Home /News /sport /T20 World Cup : આ હશે ભારતની પ્લેઇંગ 11, આ દિગ્ગજો રહી શકે છે ટીમની બહાર
T20 World Cup : આ હશે ભારતની પ્લેઇંગ 11, આ દિગ્ગજો રહી શકે છે ટીમની બહાર
T20 World Cup બાદ હવે ન્યુઝીલેન્ડ, આફ્રિકા અને શ્રીલંકા સહિતના દેશ સાથે રમશે ભારત, આ રહ્યું સેડ્યુલ
India Playing 11 For WT20 : BCCI દ્વારા ટી-20 વિશ્વકપ માટે 15 પ્લેયર્સની પસંદગી કરવામાં આવી છે. ટી-20 વિશ્વ કપ માટે આ વખતે બીસીસીઆઈ દ્વારા ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે
T20 World cup india Playing 11 : કોરોના મહામારીના કારણે વિશ્વ કપને UAE ખાતે શિફ્ટ કરવામાં આવ્યો છે. ટી-20 વિશ્વ (T20 World cup) કપ 17 ઓક્ટોમ્બરથી 14 નવેમ્બર સુધી UAE અને ઓમાનમાં રમાશે. 16 ટીમોની ટુર્નામેન્ટ યુએઈના ત્રણ શહેરો દુબઇના શારજાહ, અબુધાબી અને ઓમાનમાં રમાશે. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ સોમવારના રોજ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન પર વાત કરી હતી (India Playing 11 for T20 World cup) . ઉલ્લેખનીય છે કે BCCI દ્વારા ટી-20 વિશ્વકપ માટે 15 પ્લેયર્સની પસંદગી કરવામાં આવી છે. ટી-20 વિશ્વ કપ માટે આ વખતે બીસીસીઆઈ દ્વારા ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. શિખર ધવન અને યુઝવેન્દ્ર ચહલને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
આ સાથે જ ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીને એક નવી ભૂમિકા ભજવતા જોઈ શકાશે. આ ટી 20 વિશ્વકપમાં મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમ માટે મેન્ટરની ભૂમિકા ભજવતા નજરે પડશે. આ સિવાય ટીમમાં 3 સ્ટેન્ડબાય પ્લેયર્સ પણ રાખવામાં આવ્યા છે, જેમને ઈન્જરી અથવા કોઈ ઈમર્જન્સી પરિસ્થિતીમાં જરૂર પડવા પર ટીમમાં શામેલ કરવામાં આવશે.
આ સાથે જ ટીમમાં 8 ખેલાડીઓને શામેલ કરાયા છે, જે ટીમ સાથે આ યાત્રામાં શામેલ થશે અને મેચની તૈયારીમાં ટીમને મદદરૂપ બનશે. આ વખતે કેપ્ટન વિરાટ કોહલી સાથે વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્મા વિશ્વ કપમાં ટીમની જવાબદારી સંભાળશે.
ટી 20 વિશ્વ કપ
પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે BCCI દ્વારા ભારતમાં જ વિશ્વકપનું આયોજન કરવામાં આવશે. કોવિડની પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખતા આ વિશ્વકપ દુબઈમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે. તેમ છતાં BCCI દ્વારા જ વિશ્વકપની આગેવાની કરવામાં આવી રહી છે. આ અગાઉ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં યોજવાની વિચારણા પણ કરવામાં આવી હતી, પરંતુ BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વરસાદને કારણે ત્યાં વિશ્વકપ રમી શકાશે નહીં. જે બાદ અંતિમ નિર્ણય તરીકે જાહેરાત કરાઈ કે ટી 20 વિશ્વ કપ દુબઈમાં રમાશે.
જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થયું હોત તો અમને ખુબ આનંદ થતો- ગાંગુલી
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જો ટૂર્નામેન્ટનું આયોજન ભારતમાં થયું હોત તો અમને ખુબ આનંદ થયો હોત, પરંતુ હાલની પરિસ્થિતિ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મહત્વને ધ્યાનમાં રાખીને, BCCI યુએઈ અને ઓમાનમાં આ ટૂર્નામેન્ટન રમાશે.
આ હશે ભારતીય ટીમના પ્લેઈંગ 11
ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ફેન્સ ભારતીય ટીમના પ્લેઈંગ 11 અંગે જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ટીમની પ્લેઈંગ 11 વિશે જાહેરાત કરી દેવામાં આવી છે.
કે એલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રુષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રાહુલ ચહર, ઈશાન કિશન, અક્ષર પટેલ, વરુણ ચક્રવતી અને જસપ્રીત બુમરાહ આ ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રુષભ પંત અને ઈશાન કિશન વિકેટ કિપર તરીકેની ભુમિકા ભજવશે, જ્યારે વિરાટ કોહલી કેપ્ટન અને રોહિત શર્મા વાઈસ કેપ્ટન હશે.
રોહિત અને રાહુલ કરશે ઓપનિંગ
રાહુલ અને રોહિત સાથે જ કોહલીને આ વખતે ઓપનિંગ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. રોહિત અને રાહુલની વાત કરીએ તો આ બંન્ને બેટ્સમેન લાંબા સમયથી ભારત માટે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યાં જ ત્રીજા નંબર પર કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઉતરશે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચોથા નંબરે સ્ટાર પ્લેયર બનેલા સૂર્યકુમાર યાદવને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
World T-20ની ટીમમાં કોને સ્થાન મળે છે તે જોવું જ રહ્યું
આ હશે ટીમનો મિડલ ઓર્ડર
કહેવામાં આવી રહ્યું છે કે મિડલ ઓર્ડરમાં નંબર 5 પર ટીમના વિકેટ કીપર અને બેટ્સમેન રુષભ પંતને પસંદ કરવામાં આવ્યો છે. સાથે જ બે ઓલરાઉન્ડર પ્લેયર તરીકે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને મિડલ ઓર્ડરમાં ઉતારવામાં આવી શકે છે. જાડેજા અને હાર્દિક મેચમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આ ફાસ્ટ બોલર્સથી છે જીતની અપેક્ષા
આ વખતે ટીમના પ્લેયિંગ 11 માં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને જગ્યા આપવામાં આવી છે. જણાવી દઈએ કે આ ત્રણેય બોલરોને દુનિયાનાં ખતરનાક બોલર્સમાં ગણવામાં આવે છે. ભુવનેશ્વરને કારણે ટીમમાં અનુભવની કોઈ ખોટ પૂરી કરી શકાય છે, શમી વિકેટ ઝડપવામાં એક્સપર્ટ છે તો આ તરફ બુમરાહ ડેથ ઓવર્સમાં સૌથી શાનદાર પ્રદર્શન કરવા માટે પ્રખ્યાત છે.
સ્પીનર તરીકે રાહુલને જગ્યા આપવામાં આવી શકે છે. યૂએઈમાં આઈપીએલ દરમ્યાન તેનું પરફોર્મન્સ શાનદાર જોવા મળ્યું હતું. વરુણને ટીમ ઈન્ડિયા માટે એક મિસ્ટ્રી સ્પીનર કહેવામાં આવી રહ્યા છે. આઈપીએલમાં એક જ મેચમાં 5 વિકેટ ઝડપનારા વરુણની ભારતીય ટીમમાં સફર ઉતાર ચઢાર વાળી રહી છે. આ વખતે ટીમને તેમનાથી ઘણી આશાઓ રહેશે.
આ દિગ્ગજ થશે બહાર
આ વખતે સ્પિનર રવિન્દ્ર અશ્વિનને ટીમમાં જગ્યા મળવી થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. સાથે જ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ બહાર થઈ શકે છે.
ભારતે ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ સાત વિકેટે જીતી લીધી
ઉલ્લેખનીય છે કે, ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. જોકે, પ્રેક્ટિસ મેચ પણ થઈ છે, જ્યાં કે એલ રાહુલ અને ઇશાન કિશનની શાનદાર અર્ધશતકની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ સાત વિકેટે જીતી લીધી હતી.
20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે બીજી વોર્મ અપ મેચ રમશે ભારત
પ્રેક્ટિસ મેચના ફાયદાઓ વિશે પૂછવામાં આવતા શાસ્ત્રીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિ બેટિંગ કરી શકે છે, દરેક બોલિંગ કરી શકે છે. અમે જોઈશું કે, વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. ભારત 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે પોતાની બીજી વોર્મ અપ મેચ રમશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર