Home /News /sport /

T20 World Cup: ICCની ટી-20 વર્લ્ડકપની મોસ્ટવેલ્યુએબલ ટીમ જાહેર, બાબર આઝમ કેપ્ટન, આ ખેલાડીઓનો સમાવેશ થયો

T20 World Cup: ICCની ટી-20 વર્લ્ડકપની મોસ્ટવેલ્યુએબલ ટીમ જાહેર, બાબર આઝમ કેપ્ટન, આ ખેલાડીઓનો સમાવેશ થયો

ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન કરનાર બીજો ખેલાડી બાબર આઝમ છે. બાબર આઝમી 29 મેચમાં 26 ઈનિંગ રમી અને 939 રન કર્યા છે. બાબરના 939 રનમાં 122 રન હાઇએસ્ટ છે જ્યારે તેમાં 9 ફિફ્ટી અને 1 સદીનો ફાળો છે.

T20 World Cup: મોસ્ટ વેલ્યુએબલ ટીમ ઓફ ટુર્નામેન્ટ ( Most Valuable Team Of The Tournament)માં ભારતનો એક પણ ખેલાડી પસંદ ન થતા શરમજનક સ્થિતિ

    T20 World cup ICC Most Valuable Team : આઈસીસી ટી-20 વર્લ્ડકપની મોસ્ટ વેલ્યુએબલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ભારતના (ICC T20 XI) એક પણ ખેલાડીની પસંદગી થઈ નથી. ભારત માટે શરમજનક સમાચાર એ છે કે ખરાબ પ્રદર્શન બાદ એક પણ ખેલાડીને આ ટીમમાં જગ્યા મળી નથી, જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની (Babar Azam Captain of ICC T20 XI) આ ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.

    કોણ કોણ પસંદ થયું : આ ટીમના ઓપનર તરીકે ઇન્ગેલન્ડના વિકેટ કિપર બેટ્સમેન જોસ બટલરની પસંદગી કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરની પણ પસંદગી કરવામાં આવી છે. વન ડાઉન પ્લેયર તરીકે બાબર આઝમની પસંદગી કરવામાં આવી છે. ચોથા નંબર માટે ચરિથ અસલંકા અને નંબર પાંચ તરીકે સાઉથ આફ્રિકાના એઇડન મકરામની પસંદગી કરવામાં આવી છે.

    બોલર્સ

    આ ટીમમાં બોલર તરીકે ઓલરાઉન્ડર ઇન્ગલેન્ડના સ્ટાર ખેલાડી મોઇન અલીની પસંદગી કરવામા આવી છે જ્યારે અન્ય સ્પીનર તરીકે શ્રીલંકાના સ્પીનર વાનિન્દુ હસરંગાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્પીનર એડમ ઝામ્પાની પસંદગી પણ કરવામાં આવી છે. ફાસ્ટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવૂડ, ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ, સાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલર નોર્જેની પસંદદી કરવામાં આવી છે.

    આ પણ વાંચો : Aus Vs Nz: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ભારતીય પ્રેમિકા સાથે કરી છે સગાઈ, જાણો કોણે છે મેક્સવેલની મંગેતર

    કોણે પસંદ કરી આ ટીમ

    આઈસીસીના જણાવ્યા મુજબ આ ટીમની પસંદગી કોમેન્ટેટર્સ, પૂર્વ આંતરાષ્ટ્રીય ખેલાડીઓ, પત્રકારો દ્વારા કરવામાં આવી છે. આ પેનલના એક સભ્ય અને કોમેન્ટેટર ઈયાન બીશપે જણાવ્યું કે અનેક પાસાઓ ચર્ચાયા. લોકોએ પોતાના અલગ અલગ ખેલાડીઓના નામ સૂચવ્યા અને અંતે આ ટીમની પસંદગી કરવામાં આવી છે.'

    શું માપદંડ હતો આ ટીમની પસંદગીનો

    ઈયાન બીશપે ઉમેર્યુ કે આ ટીમની પસંદગીનો માપદંડ ચોક્કસ નહોતો. જોકે, પસંદગીકારોએ સુપર-12થી લઈને ફાઇનલ સુધીના પર્ફોમન્સના આધારે દરેક દેશના ખેલાડીઓ અને તેના પ્રભાવને આધારે આ ટીમ પસંદ કરી છે.' આ ટીમના કેપ્ટન તરીકે બાબર આઝમની પસંદગી પાકિસ્તાન માટે ગૌરવની વાત છે.

    આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કોચ કોણ? જાણો રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર, સૌથી વધુ ક્યો દેશ આપે છે સેલેરી

    વોર્નર મેન ઓફ ધી સિરીઝ

    આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને 50 રનની મેરેથોન ઈનિંગ રમી હતી. વોર્નરને 289 રનના ટોટલ સાથે વર્લ્ડકપની ફાઇનલ સુધી ટીમને લઈ જવા માટે મેન ઓફ ધી ટુર્નામેન્ટનો ખિતાર મળ્યો હતો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Babar Azzam Cricket, Cricekt News in Gujarati, T20 world cup

    આગામી સમાચાર