આજે ટી-20 વર્લ્ડકપમાં ભારતનો (T20 World cup IND VS NZ) 7 દિવસ બાદ ફરીથી મુકાબલો છે. પાકિસ્તાન સામેની હારમાંથી ઉભરીને જીતનો ચીલો ચાતરવાની મોટી તક છે. ખેલાડીઓ (India Squad for today's match) તૈયાર છે. પ્રેક્ટિસ થઈ ચુકી છે અને ટીમનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, આજે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પાકિસ્તાન કરતાં પણ વધુ ઘાતકી સાબિત થઈ શકે છે. આ મેચમાં હારનારી ટીમનું વર્લ્ડકપનું પિક્ચર પુરૂં થઈ જાય તો ય નવાઈ નહીં. પરંતુ સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા આજે ન્યૂઝીલેન્ડ સામે હારી જાય તો વર્લ્ડકપની સેમિફાઇલમાં પહોંચી શકે ખરી? (chances of Team india to reach in wc semifinals)
પાકિસ્તાને પોતાની સતત જીતથી ટીમ ઈન્ડિયા માટે થોડી આશા જીવંત રાખી છે. પાકિસ્તાને 3 મેચમાં 3 જીત મેળવી છે અને હાલમાં તે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. પાકિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. હવે તેને સ્કોટલેન્ડ અને નામિબિયા સાથે રમવાનું છે. આ બંને સામે પાકિસ્તાન સરળતાથી જીત મેળવી શકે છે. એટલે કે હવે સેમીફાઈનલમાં જવા માટે ગ્રુપ 2માં માત્ર 1 સ્થાન બાકી છે.
જો એવું માની લેવામાં આવે કે સ્કોટલેન્ડ અને નામિબિયા સેમી-ફાઈલની રેસમાંથી બહાર ફેંકાઈ જાય તો પણ ત્રણેય ટીમો નોક આઉટ રાઉન્ડ માટે સ્પર્ધા કરશે. આ ટીમો ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન છે. ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાને તેની બે મેચોથી સંકેતો આપ્યા છે કે તે પણ સેમીફાઈનલમાં પહોંચવા માટે દાવેદાર છે.
ભારત હારે તો...
ભારત આજની મેચમાં હારી જાય અને ન્યૂઝીલેન્ડ જીતે અને બાકીની નબળી ટીમો એટલે કે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામે પણ જીતી જાય તો તેના 8 પોઇન્ટ થશે. બીજી તરફ ભારત નબળી ટીમ સામે જીતે તો 6 પોઇન્ટ મળશે. આવી સ્થિતિમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જશે. અહીં ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના T20 ફોર્મેટમાં કંઇ પણ થઇ શકે છે. નબળી ટીમ પણ દમદાર ટીમને હરાવી શકે છે. જેથી અત્યારથી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.
અત્યાર સુધી ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન એકબીજા સામે મેચ રમ્યા નથી. એટલે કે આગામી ત્રણ મેચો બાદ નક્કી થશે કે કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે. હાલના તબક્કે તો પાકિસ્તાને પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે. આજની મેચમાં આગળની દિશા નક્કી કરશે. એટલે જ આજે ભારત માટે કરો યા મરોનો મુકાબલો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર