Home /News /sport /T20 world Cup IND VS NZ: ન્યૂઝીલેન્ડ સામે ભારત જીતે તો શું થાય? વિરાટની કેપ્ટનશીપ દાવ પર, કરો યા મરોનો જંગ

T20 world Cup IND VS NZ: ન્યૂઝીલેન્ડ સામે ભારત જીતે તો શું થાય? વિરાટની કેપ્ટનશીપ દાવ પર, કરો યા મરોનો જંગ

કોહલી અને વિલિયમસન માટે આજે કરો યા મરો

T20 world Cup IND VS NZ: પાકિસ્તાન સામે હારેલી બંને ટીમો માટે આ મેચ જીતવી કેમ રૂરી છે જાણો શું છે પોઇન્ટ ટેબલની સ્થિતિ

T20 world Cup IND VS NZ: આજે ટી-20 વર્લ્ડકપમાં ભારતનો (T20 World cup IND VS NZ) 7 દિવસ બાદ ફરીથી મુકાબલો છે. પાકિસ્તાન સામેની હારમાંથી ઉભરીને જીતનો ચીલો ચાતરવાની મોટી તક છે. ખેલાડીઓ (India Squad for today's match) તૈયાર છે. પ્રેક્ટિસ થઈ ચુકી છે અને ટીમનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પાકિસ્તાન કરતાં પણ વધુ ઘાતકી સાબિત થઈ શકે છે. આ મેચમાં હારનારી ટીમનું વર્લ્ડકપનું પિક્ચર પુરૂં થઈ જાય તો ય નવાઈ નહીં. આજે પોઇન્ટ ટેબલની (T20 World Cup Group A Table Point table) સ્થિતિ મજબૂત કરવા માટે બંને ટીમો ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી જરૂરી છે. આજની મેચ કોહલની (Virat Kohli) કેપ્ટનશીપ અને ટીમ માટે અગ્નિ પરીક્ષા છે. આજે કરો યા મરોનો જંગ છે. આજની મેચ ભારત જીત તો શું થાય અને ન્યૂઝીલેન્ડ જીતે તો શું થાય તે જાણવું પણ જરૂરી છે. તો વળી આઈસીસી ટૂર્નામેન્ટમાં કિવિઝ સામે ભારત જીતી નથી શક્યું તેનો પણ એક મોટો ઈતિહાસ છે.

પાકિસ્તાને મંગળવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમની આ સતત બીજી જીત છે અને ટીમ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. પાકે અગાઉ ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવી હતી. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 31 ઓક્ટોબરે મેચ રમાવાની છે. ટીમ ઇન્ડિયાએ 2007માં એકમાત્ર વખત ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું.

ICC ટુર્નામેન્ટમાં રેકોર્ડ

T20 વર્લ્ડ કપમાં પણ ભારતનું તેવું જ પ્રદર્શન રહ્યું છે. ભારત ન્યુઝીલેન્ડને T20 ICC ઈવેન્ટમાં પણ હરાવી શક્યું નથી.

આ પણ વાંચો : T20 World Cup: માતા વેન્ટિલેટર પર લડી રહી હતી જિંદગી-મોતનો જંગ, છતા દીકરાએ મેચ રમી નિભાવી ફરજ

વર્ષ 2007માં ભારત 10 રનથી હારી ગયું હતું. વર્ષ 2016 માં ન્યુઝીલેન્ડે 47 રનથી મેચ જીતી લીધી હતી. ભારતે વર્લ્ડકપમાં કીવી ટીમ સામે 10 મેચ રમી છે અને તેમાંથી માત્ર 3 મેચમાં જીત મેળવી છે. હવે આવતીકાલની મેચ પર વિશ્વની નજર છે. કાલની મેચ બંને ટિમ માટે કરો યા મરો સમાન બની શકે છે.

કઈ રીતે થઈ શકે કરો યા મારો?

ભારત જીતે તો...

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત જીતી જાય અને બાકીની નબળી ટીમ એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ ભારત જીતી જાય તો 8 પોઇન્ટ મળશે. જ્યારે ન્યુઝીલેન્ડ નવી ટીમો સામે જીતે તો તેને 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમિ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન હશે.

આ ગણતરી પાકિસ્તાન, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ અન્ય નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે જીતી જાય તેના અંદાજ મુજબની છે. જો દમદાર ટીમોમાંથી એક પણ હારી જશે તો સ્થિતિ બદલાય જશે.

આ પણ વાંચો :  T20 World cup SA VS SL : શ્રીલંકાના બૉલર ઈતિહાસ રચ્યો, વન-ડે બાદ T-20માં પણ ઝડપી હેટ્રીક

ન્યૂઝીલેન્ડ જીતે તો...

ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી જાય અને બાકીની નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ જીતી જાય તો તેના 8 પોઇન્ટ થશે. બીજી તરફ ભારત નબળી ટીમ સામે જીતે તો 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જશે. અહીં ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના T20 ફોર્મેટમાં કંઇ પણ થઇ શકે છે. નબળી ટીમ પણ દમદાર ટીમને હરાવી શકે છે. જેથી અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
First published: