ટી20 વર્લ્ડકપના સુપર-12માંથી ભારતની પ્રથમ બે મેચમાં ઉપરાછાપરી હાર થતાની સાથે જ હવે ટી-20 વર્લ્ડકપમાં (T20 weold cup) થી બહાર ફેંકાઈ જવાની સંભાવનાઓ વધી ગઈ છે. લગભગ ભારતનું (India Point Table in t20 Worldcup) સેમિફાઇનલનું સ્વપ્ન રોળાઈ ગયું છે. ભારતની આ કારમી હાર પાછળ એક નહીં અનેક કારણો જવાબદાર છે. હાર બાદ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ થાકેલા જોવા મળતા હતા. મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન વિરાટ કોહલીએ હારના કારણો આપતા કહ્યું હતું કે અમે લડી શકીએ એટલા બહાદરુ નહોતા. મેચ દરમિયાન અમારી એવી સ્થિતિ નહોતી. કોહલીએ આપેલા આ નિવેદન બદલ પૂર્વ કેપ્ટન કપિલ દેવે તેની ( kapil dev On Virat Kohli Words) ) ઝાટકણી કાઢી છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કપિલે કહ્યું કે કોહલી આ પ્રકારનો વ્યક્તિ ન હોવા છતાં તેણે નબળું નિવેદન આપ્યું છે. તે એક ફાઇટર છે. મને લાગે છે કે તે ક્ષણ અથવા બીજી કોઈ વાતમાં ખોવાઈ ગયો હશે. કેપ્ટને 'અમે એટલા બહાદુર નહોતા' જેવા શબ્દો ન બોલવા જોઈએ. તમે તમારા દેશ માટે રમી રહ્યા છો અને તેનામાં જુસ્સો છે. પરંતુ જ્યારે તમે આવા શબ્દો કહો છો, ત્યારે ચોક્કસપણે આંગળીઓ ચીંધવામાં આવશે.
લડો અને હારી જાવ એ સમજી શકીએ પણ...
કપિલ દેવે ઉમેર્યું હતું કે મેન ઇન બ્લુ દ્વારા કરવામાં આવેલા નબળા પ્રદર્શન માટે ટીકાઓ પૂરતી નથી. "મારી પાસે શબ્દો નથી. આપણે ટીકા પણ કેટલી કરી શકીએ? જે ટીમ આઈપીએલ રમીને પ્રેક્ટિસ મેળવવાનો દાવો કરે છે, જ્યારે તે આ રીતે રમશે ત્યારે તેની ટીકા થશે.
જ્યારે તમે જીતો છો, ત્યારે કોઈ પ્રશંસા પૂરતી નથી હોતી એવી જ રીતે અત્યારે ટીકા પૂરતી નથી કારણ કે ખેલાડીઓ અપેક્ષા મુજબનું ક્રિકેટ રમ્યા નથી. તમે લડો અને હારી જાઓ, અમે સમજીએ છીએ. પરંતુ આજે એવું એક પણ પર્ફોર્મન્સ નહોતું જેનાથી આપણે ખુશ થઈ શકીએ'
બંને મેચમાં ટોસે બાજી બગાડી
આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી સતત બીજી ટોસ હારી ગયો. અગાઉ પણ તે પાકિસ્તાન સામે ટોસ જીતી શક્યો નહોતો. જાન્યુઆરી 2019 થી અત્યાર સુધી કોહલી એવો કેપ્ટન છે જેણે સૌથી વધુ ટોસ હાર્યો છે.
આ વર્લ્ડ કપમાં દુબઈના મેદાન પર લક્ષ્યનો પીછો કરતી ટીમ સતત જીત મેળવી રહી છે. બીજા દાવમાં પણ ઝાકળ મહત્વની ભૂમિકા ભજવે છે જે તેને બેટિંગ કરવાનું સરળ બનાવે છે. ભારતને સળંગ બીજી મેચમાં ફાયદો મળ્યો ન હતો
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર