T20 Worldcup IND VS NZ: ભારતીય બેટ્સમેનો ફરી ફ્લોપ, ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે પરાજય

ડ્રિક્સ બ્રેક સુધીમાં ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાને 48 રન

T20 World cup IND VS NZ: આ પરાજય સાથે જ સેમિ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો છે. હવે અને જો અને તો ની સ્થિતિ પણ નિર્ધાર રાખવો પડશે

  • Share this:
    T20 World cup IND VS NZ: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં 8 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો છે. આ પરાજય સાથે જ સેમિ ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાને મોટો ફટકો પડ્યો છે. હવે અને જો અને તો ની સ્થિતિ પણ નિર્ધાર રાખવો પડશે.

    ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલે 49 અને કેન વિલિયમસને અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી બંને વિકેટ બુમરાહે ઝડપી હતી.

    ભારત પાકિસ્તાનની જેમ આજની મેચમાં પણ ટોસ હારી ગયું છે. ભારતને બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો. ભારતે આજની મેચમાં ભુવનેશ્વર કુમારના બદલે ઈશાન કિશાન અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપ્યું હતું. જોકે, પાકિસ્તાનની જેમ જ ભારતની પહેલી ચાર વિકેટો (Indian Batting in IND VS NZ) સસ્તામાં પડી ગઈ હતી. ભારતે 40 રનમાં ત્રણ વિકેટો (Live Score of IND VS NZ) ગુમાવી દીધી હતી. પાકિસ્તાન સામે પણ શરૂઆતમાં 3 વિકેટ પડી જતા ભારતીય બેટિંગ લાઇન અપને ખૂબ સમસ્યા થઈ હતી. આજે પણ આ જ સ્થિતિ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆત સારી હોવા છતાં ભારતે 7 ઑવરમાં ત્રણ વિકેટ ગુમાવી દેતા ચિંતામાં વધારો થયો હતો.

    જોકે, પ્રથમ બેટિંગ કરતા ભારતની ઈનિંગ ફક્ત 110 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા સિવાય કોઈ ખેલાડી ખાસ રમી શક્યા નહોતા

    આ પણ વાંચો : T20 World Cupમાં સૌથી વધુ કેચ કરનાર ટોપ 5 ખેલાડીઓ, એકપણ ભારતીય પ્લેયર નથી શામેલ

    દુબઈમાં પ્રથમ બેટિંગ કરનાર હારે છે : ભારતની આ મેચમાં પાકિસ્તાન સામેની મેચ જેવી જ સ્થિતિ થઈ છે. કારણ કે દુબઈમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ હારી જાય છે જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમ જીતે છે. દુબઈમાં ખૂબ જ ભેજનું પ્રમાણ હોય છે સાથે જ ઝાકળના કારણે બીજી ઈનિંગમાં બોલ ભીનો થતો રહે છે જેના કારણે સ્વીંગ કે સ્પિન કરાવવામાં મુશ્કેલી થાય છે. જો પ્રથમ ઈનિંગમાં કોઈ પણ ટીમ મોટો સ્કોર ન કરી શકે તો મેચનું પરિણામ બેટિંગ સેકન્ડ કરતી ટીમના પક્ષમાં જાય છે.

    આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ અને જગવાલ શ્રીનાથથી લઈ આ ક્રિકેટરો પડ્યા પત્રકારોના પ્રેમમાં, માત્ર એકનું થયું બ્રેકઅપ

    ન્યૂઝીલેન્ડની સેમિ ફાઇનલની આશા પ્રબળ બની


    ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી ગયું છે. બાકીની નબળી ટીમો સામેની મેચો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ જીતી જાય તો તેના 8 પોઇન્ટ થશે. બીજી તરફ ભારત નબળી ટીમ સામે જીતે તો 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જશે. અહીં ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના T20 ફોર્મેટમાં કંઇ પણ થઇ શકે છે. નબળી ટીમ પણ દમદાર ટીમને હરાવી શકે છે. જેથી અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
    Published by:Jay Mishra
    First published: