરૂઆત નહોતી.
    First published: